Ahmedabad News/ સોલા-નારણપુરા રોડ પર નશામાં કાર ડ્રાઇવિંગ, કારમાંથી વિદેશી દારૂની 2 બોટલ મળી

Drunk Driving Ahmedabad: સોલા-નારણપુરા રોડ પર જૈન પાર્શ્વનાથ મંદિર પાસે નશાની હાલતમાં કાર ચલાવવાનો આરોપ. સ્થાનિકોએ યુવકને રોકી પોલીસને જાણ કરી હતી.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Drunk Driving Ahmedabad: 2 બોટલ દારૂ સાથે યુવકની ધરપકડ

Ahmedabad News: અમદાવાદના સોલા-નારણપુરા રોડ (Solа Naranpura Road) પર દારૂના નશામાં કાર ચલાવવાની ઘટના (Drunk Driving Ahmedabad) સામે આવી છે. જૈન પાર્શ્વનાથ મંદિર પાસે એક યુવક કથિત રીતે નશાની હાલતમાં કાર આડેધડ ચલાવી રહ્યો હતો. આથી શંકા જતાં સ્થાનિકોએ કાર રોકાવી યુવકને બહાર કાઢ્યો હતો. યુવકની હાલત એવી હતી કે તે સરખી રીતે ઊભો પણ રહી શકતો નહોતો. સ્થાનિકોએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતાં ઘાટલોડિયા પોલીસ સ્થળ પર પહોંચી હતી. કારની તપાસ દરમિયાન વિદેશી દારૂની બે બોટલ મળી આવતાં પોલીસે યુવક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

જૈન પાર્શ્વનાથ મંદિર પાસેની ઘટના

મળતી માહિતી મુજબ, ગઈકાલે રાત્રે આશરે 10 વાગ્યે સોલા-નારણપુરા રોડ પર જૈન પાર્શ્વનાથ મંદિર પાસે એક યુવક કાર આડેધડ ચલાવી રહ્યો હતો. તેની ડ્રાઇવિંગ જોઈને સ્થાનિકોને યુવક દારૂના નશામાં હોવાની શંકા ગઈ હતી. ત્યારબાદ લોકોએ કાર રોકાવી હતી.

યુવકને કારમાંથી બહાર કાઢતાં તે કથિત રીતે ભારે નશામાં હોવાનું જણાયું હતું. તે યોગ્ય રીતે ઊભો રહી શકતો ન હોવાથી સ્થાનિકોએ તેને પકડીને બેસાડી દીધો હતો. યુવક પાસેથી દારૂનું એક ક્વાર્ટર (Liquor Seized) પણ મળી આવ્યું હોવાનું જણાવાયું છે.

Drunk Driving Ahmedabad: કારમાંથી વિદેશી દારૂની બે બોટલ મળી

સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં ઘાટલોડિયા પોલીસની (Ghatlodia Police) ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે કારની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની બે બોટલ મળી આવી હતી. આ પછી પોલીસે યુવકની પૂછપરછ કરી હતી.

દારૂ પીવા અને રાખવા બદલ કાર્યવાહી

પોલીસના જણાવ્યા મુજબ, યુવકનું નામ યતીન પટેલ છે અને તે મેમનગરના ગુરુકુળ રોડ પર આવેલા સનસેટ રો હાઉસમાં રહે છે. દારૂના નશામાં કાર ચલાવવા અને દારૂ રાખવા મામલે ઘાટલોડિયા પોલીસે તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી (Drunk Driver Arrested)  છે. આ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો: રસ્તાની વચ્ચે ઝાડ કે અકસ્માતને આમંત્રણ? રામોલમાં તંત્રને જગાડવા સ્થાનિકોની રજૂઆત

આ પણ વાંચો: ભરૂચમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત: PSI યશ પટેલ સહિત 3નાં મોત

આ પણ વાંચો: ગાંધીનગરના અડાલજ રોડ પર ગમખ્વાર અકસ્માત: MBBSની વિદ્યાર્થિની સહિત 3નાં મોત