Gandhinagar News/ ગુજરાતની વીજ માગ 29,822 મેગાવોટની સર્વોચ્ચ સપાટીએ, વીજ માગને પહોંચી વળવા ઊર્જા વિભાગની બેઠકમાં સમીક્ષા

ગુજરાતમાં વીજળીની માગ(Gujarat power demand) કેમ વધી રહી છે? જાણો તેનાં મુખ્ય કારણો અને આગામી સમય માટેનું સરકારી આયોજન…

Gujarat Gandhinagar Top Stories Breaking News
gujarat power demand

Gandhinagar News : ગુજરાતની વીજ માંગ (Gujarat power demand) 16 ઓક્ટોબર 2026ના રોજ અત્યાર સુધીની સર્વોચ્ચ 29,822 મેગાવોટ નોંધાઈ છે. આ સ્થિતિ અંગે 17 ઓક્ટોબર 2026ના રોજ ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. તેમાં માંગ વધવાનાં કારણો, તાત્કાલિક પગલાં અને ભવિષ્યના આયોજન અંગે ચર્ચા થઈ હતી.

Gujarat power demand અંગે સમીક્ષા બેઠક

gujarat power demand
gujarat power demand 29822 megawatt reviewed

આ સમીક્ષા બેઠક ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ (Rushikesh Patel)ની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠક ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ તથા તમામ વીજ કંપનીઓના અગ્રણી અધિકારીઓ સાથે થઈ હતી.

રાજ્ય મંત્રી કૌશિક વેકરીયા પણ આ બેઠકની અધ્યક્ષતામાં સામેલ રહ્યા હતા. ચર્ચામાં વીજ માંગ વધવાનાં કારણો, તાત્કાલિક પગલાં અને ભવિષ્યની માંગ માટેના આયોજનને આવરી લેવાયાં હતાં.

અહેવાલ મુજબ 29,822 મેગાવોટની માંગ પૂરી કરવામાં આવી છે અને વધેલી માંગને પહોંચી વળવા આયોજનબદ્ધ કામગીરી ચાલુ છે. લાંબા ગાળા માટે વીજ પુરવઠો (power supply) અને ગ્રીડ સ્થિરતા જાળવવા બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (battery energy storage system) એટલે કે BESS તથા ન્યુક્લિયર પ્લાન્ટ (nuclear plant) સહિતનું આયોજન કરાયું છે.

ગુજરાતની વીજ માંગ વધવાનાં મુખ્ય કારણો

સરકારના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ચોમાસું નબળું રહ્યા પછી પણ તાપમાન સતત ઊંચું રહ્યું છે. તેને “અલ નીનોની અસર” ગણાવાઈ છે, જેના કારણે કૂલિંગ લોડમાં મોટો વધારો નોંધાયો છે. ઊભા પાકને સિંચાઈનું પાણી મળે તે માટે ખેડૂતોને પૂરતા કલાકો વીજળી અપાઈ રહી છે. તેથી કૃષિ લોડ વધ્યો છે, જે દૈનિક મહત્તમ 12,000 મેગાવોટ સુધી રહે છે.

નવરાત્રી અને આગામી દિવાળીના તહેવારોને કારણે ઔદ્યોગિક માંગ પણ વધી છે. બીજી તરફ રાજ્ય અને પાડોશી રાજ્યોમાં ઓછા વરસાદથી હાઇડ્રો પાવરનું ઉત્પાદન ઘટ્યું છે, જે સામાન્ય રીતે ઓક્ટોબર-નવેમ્બરમાં મહત્તમ મળે છે. પવનની ગતિ ઓછી રહેતાં પવન ઊર્જાનું ઉત્પાદન પણ ઓછું થયું છે. આ બધાના પરિણામે સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન રાજ્યની વીજ માંગ ગત વર્ષોની સરખામણીએ આશરે 12% એટલે કે આશરે 4,000 મેગાવોટ વધી છે.


આ પણ વાંચો:ગુજરાતમાં વીજળીની માગે તોડ્યા રેકોર્ડ! શું હવે વીજ કાપનો વારો આવશે?

આ પણ વાંચો:વીજળી સબસિડીનો લાભ લેવા આધાર ફરજિયાત, જાણો શું છે નવો નિયમ

આ પણ વાંચો:રાજકોટના 70% વીજ ગ્રાહકોએ હજુ સ્માર્ટ મીટર કેમ નથી લગાવ્યું? સામે આવ્યું મોટું કારણ