National News/ SBI Data Leak: ગ્રાહકોની માહિતી લીક થવાની આશંકા, બેંકની તપાસ શરૂ

બેંકને 16 ઓક્ટોબર, 2026ના રોજ સંભવિત ડેટા લીક (SBI Data Leak)અંગે પ્રથમ માહિતી મળી હતી

Top Stories India
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહકોની અંગત માહિતી ડાર્ક વેબ પર લીક (SBI Data Leak)થઈ હોવાની આશંકાએ ચિંતા વધારી છે

National News : દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહકોની અંગત માહિતી ડાર્ક વેબ પર લીક (SBI Data Leak)થઈ હોવાની આશંકાએ ચિંતા વધારી છે. બેંકને આ સંભવિત ડેટા લીક અંગે એલર્ટ મળ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં 3,879 ગ્રાહકોના રેકોર્ડમાં વ્યક્તિગત ઓળખ સંબંધિત માહિતી મળી આવી હોવાનું સામે આવ્યું છે. જોકે, આ ડેટા લીકની હકીકત, તેના સ્ત્રોત અને તેની વ્યાપકતા અંગેની તપાસ હજુ મહત્ત્વપૂર્ણ છે.

3,879 ગ્રાહકોના રેકોર્ડમાં મળી અંગત માહિતી

બેંકને 16 ઓક્ટોબર, 2026ના રોજ સંભવિત ડેટા લીક (SBI Data Leak)અંગે પ્રથમ માહિતી મળી હતી. આ મામલે બેંકને તેની થ્રેટ ઇન્ટેલિજન્સ સેવા પ્રદાતા અને ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) તરફથી એલર્ટ મળ્યા હતા. ત્યારબાદ બેંકે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.

આ તપાસ દરમિયાન આશરે 3.75 લાખ રેકોર્ડનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેમાં 3,879 ગ્રાહકોના રેકોર્ડમાં વ્યક્તિગત ઓળખ સાથે જોડાયેલી માહિતી હોવાની જાણ થઈ હતી. જોકે, આ આંકડાનો અર્થ એ નથી કે તમામ ગ્રાહકોની માહિતી લીક થઈ હોવાની પુષ્ટિ થઈ ગઈ છે. ડેટાની વિશ્વસનીયતા અને વાસ્તવિક સ્થિતિની તપાસ કરવામાં આવી રહી છે.

મોબાઇલ નંબરથી સરનામાં સુધીની વિગતોનો ખતરો

સંભવિત રીતે લીક થયેલા ડેટામાં ગ્રાહકોનાં નામ, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર, જન્મતારીખ, લિંગ, ઈમેલ આઈડી અને રહેણાકનાં સરનામાં જેવી વિગતો સામેલ હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત બેંકની શાખાનું નામ, CIF ઓળખ નંબર અને લોન સંબંધિત રેકોર્ડનો મેટાડેટા પણ સામેલ હોવાની આશંકા છે.

જો આ માહિતીની લીક થવાની પુષ્ટિ થાય, તો તેનો ઉપયોગ કરીને સાયબર ગુનેગારો ગ્રાહકોને નિશાન બનાવી શકે છે. ખાસ કરીને બેંકના નામે નકલી ફોન, ફિશિંગ ઈમેલ, ખોટા મેસેજ અને અન્ય પ્રકારની ઓનલાઇન છેતરપિંડી (Cyber Fraud)નો ખતરો વધી શકે છે. જોકે, હાલની માહિતીના આધારે ગ્રાહકોના ખાતામાંથી નાણાંની ચોરી થઈ હોવાનું કહી શકાય નહીં.

SBIએ તપાસ માટે લીધાં પગલાં

એલર્ટ મળ્યા બાદ SBIએ સાયબર સુરક્ષા સંબંધિત જરૂરી પ્રક્રિયાઓ સક્રિય કરી છે. આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે CERT-Inની પેનલમાં સામેલ સ્વતંત્ર સાયબર સુરક્ષા એજન્સીની નિમણૂક કરવામાં આવી છે.

તપાસમાં ડાર્ક વેબ પર ઉપલબ્ધ હોવાનો દાવો કરાયેલા ડેટા (Dark Web Data)ની સત્યતા, તેના મૂળ સ્ત્રોત અને સંભવિત લીક પાછળનાં કારણો શોધવામાં આવી રહ્યાં છે. બેંકનો હેતુ ઘટનાની વાસ્તવિક અસર સમજવાનો અને ગ્રાહકોની માહિતીની સુરક્ષા (Banking Cyber Security) સુનિશ્ચિત કરવાનો છે.

બેંકિંગ સેવાઓ પર અસર પડી?

બેંકના જણાવ્યા અનુસાર, આ ઘટનાથી તેની મુખ્ય કામગીરી અને સામાન્ય બેંકિંગ સેવાઓ પર કોઈ અસર પડી નથી. બેંકની નાણાકીય તથા વ્યાવસાયિક પ્રવૃત્તિઓ સામાન્ય રીતે ચાલુ છે. જોકે, ગ્રાહકોની અંગત માહિતી સંબંધિત સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવી જરૂરી છે.

ગ્રાહકોએ કોઈને પણ OTP, PIN, પાસવર્ડ કે બેંકિંગની ગુપ્ત વિગતો આપવી નહીં. બેંકના નામે આવતા અજાણ્યા લિંક પર ક્લિક કરવાનું ટાળવું અને શંકાસ્પદ ફોન કે મેસેજથી સાવચેત રહેવું. જો કોઈ શંકાસ્પદ વ્યવહાર દેખાય, તો તરત બેંકનો સંપર્ક કરવો.


આ પણ વાંચો: Bank of Baroda માં ડેટા લીકનો દાવો! લાખો ગ્રાહકોનો ડેટા ડાર્ક વેબ પર હોવાનો દાવો

આ પણ વાંચો: 1.75 કરોડ Instagram એકાઉન્ટનો ડેટા લીક! શું તમને પણ આવ્યો છે ‘પાસવર્ડ રિસેટ’નો મેસેજ? તો ભૂલથી પણ આ કામ ન કરતા

આ પણ વાંચો: Xનો ડેટા લીક, 20 કરોડથી વધુ યુઝર્સ જોખમમાં