India News: બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત(Cyclone) ઝડપથી આગળ વધી રહ્યું છે. મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ ભારે વરસાદની ચેતવણી છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત ‘અર્નબ’ ઝડપથી આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. 28 ઓક્ટોબરની સવારે યનમ નજીક, બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે દરિયાકાંઠે ટકરાવાની આશંકા છે. આથી આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં બચાવની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.
Cycloneને કારણે આંધ્ર પ્રદેશમાં 16 જિલ્લામાં એલર્ટ

રાજ્યના 16 જિલ્લામાં એલર્ટ જારી કરાયું છે. વિશાખાપટ્ટનમમાં ઓરેન્જ એલર્ટ છે, જ્યારે શ્રીકાકુલમ, વિઝિયાનગરમ અને અનકાપલ્લીમાં તેજ પવન અને હળવા વરસાદની શક્યતા છે. વિશાખાપટ્ટનમ(Visakhapatnam)માં ચક્રવાતની અસરથી કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. દરિયામાં ઊંચા મોજાં ઉછળી રહ્યાં છે અને પરિસ્થિતિ બગડી રહી છે.
ઓડિશામાં ભારે વરસાદ, શાળાઓ બંધ
ઓડિશાના પુરીમાં ભારે વરસાદથી પાણી ભરાયાં છે, જ્યારે ખુર્દામાં પણ વરસાદ નોંધાયો છે. સુરક્ષાના કારણોસર ત્રણ દિવસ માટે નાવડીઓનું સંચાલન બંધ કરાયું છે અને શાળાઓ પણ બંધ રાખવામાં આવી છે.
અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગે તેલંગાણા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પુડુચેરી, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે. અંદામાન-નિકોબારમાં મંગળવાર સુધી શાળાઓ બંધ રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સતર્કતા વધારી દેવામાં આવી છે.
એર ઇન્ડિયાની એડવાઇઝરી
ચક્રવાતને કારણે એર ઇન્ડિયાએ વિશાખાપટ્ટનમ અને વિજયવાડા આવતી-જતી ફ્લાઇટના મુસાફરો માટે એડવાઇઝરી જારી કરી છે. એરલાઇને મુસાફરોને ફ્લાઇટનું સ્ટેટસ તપાસવા અને એરપોર્ટ પહોંચવા માટે વધારાનો સમય રાખવા અપીલ કરી છે. ખરાબ હવામાનને કારણે રસ્તા માર્ગે એરપોર્ટ પહોંચવામાં પણ મુશ્કેલી પડી શકે છે.
આ પણ વાંચો: #AmphanCyclone/ મમતા બેનર્જીએ PM મોદીનાં 1 હજાર કરોડનાં પેકેજનાં એલાન પર કસ્યો તંજ, હજુ અમને નથી કહ્યુ કે…
આ પણ વાંચો: #AmphanCyclone/ પશ્ચિમ બંગાળ માટે PM મોદીએ 1 હજાર કરોડનાં પેકેજનું કર્યુ એલાન
