Fashion Tips: જો તમે પણ મહેંદી લગાવવાનું પ્લાન કરી રહ્યાં હો અને સૌથી અલગ ડીઝાઇન વાળી મહેંદી લગાવવા ઈચ્છતા હો તો આ વખતે લાલ નહિં પરંતુ સફેદ મહેંદી (White Mehndi) ટ્રાય કરી જુઓ.
તહેવારના અવસરે મહિલાઓ હાથમાં મહેંદી રચાવે છે. કરવા ચોથ (Karva Chauth) માટે પણ મહિલાઓએ ઘણા સમયથી તૈયારીઓ શરુ કરી દીધી હશે. જો તમે પણ મહેંદી લગાવવાનું પ્લાન કરી રહ્યાં હો અને સૌથી અલગ ડીઝાઇન વાળી મહેંદી લગાવવા ઈચ્છતા હો તો આ વખતે લાલ નહિં પરંતુ સફેદ મહેંદી ટ્રાય કરી જુઓ. તમને જાણીને નવાઈ લાગશે કે લાલ અને કાળી મહેંદી (Red Mehndi & Black Mehndi) વિશે તો સાંભળ્યું છે, પણ સફેદ મહેંદી….એ વળી શું છે?
તમે સોશિયલ મીડિયા પર સર્ચ કરશો તો સેલિબ્રિટી અને ઈન્ફ્લ્યુએન્સર સફેદ મહેંદી લગાવેલા જોવા અવશ્ય મળશે. સફેદ મહેંદીની એકથી એક ચડીયાતી ડિઝાઈનો તમને મળી જશે! તો ચાલો જાણીએ કે સફેદ મહેંદી શું છે અને એની ડિઝાઈનો કેવી-કેવી હોય છે?

સફેદ મહેંદી છે શું?
હાથ પર લાલ મહેંદીના સ્થાને આ વખતે સફેદ મહેંદી લગાવી જુઓ. વાસ્તવમાં એ મહેંદી જેવો કોઈ રંગ નથી પરંતુ ચોંટાડવાનું ગ્લૂ જેવું એક બોડી પેઇન્ટ (body Paint) છે જે દેખાવમાં અસલી મહેંદી જેવો લાગે છે પણ એ સફેદ હોય છે. લાલ મહેંદી તમારી ત્વચામાં રંગ ભરે છે અને નિશાન બનાવે છે. પરંતુ, સફેદ મહેંદી તમારી સ્કિનથી અલગ નથી દેખાતી અને કોઈ ધેરો રંગ પણ નથી છોડતી. કેવળ અમુક સમય સુધી તમારી સ્કિનના બહારના લૅયર પર જળવાઈ રહે છે.
સફેદ મહેંદી (White Mehndi)ને વધારે આકર્ષક બનાવવા માટે અને એમાં ચમક ભરવા માટે લોકો એમાં કેટલાક ચમકદાર ગ્લિટર્સ (Glitters) પણ ઉમેરે છે. સફેદ મહેંદી સફેદ ગ્લિટર અને મેટાલિક સામગ્રીથી તૈયાર થાય છે. જો કે, આને તમે લગ્નના સોળ શણગારમાં સામેલ કરી ન શકો, આમ છતાંયે એ ઘણી જ Instagram Celebrities, You Tuber અને ટૅટૂ ડિઝાઈન આર્ટિસ્ટ સફેદ મહેંદી રચાવીને શૅર કરી રહ્યાં છે.

સફેદ મહેંદી કેટલો સમય સુધી ટકે છે?
આ મહેંદીની જેમ નથી હોતી , કેવળ ત્વચાના ઉપરના લૅયર પર જ ચોંટે છે અને સાફ થઈ જાય છે. આથી આ કેવળ 2-3 દિવસ સુધી જ ટકે છે. જ્યારે પ્યોર દેશી પરંપરાગત મહેંદી શરીર પર લગભગ 7 થી 15 દિવસ સુધી રહે છે. આ જ કારણે સફેદ મહેંદીને વિશેષ અવસરો, ફોટો શૂટ અને તહેવારોના અવસરે લોકો પસંદ કરે છે. પંરપરાગત મહેંદીનો આ એક વિકલ્પ બનતી જઇ રહી છે.
સફેદ મહેંદીની ડીઝાઈનો (White Mehndi Designs)
આ ઉપરાંત, સફેદ મહેંદી વૉટર-રેઝીસ્ટન્ટ અને લેટેક્સ-ફ્રી હોય છે. જો તમે એને આખો દિવસ લગાવીને રાખવા માગતા હો તો રાખી શકો છો અને જ્યારે તમારું મન થાય ત્યારે એને રગડીને સાફ પણ કરી શકો છો. સફેદ મહેંદી કોન અને સ્ટેન્સિલના સ્વરુપે માર્કેટમાં મળી જાય છે. તમે જે પ્રોડક્ટ ખરીદશો એના આધારે નક્કી થશે કે તમારે એનો ઉપયોગ શી રીતે કરવો?

સફેદ મહેંદી શી રીતે ઉપયોગમાં લેવાય છે?
જ્યાં મહેંદી લગાવવાની હોય એ ભાગને સાફ કરો. મહેંદી લગાવતા પહેલા બોટલ અથવા કોન (Mehndi cone)ને હલાવો. આ પેસ્ટથી તમારા શરીર પર તમારી મનપસંદ ડિઝાઇન લગાવો. જ્યારે ભીની મહેંદી તમારા હોથ પર સુકાઈ જાય તો એક ટેમ્પરરી ચોંટેલું લૅયર બનાવી દેશે. તમે ડિઝાઈન પર ગ્લિટર પણ લગાવી શકો છો. કેવળ ધ્યાન રાખવું કે એને લગાવતી વખતે એ ભીનું હોય! મહેંદીની પેસ્ટ સુકાઈ જાય પછી બ્રશ દ્વારા ગ્લિટર દૂર કરી દો. પેસ્ટ હવે તમારા શરીર પર ચોંટશે નહિં અને એક ટકાઉ વોટરપ્રુફિંગ કોટિંગ છોડશે.
સફેદ મહેંદી સલામત છે?
સફેદ મહેંદી (White Mehndi) તમારી સ્કિન પર લગાવવા માટે સેફ છે, એમાં PPDs, એમોનિયા અથવા અન્ય પ્રકારના કેમિકલ નથી હોતા. પરંતુ આમ છતાં એક પૅચ ટેસ્ટ કરીને જ હાથની ત્વચા પર લગાવવું હિતાવહ છે.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: દુર્ગા પૂજા અથવા કરવા ચોથ પર સાડીના લુકને બનાવો ખાસ….પહેરો આ શાનદાર નેકલેસ..!
આ પણ વાંચો: દિવાળીના તહેવારો નિમિત્તે પહેરો ટ્રેન્ડિંગ ટ્રેડિશનલ આઉટફિટ….આ સૂટની ડિઝાઇનો પરથી નજર નહિં હટે!
આ પણ વાંચો: શિવ ભક્તિના પ્રતીક સમાન શિવ ટેટૂ મહાશિવરાત્રિ પર બનાવડાવો…આ રહી સુંદર ડિઝાઇનો…
