Navratri 2026/ આજે માતા ચંદ્રઘંટાને ધરાવો આ વસ્તુઓનો પ્રસાદ…દરેક વિઘ્ન અને બાધા દૂર…થશે મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ!

આજના દિવસે મા ચંદ્રઘંટા (Ma Chandraghanta)ની પૂજા અને મંત્રજાપ કરવાની સાથોસાથ એને આ પ્રસાદ પણ અવશ્ય અર્પણ કરવો. એવી માન્યતા છે કે માતાજીને આ…

Trending festival Religious Dharma & Bhakti
Ma Chandraghanta ને ધરાવો આ 5 પવિત્ર પ્રસાદ...મા extremely પ્રસન્ન થશે અને શુભ blessings આપશે!

Navratri 2026: આજે શારદીય નવરાત્રિનો ત્રીજો દિવસ (3rd Day of Navratri 2026) છે. આ દિવસે માતા દુર્ગાના ત્રીજા સ્વરુપ દેવી ચંદ્ર ઘંટાની પૂજા કરવામાં આવે છે. માતા ચંદ્રઘંટા (Ma Chandraghanta)ની ઉપાસના કરવાથી ભક્તોના તમામ કષ્ટો અને વિઘ્નો દૂર થઈ જાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થશે.

આજના દિવસે મા ચંદ્રઘંટાની પૂજા અને મંત્રજાપ (Puja & Mantrajaap) કરવાની સાથોસાથ એને આ પ્રસાદ પણ અવશ્ય અર્પણ કરવો. એવી માન્યતા છે કે માતાજીને આ પ્રસાદ (Prasad) અત્યંત પ્રિય છે અને એને ધરાવવાથી ભક્તોને મનોવાંચ્છિત ફળની પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ કે, નવરાત્રિના ત્રીજા નોરતે માતાને કયા-કયા પ્રસાદ ધરાવવા જોઇએ?

Ma Chandraghanta Prasad
Ma Chandraghanta Prasad

નવરાત્રિના ત્રીજા દિવસે દેવી માને આ પ્રસાદ ધરાવો (Ma Chandraghanta Prasad)

1. દૂધથી બનેલી વસ્તુઓ-

નવરાત્રિના ત્રીજા દિવસે માતાજીને દૂધથી બનેલી વસ્તુઓ અર્પણ કરવી. ખીર અથવા દૂધથી બનેલી મીઠાઈ (Milk Sweet)નો ભોગ પણ અર્પણ કરી શકો છો.

2. પતાસા, મિસરી-

મીઠાઈ ઉપરાંત, તમે મા ચંદ્રઘંટાને પતાસા અથવા મિસરીનો ભોગ પણ ધરાવી શકો છો.

3. મખાનાની ખીર-

દેવી માતાને મખાનાની ખીર (Makhana Kheer)નો પ્રસાદ ધરાવવો પણ અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે.

4. મધ-

માતા ચંદ્રઘંટાને મધ (Honey) પણ અર્પણ કરી શકાય છે. મધનો પ્રસાદ મેળવીને માતા તૃપ્ત થાય છે અને આરોગ્યનો આશીર્વાદ આપે છે.

5. સફેદ રંગની મીઠાઈ-

દુર્ગા માતાના આ ત્રીજા સ્વરુપને સફેદ વસ્તુઓ અતિ પ્રિય છે. આ સંજોગોમાં માતાને ગાયના દૂધથી બનેલી ખીર, સફેદ રંગની મીઠાઈ અથવા રસમલાઈનો પ્રસાદ પણ ધરાવી શકો છો.

Navratri 3rd Day Puja
Navratri 3rd Day Puja

નવરાત્રિના ત્રીજા દિવસે શું કરવું? (Navratri 3rd Day Puja)

1. આજે પૂજા કરતી વખતે સફેદ, ગોલ્ડન, લાલ કે પીળા કપડા પહેરો.

2. દેવી માતાને લાલ રંગના ફૂલો ચડાવવા અને ખાસ કરીને જાસૂદના ફૂલો મા ચંદ્રઘંટાને અતિ પ્રિય છે.

3. પૂજા કરતી વખતે માતાજીને કંકુ, સિંદૂર, અક્ષત અને અબીલ અર્પણ કરવા.

4. મા અંબાને નાગરવેલના પાન પર સોપારી, લવિંગ અને ઈલાયચી મૂકીને અર્પણ કરવા. ધ્યાન રાખવું કે પાન ફાટેલું ન હોય!

5. માતાજીને સુહાગની સામગ્રી જેમ કે બંગડીઓ, અલતા, ચાંદલો સિંદૂર વગેરે ચડાવવા.

પૂજા દરમિયાન મા ચંદ્રઘંટાના આ મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરવો.

પિણ્ડજ પ્રવરારુઢા ચંણ્ડકાસ્ત્રકર યુક્તા |

પ્રસાદ તનુ મહ્યં ચંદ્રઘંટેતિ વિશ્રુતા ||

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: નવરાત્રીમાં વસ્ત્રો ધારણ કરતા પહેલા જોઈ લો આ લિસ્ટ…જાણો કયા દિવસે કયો રંગ પહેરવો શુભ છે?

આ પણ વાંચો: દુર્ગા પૂજા 2026 ક્યારે શરુ થશે અને કયા દિવસે થશે માતાનું પ્રસ્થાન…મહાઅષ્ટમીથી વિસર્જન સુધી…

આ પણ વાંચો: શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે બનશે ત્રિગ્રહી યોગ…3 રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે…આર્થિક ઉન્નતિના યોગ!