Gujarat News: TAT-HS Mains પરિણામ (TAT-HS Mains result) વહેલું જાહેર કરવાની માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC)ના મુખ્ય પ્રવક્તા મનીષ દોષીએ કરી છે. પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે આગળની ભરતી પ્રક્રિયા અંગે પણ સ્પષ્ટતા કરવાની વિનંતી કરી છે. તેમણે શિક્ષક ઉમેદવારોને ન્યાય આપવાની વાત કહી છે.
TAT-HS Mainsનું પરિણામ વહેલું જાહેર કરવાની માગ

મનીષ દોષીએ પોતાની પોસ્ટમાં મુખ્યમંત્રી કાર્યાલય (@cmoguj), પ્રદ્યુમન વાજા (@drpradyumanvaja), ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (Gujarat State Examination Board) અને શિક્ષણ વિભાગને ટેગ કર્યા છે. પોસ્ટમાં નમ્ર વિનંતી કરાઈ છે કે TAT-HS Mains પરીક્ષાનું પરિણામ વહેલી તકે જાહેર થાય અને ભરતી પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરાય.
આ પણ વાંચો: ભાજપ પ્રવક્તા યમલ વ્યાસનો મનીષ દોષીને વળતો જવાબ
આ પણ વાંચો: યુપી બાર કાઉન્સીલનાં અધ્યક્ષ દરવેશ યાદવની જાહેરમાં હત્યા, દોષીએ પોતાને પણ મારી ગોળી
આ પણ વાંચો: વિપક્ષે UCC મુદ્દે સરકારની આકરી ટીકા કરી, જાણો કોને શું કહ્યું…
