Cyclone Biporjoy/ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠેથી પસાર થશે Cyclone Biporjoy, પાકિસ્તાનના કરાચીમાં કરશે લેન્ડફોલ, 150 KM સુધી રહેશે તોફાનની ઝડપ

કચ્છના માંડવી અને કરાચી વચ્ચે ટકરાતા ચક્રવાત બિપરોયને લઈને NDRFની 7 ટીમો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે.

Top Stories Gujarat Others
Cyclone Biporjoy

ચક્રવાત બિપરજોય જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. આ ચક્રવાતની અસર કેરળ અને મુંબઈના દરિયામાં દેખાઈ રહી છે. આ બંને જગ્યાએ દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. હવામાન વિભાગે ચક્રવાત બિપરજોયને જોતા સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ચેતવણી જાહેર કરી છે.

150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત બિપરજોય 14મી તારીખની સવાર સુધી લગભગ ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે. ત્યારબાદ, તે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધીને સૌરાષ્ટ્ર અને કચ્છને પાર કરશે અને 15મી જૂનની બપોર સુધીમાં માંડવી (ગુજરાત) અને કરાચી (પાકિસ્તાન) વચ્ચે જખૌ બંદર (ગુજરાત) નજીક પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરશે. આ દરમિયાન પવનની ઝડપ 125 થી 135 કિમી પ્રતિ કલાકથી 150 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

NDRFની 7 ટીમો તૈનાત

કચ્છના માંડવી અને કરાચી વચ્ચે ટકરાતા ચક્રવાત બિપરોયને લઈને NDRFની 7 ટીમો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. એસડીએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પોરબંદર, દ્વારકા, જામનગર, કચ્છ, મોરબી આ ચક્રવાતથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લા છે.

તે જ સમયે, નીચાણવાળા વિસ્તારોમાં અને દરિયા કિનારે રહેતા લોકોનું સ્થળાંતર આજથી શરૂ કરવામાં આવશે. સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારમાં 10 હજારથી વધુ લોકોને શિફ્ટ કરવામાં આવશે. ગુજરાત સરકારના અલગ-અલગ મંત્રીઓને અલગ-અલગ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. મંત્રીઓ હૃષીકેશ પટેલ અને પ્રફુલ્લ પાનસુરિયાને કચ્છ, હર્ષ સંઘવીને દ્વારકા, મુલુ બેરાને જામનગરની જવાબદારી સોંપવામાં આવી છે.

આ પણ વાંચો:ગિરનાર પરની ગંદકીને લઇ હાઇકોર્ટની ફટકાર બાદ તંત્ર સફાળું જાગ્યું, અપાઈ ખાસ સૂચનાઓ

આ પણ વાંચો:દસ્તક આપવા જઈ રહ્યું છે ‘બિપરજોય’ વાવાઝોડું, વલસાડમાં ઉછળ્યા ઊંચા મોજા

આ પણ વાંચો:કચ્છમાં 25 વર્ષ અગાઉ આવેલા વાવાઝોડાએ ભારે તારાજી વેરી હતી

આ પણ વાંચો:અંબાલાલ પટેલે કરી આગાહી,ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં પડશે તોફાની વરસાદ

આ પણ વાંચો:બિપોરજોય આગામી 12 કલાકમાં વધુ તીવ્ર બનશે, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે જારી ચેતવણી