Fashion Tips: આ મહેંદી અલતા જેવી હોય છે અને એનો રંગ પણ મહેંદી જેવો પાકો હોય છે. વિશેષ બાબત એ છે કે કેવળ 5 મિનિટમાં જ ઘેરો થઇ જાય છે! લોકો એને ગોળની મહેંદી (Gol ni Mehndi) પણ કહે છે.
હથેળીમાં મહેંદીનો રંગ ઘણી વાર પછી ચડતો હોય છે. મહેંદીને સૂકાવા દેવી પડે છે અને તો જ એનો ઘેરો રંગ આવી શકે છે. જો તમારી પાસે વધુ સમય ન હોય તો ઘરમાં હાજર કેટલીક ચીજવસ્તુઓથી જ તમે સરસ મજાની લાલ મહેંદી બનાવીને લગાવી શકો છો. આ મહેંદી અલતા (Alta Designs) જેવી હોય છે અને એનો રંગ પણ મહેંદી જેવો પાકો હોય છે. આનાથી તમે મહેંદીની સુંદર ડિઝાઈનો બનાવી શકો છો. વિશેષ બાબત એ છે કે કેવળ 5 મિનિટમાં જ ઘેરો થઇ જાય છે! લોકો એને ગોળની મહેંદી (Gol ni Mehndi) પણ કહે છે. આ મહેંદીને ગોળ, કુમકુમ અને લવિંગથી તૈયાર કરવામાં આવે છે.

ગોળ વાળી મહેંદી શી રીતે બનાવવી? (Gol ni Mehndi)
1. આ મહેંદી બનાવવા માટે તમારે આશરે 100 ગ્રામ જેટલો ગોળ (Jaggery) લેવાનો રહેશે. ગોળને વાટીને નાના ટુકડા બનાવી લેવા.
2. હવે એક ટિન એટલે કે લોખંડનો ડબ્બો (Iron Tin) લેવો અને ડબ્બામાં નીચે ગોળને પાથરી દેવો. ગોળની વચ્ચે થોડી જગ્યા રાખવી અને વચ્ચે એક વાડકી કે માટીના દીવો (Clay Lamp) રાખવો. ગોળની આસપાસ 2 લવિંગ મૂકવી. વાડકી કે દીવામાં 1 ચમચી કુમકુમ કે પાઉડર યુક્ત સિંદૂર (Kumkum or Sindoor) ઉમેરવું.
3. હવે ડબ્બાને બંધ કરવાનો રહેશે. એ માટે ટિનની ઉપર કોઈ વાસણ રાખવું, જે માટે લોટો વાપરવો બેસ્ટ રહેશે. લોટો કે વાડકી જે પણ હોય એની અંદર પાણી ભરી દો. એને પણ સારી રીતે કવર કરી લો જેથી વરાળ બહાર ન નીકળે. આ માટે ડબ્બા અને પાણીવાળા વાસણ પર બાંધેલા લોટથી સીલ કરી લેવું.
4. આ રીતે તૈયાર ડબ્બાને ગૅસ પર રાખે એને એકદમ સ્લો ફ્લેમ પર રાખવું. જ્યારે પાણી ગરમ થઈ જાય અને વરાળ (Vapour) બનવા લાગે ત્યારે એને અડધો કલાક જેવું ગૅસ પર રાખવું. પછી સમય પૂરો થાય તો હલાવ્યા વિના ડબ્બાને ગૅસની નીચે ઉતારી લેવું. એને ઠંડુ થાય પથી પાણીનું વાસણ લોટો કે વાડકો દૂર કરવો.

5. અંદરની કુમકુમવાળી વાડકીમાં પાણી એકત્ર થયું હશે જેને ઠંડું થાય પછી મિક્સ કરી લો.
6. ગોળ, સિંદૂર અને વરાળ સાથે લવિંગયુક્ત એક લિકવિડ તૈયાર થયું હશે જેનો રંગ મહેંદી (Gol Kumkum ni Mehndi) જેટલો પાકો હોય છે.
દેખાવમાં આ અલતા જેવું લાગે છે. એનાથી તમે કોઈ પણ સુંદર ડિઝાઈન કે પછી અલતાની ડિઝાઇન બનાવી શકો છો. તમારા હાથ ઉપર કોઈ સ્ટિક, બ્રશ કે અન્ય સામગ્રી વડે તમે આ ડિઝાઈન બનાવી શકો છો.
આ મહેંદી લાગતા જ સુકાઈ જાય છે અને એનો રંગ ઘણો જ સુંદર લાગે છે. આનાથી તમે ખાસ કરીને અલતાની સુંદર-સુંદર ડિઝાઈનો (Mehndi Designs) બનાવી શકો છો. પરંતુ એનો રંગ અસલ મહેંદી જેવો લાલઘૂમ લાગે છે.
આ પણ વાંચો: દુર્ગા પૂજા અથવા કરવા ચોથ પર સાડીના લુકને બનાવો ખાસ….પહેરો આ શાનદાર નેકલેસ..!
આ પણ વાંચો: દિવાળીના તહેવારો નિમિત્તે પહેરો ટ્રેન્ડિંગ ટ્રેડિશનલ આઉટફિટ….આ સૂટની ડિઝાઇનો પરથી નજર નહિં હટે!
આ પણ વાંચો: સફેદ મહેંદીનો વાયરલ ટ્રેન્ડ….કરવા ચોથ પર લગાવવાનું પ્લાન કરો…લાલ મહેંદીથી તદ્દન અલગ છે લુક!
