Gandhinagar News/ ગાંધીનગર મનપામાં ભાજપનો દબદબો, 20માંથી 19 બેઠકો જીતી

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીની મતગણતરીમાં ભાજપે મોટી લીડ મેળવી છે. અત્યાર સુધી જાહેર થયેલા 20 પરિણામોમાં ભાજપે 19 અને કોંગ્રેસે એક બેઠક જીતી છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Gandhinagar Municipal Election Result: ભાજપે 20માંથી 19 બેઠકો જીતી

Gandhinagar News : ગુજરાતની રાજધાની ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીના પરિણામો જાહેર થવા લાગ્યા છે. ગાંધીનગર મનપાના 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે 11 ઓક્ટોબરે મતદાન થયું હતું અને આજે મતગણતરી ચાલી રહી છે. અત્યાર સુધી જાહેર થયેલા પરિણામોમાં ભાજપે 19 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસને એક બેઠક મળી છે.

ગાંધીનગરમાં ભાજપની મોટી લીડ

Gandhinagar Municipal Election Result માં શરૂઆતથી જ ભાજપનો દબદબો જોવા મળ્યો છે. અત્યાર સુધીના 20 પરિણામોમાં ભાજપે 19 બેઠકો જીતીને પોતાની મજબૂત સ્થિતિ દર્શાવી છે. બીજી તરફ કોંગ્રેસે એક બેઠક જીતી છે. જોકે, હજુ બાકીની બેઠકોની મતગણતરી ચાલુ હોવાથી અંતિમ પરિણામ માટે રાહ જોવી પડશે.

44 બેઠકો માટે 130 ઉમેદવારો મેદાનમાં

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 11 વોર્ડની તમામ 44 બેઠકો માટે કુલ 130 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે મુખ્ય મુકાબલો જોવા મળ્યો હતો. 11 ઓક્ટોબરે મતદાન પૂર્ણ થયા બાદ આજે સવારે મતગણતરી શરૂ કરવામાં આવી હતી. Gandhinagar Election Resultમાં અત્યાર સુધી ભાજપે જોરદાર પ્રદર્શન કર્યું છે. હવે બાકીની બેઠકોના પરિણામો પર સૌની નજર છે.

અંતિમ પરિણામ પર સૌની નજર

Gandhinagar Municipal Election Result ના અંતિમ આંકડા જાહેર થયા બાદ ગાંધીનગર મહાનગરપાલિકા માં કઈ પાર્ટીનું વર્ચસ્વ રહેશે તેનું સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે. હાલના પરિણામોમાં ભાજપ આગળ હોવાથી પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે બાકીની બેઠકો મહત્વપૂર્ણ બની છે.

ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપની મોટી જીત

12:16PM

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપે મોટી જીત નોંધાવી છે. મનપાની કુલ 44 બેઠકોમાંથી ભાજપે 38 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસના ખાતામાં 5 બેઠકો આવી છે અને 1 બેઠક અપક્ષ ઉમેદવારે જીતી છે.

આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) એક પણ બેઠક જીતવામાં સફળ રહી નથી. આ પરિણામ સાથે ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપનું વર્ચસ્વ સ્પષ્ટ થયું છે.

ગાંધીનગર ચૂંટણી પરિણામમાં નવો અપડેટ

12:01PM

Gandhinagar Election Result

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીના Gandhinagar Election Resultમાં ભાજપે વધુ બેઠકો પર જીત મેળવી છે. હાલના અપડેટ મુજબ ભાજપે 34, કોંગ્રેસે 5 અને અપક્ષ ઉમેદવારે 1 બેઠક જીતી છે.

વોર્ડ નંબર 2માં ભાજપની પેનલ તૂટી

વોર્ડ નંબર 2માં ભાજપની સંપૂર્ણ પેનલ જીતી શકી નથી. અહીં ભાજપના 4માંથી 3 ઉમેદવારો વિજેતા બન્યા છે, જ્યારે 1 બેઠક અપક્ષ ઉમેદવારના ખાતામાં ગઈ છે.

હાલના Gandhinagar Election Result મુજબ ભાજપ મજબૂત સ્થિતિમાં છે. જોકે, ગાંધીનગર મનપાની બાકીની બેઠકોના પરિણામો પર પણ રાજકીય પક્ષો અને ઉમેદવારોની નજર ટકેલી છે.

વોર્ડ નંબર 6ના પરિણામમાં મોટો ઉલટફેર

11:57AM

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીના Gandhinagar Election Resultમાં વોર્ડ નંબર 6ના પરિણામમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. અહીં કોંગ્રેસના ચારેય ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. પરિણામ બાદ ભાજપે રિકાઉન્ટિંગની માંગ કરી છે.

બીજી તરફ વોર્ડ નંબર 4માં પણ કોંગ્રેસના ચારેય ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. મતગણતરી વચ્ચે હવે Gandhinagar Election Resultના અન્ય વોર્ડના પરિણામો પર પણ સૌની નજર છે.

બેઠકોની તાજી સ્થિતિ

  • જાહેર થયેલા પરિણામ: 32
  • ભાજપ: 27
  • કોંગ્રેસ: 5

ગાંધીનગર મનપાની 44માંથી ભાજપે 19 બેઠકો જીતી

11:15AM

ગાંધીનગર મહાનગરપાલિકાની કુલ 44 બેઠકોમાંથી અત્યાર સુધી 20 બેઠકોના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. જેમાં ભાજપે જોરદાર પ્રદર્શન કરતાં 19 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસને 1 બેઠક મળી છે.

બાકીની બેઠકો માટે હજુ મતગણતરી ચાલી રહી છે. પરિણામો જાહેર થતાં ગાંધીનગર મહાનગરપાલિકામાં સત્તાનું સંપૂર્ણ ચિત્ર વધુ સ્પષ્ટ થશે. Gandhinagar Election Result પર હાલ સૌની નજર છે.

વોર્ડ નંબર 5માં કોણ-કોણ જીત્યું?

11:08AM

ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5ની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. આ વોર્ડમાં ભાજપની સમગ્ર પેનલનો વિજય થયો છે.

  • હેમાબેન: 4,334 મત
  • ધ્વનિ શાહ: 3,893 મત
  • કનૈયાલાલ: 3,091 મત
  • કિંજલ પટેલ: 5,336 મત

આ સાથે વોર્ડ નંબર 5માં ભાજપે ચારેય બેઠકો પર જીત મેળવી છે.

અત્યાર સુધી કોને કેટલી બેઠકો મળી?

11:05AM

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં અત્યાર સુધી ભાજપે 19 અને કોંગ્રેસે 1 બેઠક જીતી છે. ગાંધીનગર મનપાના વોર્ડ નંબર 1, 3, 5, 7 અને 9ની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે.

વોર્ડ નંબર 1, 3, 5 અને 9માં ભાજપની સમગ્ર પેનલનો વિજય થયો છે. જ્યારે વોર્ડ નંબર 7માં ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક ઉમેદવાર વિજેતા બન્યા છે.

હાલના Gandhinagar Election Result મુજબ ભાજપ 19 બેઠકો સાથે મજબૂત સ્થિતિમાં છે, જ્યારે કોંગ્રેસે એક બેઠક મેળવી છે. બાકીની બેઠકો માટે મતગણતરી હજુ ચાલુ છે.

વિજેતા ભાજપના ઉમેદવારોએ જનતાનો આભાર માન્યો

11:04 AM

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં જીત મેળવનારા ભાજપના ઉમેદવારોએ જનતાનો આભાર વ્યક્ત કર્યો છે. ઉમેદવારોએ મતદારોના વિશ્વાસ અને સમર્થન બદલ આભાર માન્યો અને આગામી સમયમાં ગાંધીનગરના વિકાસ માટે વધુ સારી રીતે કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

વોર્ડ નંબર 7થી કોંગ્રેસના ઉમેદવાર નાગિન નદિયા વિજેતા

10:49 AM

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસે પોતાનું ખાતું ખોલાવ્યું છે. વોર્ડ નંબર 7થી કોંગ્રેસના ઉમેદવાર નાગિન નદિયા વિજેતા બન્યા છે. બીજી તરફ વોર્ડ નંબર 1, 3, 5 અને 9માં ભાજપની સમગ્ર પેનલનો વિજય થયો છે. શહેરમાં મતગણતરી હજુ પણ ચાલી રહી છે અને અન્ય વોર્ડના પરિણામો પણ ધીમે-ધીમે સ્પષ્ટ થઈ રહ્યા છે.

વોર્ડ નંબર 5થી ભાજપના ઉમેદવાર કનૈયા દેસાઈ વિજેતા

10:48 AM

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 5થી ભાજપના ઉમેદવાર કનૈયા દેસાઈનો વિજય થયો છે. આ ઉપરાંત વોર્ડ નંબર 3, 4 અને 7માં ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. જ્યારે વોર્ડ નંબર 1 માટે EVMના મતોની ગણતરી શરૂ કરવામાં આવી છે.

વોર્ડ 5 અને 7માં ભાજપની જીત

10:43 AM

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીની મતગણતરીમાં ભાજપે વોર્ડ નંબર 5 અને 7માં જીત મેળવી છે. વોર્ડ નંબર 5માં ભાજપની સમગ્ર પેનલે 2,700 મતના અંતરથી જીત નોંધાવી છે. જ્યારે વોર્ડ નંબર 3માં પ્રથમ રાઉન્ડ બાદ ભાજપ 1,000 મતથી આગળ ચાલી રહ્યું છે. આ સાથે અન્ય વોર્ડના પરિણામો પણ ધીમે-ધીમે સ્પષ્ટ થઈ રહ્યા છે.

સવારે 9 વાગ્યાથી મતગણતરી ચાલુ

10:43 AM

ગાંધીનગરના સેક્ટર-15 સ્થિત કોમર્સ કોલેજમાં સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં 59 ટકા મતદાન નોંધાયા બાદ હવે આગામી પાંચ વર્ષ માટે રાજધાની ગાંધીનગરની સત્તાની બાગડોર કોના હાથમાં જશે તે આજે નક્કી થશે. પરિણામો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની નજર ટકેલી છે.

વોર્ડ નંબર 5નું પરિણામ જાહેર

10:41 AM 

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 1, 3, 5 અને 9માં ભાજપની સમગ્ર પેનલનો વિજય થયો છે. જ્યારે વોર્ડ નંબર 7માં ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવારનો વિજય થયો છે.

બેઠકોની તાજી સ્થિતિ

  • જાહેર થયેલા પરિણામો: 20
  • ભાજપ: 19
  • કોંગ્રેસ: 1

આપણ વાંચો:ગાંધીનગર મનપા, ઓખા અને થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર

આપણ વાંચો:ગાંધીનગર સહિત ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ