New Delhi News/ દિવ્યાંગને હવે જન્મથી પેન્શન, રેલવે કર્મીઓને 78 દિવસનું બોનસ

કેન્દ્રીય કેબિનેટે રેલવેના આશરે 11.40 લાખ કર્મચારીઓ માટે 78 દિવસના બોનસ (Railway Bonus)ને મંજૂરી આપી છે

Top Stories India
કેન્દ્રીય કેબિનેટે રેલવેના આશરે 11.40 લાખ કર્મચારીઓ માટે 78 દિવસના બોનસ (Railway Bonus)ને મંજૂરી આપી છે

New Delhi News : કેન્દ્ર સરકારે રેલવે કર્મચારીઓ અને દિવ્યાંગજનોને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. કેન્દ્રીય કેબિનેટે રેલવેના આશરે 11.40 લાખ કર્મચારીઓ માટે 78 દિવસના બોનસ (Railway Bonus)ને મંજૂરી આપી છે. આ ઉપરાંત દિવ્યાંગતા પેન્શનના નિયમોમાં ફેરફાર અને સામાજિક સુરક્ષા માટે રૂ. 53,428 કરોડની જોગવાઈ સહિતના નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે.

Railway Bonus : રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ 

દિવાળી પહેલાં રેલવે કર્મચારીઓ માટે બોનસ ((Railway Bonus))ની જાહેરાત કરવામાં આવી છે. કેબિનેટે આશરે 11.40 લાખ કર્મચારીઓને 78 દિવસના પરફોર્મન્સ લિંક્ડ બોનસ (Performance Linked Bonus)ની મંજૂરી આપી છે. આ માટે સરકાર રૂ. 2,009 કરોડનો ખર્ચ કરશે. રેલવે કર્મચારીઓની કામગીરીને ધ્યાનમાં રાખીને આ બોનસ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે રેલવે કર્મચારીઓ ટ્રેનોનું સંચાલન, પાટાઓની જાળવણી અને વર્કશોપમાં સતત કામ કરે છે. તહેવારો દરમિયાન પણ રેલવેની સેવાઓ ચાલુ રહે તે માટે કર્મચારીઓ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

દિવ્યાંગતા પેન્શનના નિયમોમાં ફેરફાર 

દિવ્યાંગતા પેન્શનની પાત્રતા અંગે પણ ફેરફાર કરવામાં આવ્યો હોવાની માહિતી આપવામાં આવી છે. અગાઉના નિયમોમાં 80 ટકા દિવ્યાંગતાની મર્યાદા હતી, જેને ઘટાડીને 40 ટકા કરવામાં આવી છે. આ ફેરફારથી પાત્રતા ધરાવતા વધુ લોકોને પેન્શનનો લાભ મળી શકે છે.

આ ઉપરાંત જન્મથી દિવ્યાંગ વ્યક્તિઓને પણ પેન્શન યોજનામાં આવરી લેવાની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ 18 વર્ષની ઉંમર પછી લાભ મળતો હોવાની વિગતો સામે આવી હતી. નવા નિયમોની અમલવારી અને ચોક્કસ પાત્રતા માટે સરકારની સત્તાવાર માર્ગદર્શિકા જોવી જરૂરી રહેશે.

સામાજિક સુરક્ષા માટે રૂ. 53,428 કરોડ 

કેબિનેટના નિર્ણયોમાં સામાજિક સુરક્ષા વ્યવસ્થા (Social Security)ના વિસ્તરણનો પણ સમાવેશ થાય છે. આ માટે રૂ. 53,428 કરોડની જોગવાઈ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. તેનો હેતુ વધુ લોકોને સામાજિક સુરક્ષાના માળખા હેઠળ આવરી લેવાનો છે.

કોને મળશે નિર્ણયનો લાભ?

રેલવેના આશરે 11.40 લાખ કર્મચારીઓને 78 દિવસના બોનસનો લાભ મળશે. જ્યારે દિવ્યાંગતા પેન્શનના નવા નિયમો (Government Decisions)લાગુ થયા બાદ નિર્ધારિત પાત્રતા ધરાવતા દિવ્યાંગજનોને લાભ મળી શકે છે. સામાજિક સુરક્ષા માટેની જોગવાઈ પણ સરકારના જાહેર કરાયેલા નિર્ણયોમાં સામેલ છે.આ નિર્ણયો અંગે લાભાર્થીઓએ સંબંધિત વિભાગની સત્તાવાર સૂચના અને પાત્રતાના નિયમો તપાસવા જોઈએ.


આ પણ વાંચો: સોનમ કપૂરના પતિ આનંદ આહુજાની કંપનીમાં હોબાળો, બોનસ ઘટાડા સામે કર્મચારીઓનું ઉગ્ર પ્રદર્શન

આ પણ વાંચો: સુરત-તાપી પશુપાલકો માટે કિલોફેટ દૂધ પર રૂ.120ના બોનસની સુમુલ ડેરીની જાહેરાત

આ પણ વાંચો: અમદાવાદના ઔદ્યોગિક એકમો/સંસ્થાઓના શ્રમયોગીઓને રૂ. 360 કરોડ 93 લાખ બોનસ ચૂકવાયું…