Sabarkantha News/ દશેરાના પર્વે સાબરકાંઠા પોલીસનો સંકલ્પ, જનતાની સુરક્ષા માટે હંમેશાં તત્પર

Sabarkantha Police: હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિજયાદશમી નિમિત્તે સાબરકાંઠા પોલીસે શસ્ત્ર પૂજન કર્યું. જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલ સહિતના અધિકારીઓએ શસ્ત્રો, પોલીસ વાહનો, હોર્સ અને ડોગનું પૂજન કર્યું.

Top Stories Gujarat
Sabarkantha Police: શસ્ત્ર પૂજન, વાહનો, હોર્સ અને ડોગની પણ પૂજા

Sabarkantha News: વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે હિંમતનગરમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ (Sabarkantha Police) દ્વારા પરંપરાગત શસ્ત્ર પૂજનનું (Shastra Pujan) આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલ (Parthrajsinh Gohil) સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક વિધિ સાથે શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પોલીસનાં વાહનો, હોર્સ અને ડોગનું પણ પૂજન કરાયું હતું.

Sabarkantha Police: શસ્ત્ર પૂજન, વાહનો, હોર્સ અને ડોગની પણ પૂજા

Sabarkantha Police: પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શસ્ત્ર પૂજન

દશેરાના પર્વે શસ્ત્ર પૂજનની પરંપરાને અનુસરીને સાબરકાંઠા જિલ્લા પોલીસે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પોલીસ અધિકારીઓએ માતા જગદંબાના ચરણોમાં શીશ નમાવી શસ્ત્રોની પૂજા કરી હતી. આ પ્રસંગે જિલ્લામાં શાંતિ જળવાઈ રહે અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

Sabarkantha Police: શસ્ત્ર પૂજન, વાહનો, હોર્સ અને ડોગની પણ પૂજા
Sabarkantha Police: શસ્ત્ર પૂજન, વાહનો, હોર્સ અને ડોગની પણ પૂજા

શસ્ત્રો સાથે પોલીસ વાહનો, હોર્સ અને ડોગનું પણ પૂજન

Sabarkantha Police: શસ્ત્ર પૂજન, વાહનો, હોર્સ અને ડોગની પણ પૂજા
Sabarkantha Police: શસ્ત્ર પૂજન, વાહનો, હોર્સ અને ડોગની પણ પૂજા

આ કાર્યક્રમમાં માત્ર શસ્ત્રોનું જ નહીં, પરંતુ પોલીસની કામગીરીમાં ઉપયોગમાં લેવાતાં વાહનો અને પોલીસ હોર્સ તથા ડોગનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. પોલીસની સુરક્ષા વ્યવસ્થા અને ફરજ સાથે જોડાયેલાં સાધનો પ્રત્યે આદર વ્યક્ત કરવાની સાથે વિજયાદશમીની પરંપરાનું પાલન કરવામાં આવ્યું હતું.

શૌર્ય અને અનિષ્ટ પર વિજયનું પ્રતીક છે વિજયાદશમી

વિજયાદશમીનો તહેવાર શૌર્ય, શક્તિ અને અનિષ્ટ પર વિજયનું પ્રતીક માનવામાં આવે છે. આ પર્વે શસ્ત્ર પૂજન દ્વારા સાબરકાંઠા જિલ્લા પોલીસે ફરજ પ્રત્યેની નિષ્ઠા અને જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Sabarkantha Police: શસ્ત્ર પૂજન, વાહનો, હોર્સ અને ડોગની પણ પૂજા

જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, નાગરિકોની સુરક્ષા (Dussehra Celebration) સુનિશ્ચિત કરવા અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી રાખવા માટે પોલીસ હંમેશાં તત્પર રહેવાનો સંકલ્પ પણ આ પ્રસંગે વ્યક્ત કરવામાં આવ્યો હતો.

સાબરકાંઠા પોલીસનો સંદેશ: જનતાની સુરક્ષા, કાયદાનું રક્ષણ અને જિલ્લામાં શાંતિ જાળવવા પોલીસની પ્રતિબદ્ધતા સતત યથાવત રહેશે.

@ દિપકસિંહ રાઠોડ


આ પણ વાંચો: ‘જય બ્રહ્માણી માતા’ના નાદથી ગુંજે પ્રાંતિજ, જાણો પલ્લીનો અનોખો મહિમા

આ પણ વાંચો: અમદાવાદમાં નવરાત્રિના છેલ્લા નોરતે ચોરોનો તરખાટ, બંધ મકાનમાંથી 35 તોલા સોનું ગાયબ

આ પણ વાંચો: અંબાજીના કુંભારિયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, વીજળીના કડાકા-ભડાકાથી વાતાવરણમાં પલટો