Gandhinagar News: ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાની છત્રાલ GIDCમાં આવેલી ‘કોવિકા ડાઈઝ’ નામની કેમિકલ કંપનીમાં બોઈલર સંબંધિત બ્લાસ્ટ (Chhatral GIDC Blast)ની ગંભીર ઘટના બની છે. આ દુર્ઘટનામાં ચાર કામદારોનાં મોત થયાં હોવાની માહિતી સામે આવી છે. ઘટનાને પગલે પોલીસ, ફાયર બ્રિગેડ અને FSLની ટીમો સ્થળ પર પહોંચી હતી અને અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
Chhatral GIDC Blast: પ્રેશર વધવાને કારણે બ્લાસ્ટ થયાની આશંકા
પ્રાથમિક માહિતી મુજબ, કંપનીમાં કામકાજ દરમિયાન કેમિકલ પ્લાન્ટના રિડક્શન વેસલ અથવા બોઈલર (Boiler Blast)માં પ્રેશર વધી જતાં બ્લાસ્ટ થયો (Gandhinagar News) હોવાની આશંકા છે. વિસ્ફોટ સમયે નજીકમાં કામ કરી રહેલા ચાર કામદારોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનાં મોત થયાં હતાં.
જોકે, બ્લાસ્ટનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. FSLની તપાસ અને રિપોર્ટ બાદ જ અકસ્માત પાછળનું કારણ જાણી શકાશે.
પોલીસ અને FSLની ટીમે તપાસ હાથ ધરી
ઘટનાની જાણ થતાં કલોલ (Kalol News) તાલુકા પોલીસ, ફાયર બ્રિગેડ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પ્રાંત અધિકારી, મામલતદાર અને FSLની ટીમે પણ સ્થળ પર તપાસ હાથ ધરી છે. (Gujarat News)
કલોલ તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. ગઢવીના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં રિડક્શન વેસલમાં યાંત્રિક ખામી અને ઓવરપ્રેશરની શક્યતા સામે આવી છે. કંપની પાસે ફાયર NOC અને અન્ય જરૂરી મંજૂરીઓ હોવાની પ્રાથમિક માહિતી મળી હોવાનું પણ જણાવાયું છે. જોકે, સુરક્ષાનાં તમામ પાસાંની તપાસ કરવામાં આવી રહી છે.
મૃતક કામદારોનાં નામ
આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ચાર કામદારોનાં નામ નીચે મુજબ છે:
– વિનોદકુમાર સિંદ
– ટેડા દેહારી
– લભણ મીણા
– સિંકંદર દેહરી
અકસ્માતનું ચોક્કસ કારણ અને જવાબદારી નક્કી કરવા સંબંધિત વિભાગો દ્વારા તપાસ ચાલુ છે.
આ પણ વાંચો: હોર્મુઝમાં માઇનનો ખતરો: એક અઠવાડિયામાં ટેન્કરો સાથે 13 ઘટના, તેલ ટેન્કરમાં બ્લાસ્ટ બાદ આગ
આ પણ વાંચો: દિલ્હી-ચેન્નઈ ફ્લાઇટમાં પાવરબેંકમાં બ્લાસ્ટ, બેગમાં આગ લાગતાં મુસાફરોમાં અફરાતફરી
આ પણ વાંચો: સુરતની મિલમાં બોઇલર બ્લાસ્ટ ,ચાર શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા
