Ajab Gajab News/ ખોટા ફાઇનાન્શિયલ રિપોર્ટ પર સાઈન કરવાનો ઇન્કાર કર્યો તો બોસે આપ્યું નોકરીમાંથી પાણીચું…CEO એ પાછો બોલાવ્યો!

હાલમાં જ વાયરલ એક ન્યુઝ (CEO Zoom Meeting saved Job)માં આમ કરનારા કર્મચારી સાથે પણ કંઈક આવું જ થયું હતું જેની કદાચ એણે કલ્પના સુદ્ધાં નહતી કરી…

Ajab Gajab News Trending
CEO Zoom Meeting saved Job...મેનેજરે ટર્મિનેટ કર્યો....સીઈઓએ પાછો બોલાવ્યો! 2 દિવસમાં મેનેજર બહાર!

Ajab Gajab News: કેટલીક વાર ઑફિસમાં સત્યનો સાથ આપવો ભારે પડી શકે છે! ખાસ કરીને ત્યારે જ્યારે સામે તમારા સીનિયર હોય અને એની વાત ન માનવાથી નોકરી પણ જોખમમાં આવી શકે છે! પરંતુ હાલમાં જ વાયરલ એક ન્યુઝ (CEO Zoom Meeting saved Job)માં આમ કરનારા કર્મચારી સાથે પણ કંઈક આવું જ થયું હતું જેની કદાચ એણે કલ્પના સુદ્ધાં નહતી કરી. કર્મચારીના દાવા મુજબ, ખોટા આંકડાવાળા ફાઇનાન્શિયલ રિપોર્ટને મંજૂરી આપવામાં ઈન્કાર કરવાને કારણે મેનેજરે એને નોકરીમાંથી કાઢી મૂકવાનો નિર્ણય કરી લીધો. જો કે, કંપનીના CEO સાથે થયેલી એક ZOOM પ્રાઈવેટ મિટીંગે આખી બાજી જ પલટી નાખી!

કર્મચારીના કહેવા મુજબ, છેલ્લા 4 વર્ષથી કંપનીમાં રિમોટ પદ્ધતિથી કાર્ય કરી (Remote Working)ને સતત પોતાના ટારગેટ પૂરા કરી રહ્યો હતો. આમ છતાં એક દિવસ કામ કરતી વખતે એના મેનેજરનો વીડિયો કૉલ આવ્યો અને એણે જણાવ્યું કે કંપનીની બિઝનેસ પ્રાયોરિટીના કારણે એની પોઝિશન ખતમ (Job Termination)કરવામાં આવી રહી છે. કર્મચારીનું કહેવું હતુ કે આ પહેલા એના કામ અંગે કોઈ ફરિયાદ ન હતી કરવામાં આવી હતી કે ન તો નોકરી જવાનો કોઈ મેસેજ એને મળ્યો હતો!

Job Termination
Job Termination

Zoom કૉલથી એની કિસ્મત બદલાઈ ગઈ (CEO Zoom Meeting saved Job)

એણે દાવો કર્યો કે નોકરીમાંથી કાઢી મૂકવાના લગભગ 3 અઠવાડિયા પહેલા એણે એક ફાઇનાન્શિયલ રિપોર્ટ (Financial Report) પર સાઈન કરવાનો ઇન્કાર કર્યો હતો. એ રિપોર્ટમાં આપેલા આંકડા એને ખોટા લાગવાથી એ ચૅક કર્યા વિના એની મંજૂરી આપવા માગતો નહતો. કર્મચારીના કહેવા અનુસાર, આ નિર્ણય બાદ મેનેજરે એને ‘મુશ્કેલી પેદા કરનાર વ્યક્તિ‘ તરીકે ઓળખાવવાનું શરુ કરી દીધું. મેનેજર સાથે વાતચીત પૂર્ણ થયા બાદ કર્મચારી નોકરી છોડવા અંગેના દસ્તાવેજો સ્વીકારવાની તૈયારી કરી રહ્યો હતો. ત્યારે જ એના સ્ક્રિન પર એક નવું નોટિફિકેશન આવ્યું. કંપનીના CEO એ એને અલગથી મીટિંગ કરવાની રિકવેસ્ટ કરી હતી.

કર્મચારીએ જણાવ્યું કે એ આ મીટિંગને પણ નોકરીમાંથી વિદાય અંગેની Formality સમજી રહેલો. પણ CEOએ એને પાણીચું મળવાનું કારણ પૂછ્યું. ત્યારે કર્મચારીએ ફાઇનાન્શિયલ રિપોર્ટ અંગેનો તમામ કિસ્સો સંભળાવ્યો. થોડીવાર માટે ચૂપ થઈ ગયા. કર્મચારીએ કહ્યું કે CEOએ પોતાની સ્ક્રિન પર કેટલાક ઇન્ટરનલ ઈ મેઇલ દેખાડ્યા. જેનાથી સ્પષ્ટ થતું હતું કે રિપોર્ટને મંજૂરી આપવાના ઈન્કાર બાદ તરત જ મેનેજરે એને નોકરીમાંથી કાઢવાની ભલામણ કરી હતી!

CEO Zoom call saved his Job
CEO Zoom call saved his Job

CEO Zoom Meeting saved Job, મેનેજરને પાણીચું

કર્મચારીએ એમ પણ દાવો કર્યો કે છેલ્લા કેટલાય અઠવાડિયાઓથી CEO કંપનીના શંકાસ્પદ નાણાકીય આંકડાઓની તપાસ કરી રહ્યાં હતા. પ્રારંભિક તપાસમાં કથિત રીતે એવા સંકેતો મળેલા કે, કંપનીના કેટલાક મોટા અધિકારી આવનારા અધિગ્રહણ અગાઉ રેવન્યૂના આંકડામાં હેરફેર કરી રહ્યાં હતા. CEO એ કથિત રીતે કર્મચારીને જણાવ્યું કે મેનેજરને એવું લાગતુ હતુ કે કર્મચારીને હટાવીને આખો કિસ્સો રફેદફે કરી દેશે! પરંતુ કર્મચારીના આ પ્રામાણિક નિર્ણયથી તપાસને વધુ ઊંડાણ મળ્યુ અને સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ.

ત્યાર બાદ કર્મચારીની ટર્મિનેશન પ્રક્રિયાને રોકી દેવામાં આવી અને કંપનીની લીગલ ટીમે (Legal Team) સબૂતોનો રિવ્યૂ શરુ કર્યો. કર્મચારીના જણાવ્યાનુસાર, મીટિંગ પૂરી થતા સુધીમાં એને અન્ય વિભાગમાં નોકરી પર પરત ફરવાનો લેખિત ઓફર મળી ગઈ હતી. એમાં પગાર વધારા અને કંપનીની કંપ્લાયંસ ટીમ સુધી સીધો સંપર્ક પણ પ્રસ્તાવિત હતો. એણે દાવો કર્યો કે આ ઘટનાના બે દિવસ બાદ એના પૂર્વ મેનેજરને ઓફિસ બહાર કરી દેવાયા!


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :