Ahmedabad News/ અમદાવાદ SP રિંગ રોડ પર હિટ એન્ડ રનના 2 બનાવ, બે યુવકોનાં મોત

Ahmedabad Hit And Run: અમદાવાદના SP રિંગ રોડ પર 22 ઓક્ટોબરે હિટ એન્ડ રનના બે બનાવમાં બે યુવકોનાં મોત થયાં. નિકોલ અને ત્રાગડ અંડરપાસ નજીકના અકસ્માતમાં પોલીસ તપાસ શરૂ.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad Hit And Run: અમદાવાદ SP રિંગ રોડ પર હિટ એન્ડ રન, બે યુવકોનાં મોત

Ahmedabad Accident News: અમદાવાદના સરદાર પટેલ (SP) રિંગ રોડ પર 22 ઓક્ટોબરની રાત્રે બનેલા બે અલગ-અલગ અકસ્માતમાં બે યુવકોનાં મોત (Ahmedabad Hit And Run) થયાં છે. નિકોલ વિસ્તારમાં સર્વિસ રોડ પર ચાલતા 26 વર્ષીય શ્રમિકને અજાણ્યા વાહને ટક્કર મારતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ત્રાગડ અંડરપાસ નજીક કારની ટક્કરથી ગંભીર રીતે ઘવાયેલા 39 વર્ષીય બાઇકચાલકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. બંને બનાવમાં વાહનચાલકો અકસ્માત બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. સંબંધિત ટ્રાફિક પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Ahmedabad Hit And Run: નિકોલમાં શ્રમિકને અજાણ્યા વાહને ટક્કર મારી

મૂળ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના મેઘનગર તાલુકાના મદરાની ગામનો રહેવાસી 26 વર્ષીય નાહટીયા કટારા અમદાવાદમાં કડિયાકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. 22 ઓક્ટોબરની રાત્રે આશરે 10 વાગ્યે તે નિકોલ વિસ્તારમાં SP રિંગ રોડના સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો.

આ દરમિયાન અજાણ્યા વાહનના ચાલકે કથિત રીતે બેદરકારીપૂર્વક વાહન ચલાવી તેને ટક્કર મારી (SP Ring Road Accident) હતી. અકસ્માતમાં વાહનનું ટાયર નાહટીયાના પેટ અને કમરના ભાગ પરથી ફરી વળતાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટનામાં તેનું સ્થળ પર જ મોત થયું હતું.

અકસમાત સર્જ્યા બાદ વાહનચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પરિવાર દ્વારા અંતિમવિધિ પૂર્ણ કર્યા બાદ આ મામલે ‘I’ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ત્રાગડ અંડરપાસ પાસે કારની ટક્કરથી બાઇકચાલકનું મોત

બીજા બનાવમાં ચાંદખેડાના ન્યૂ સીજી રોડ પર આવેલા દેવનંદન સ્કાયમાં રહેતા 39 વર્ષીય પ્રણવ મિસ્ત્રીનું મોત થયું છે. 22 ઓક્ટોબરની રાત્રે આશરે 8:30 વાગ્યે તેઓ બાઇક પર વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ સર્કલ તરફ જઈ રહ્યા હતા.

ત્રાગડ અંડરપાસ પહેલાં જાહેર માર્ગ પર એક કારચાલકે કથિત રીતે પૂરઝડપે કાર ચલાવી પ્રણવની બાઇક અને એક ઓટોરિક્ષાને ટક્કર મારી (Tragad Underpass Accident) હતી. અકસ્માતમાં પ્રણવને મોઢા અને પીઠના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.

તેમને પ્રથમ સોલા સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત બાદ કારચાલક ઝુંડાલ તરફ ફરાર થઈ ગયો હોવાનો આક્ષેપ છે. આ મામલે ‘L’ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.

બંને અકસ્માતમાં વાહનચાલકોની શોધખોળ

SP રિંગ રોડ પર એક જ રાત્રે બનેલા આ બે અકસ્માતમાં બે પરિવારે પોતાના સ્વજનો ગુમાવ્યા છે. બંને બનાવમાં અકસ્માત સર્જીને ફરાર થયેલા વાહનચાલકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ દ્વારા અકસ્માત સંબંધિત વિગતો અને વાહનચાલકોની ઓળખ મેળવવા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: ભરૂચના ધોળીકુઈમાં હિટ એન્ડ રન: કાર ચાલકે 4 લોકોને અડફેટે લીધા, દારૂના નશામાં હોવાનો આરોપ

આ પણ વાંચો: સુરેન્દ્રનગર હિટ એન્ડ રન: માતા-પુત્ર બાદ પતિનું પણ મોત, એક જ પરિવારના 3 સભ્યોનાં જીવ ગયા

આ પણ વાંચો: અમદાવાદમાં બે હિટ એન્ડ રન, 2ના મોત