Surat News: સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના (Surat Civil Hospital Fire) સામે આવી છે. હોસ્પિટલના જૂના MEICU વિભાગમાં ઇલેક્ટ્રિકલ સમારકામ દરમિયાન શોર્ટ સર્કિટ થતાં (Short Circuit Fire) આગ ભભૂકી ઊઠી હતી. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. જોકે, આગ લાગતાં જ ત્યાં કામ કરી રહેલા 4થી 5 લોકો તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા. ફાયર વિભાગની ટીમે સમયસર પહોંચીને આગ પર કાબૂ મેળવી લેતાં મોટી દુર્ઘટના ટળી હતી.
મળતી માહિતી મુજબ, સુરતની નવી સિવિલ હોસ્પિટલના જૂના MEICU વિભાગમાં ઇલેક્ટ્રિકલ સમારકામની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. આગને કારણે સ્થળ પર હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
Surat Civil Hospital Fire: 4થી 5 લોકો સમયસર બહાર નીકળ્યા
આગ લાગી ત્યારે વિભાગમાં સમારકામ કરી રહેલા 4થી 5 લોકો હાજર હતા. આગ દેખાતાં જ તમામ લોકો તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા. સદનસીબે, સમારકામ ચાલી રહ્યું હોવાથી વિભાગમાં કોઈ દર્દી હાજર નહોતો. આ કારણે દર્દીઓને બહાર કાઢવાની સ્થિતિ ઊભી થઈ નહોતી.
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. સમયસર કાર્યવાહી થતાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને મોટું નુકસાન પણ થયું નથી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાન અંગેની વિગતોની પુષ્ટિ થવી બાકી છે.
‘આગ લાગી ત્યાં કોઈ દર્દી ન હતા’
ફાયર વિભાગે સમયસર આગ પર કાબૂ મેળવ્યો
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને ફાયર ટેન્ડરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે સમયસૂચકતા વાપરીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો.સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જૂના ખાલી હોલમાં આગ લાગી હોવાથી દર્દીઓને કોઈ નુકસાન થયું નહોતું અને ત્યાં કામ કરી રહેલા ચારેય લોકો પણ સુરક્ષિત બહાર નીકળી ગયા હતા. સમયસર કરવામાં આવેલી કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હતી.
આ પણ વાંચો: સુરતના મોટા વરાછામાં ઈ-વ્હિકલમાં બ્લાસ્ટ બાદ આગ, 4 કાર અને 3 બાઈક બળીને ખાખ
આ પણ વાંચો: સુરતમાં આગનો કહેર! 6 ઝૂંપડાં બળીને ખાખ, રૂ.1.45 લાખની રોકડ પણ સ્વાહા
આ પણ વાંચો: સુરતમાં બે સ્થળે ભીષણ આગથી અફરાતફરી, હોટ ફિક્સના કચરાથી ગોડાદરાના લાકડા સુધી ધુમાડો
