Surat News: સુરતના પાલ વિસ્તારમાંથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડવાના આરોપમાં આરોપી ધર્મેશ શાહ ઝડપાયો છે. ભારત-ન્યૂઝીલેન્ડ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો હોવાનો તેના પર આરોપ છે. પોલીસે ફ્લેટ પર દરોડો પાડી તેની ધરપકડ કરી છે.
Suratમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડાતા શખ્સની ધરપકડ
આરોપ મુજબ, ઝૂમ મીટિંગ (Zoom meeting)ના માધ્યમથી મેચના રન, ઓવર અને સેશન પર સટ્ટો રમાડવામાં આવતો હતો. આ સટ્ટો ભારત-ન્યૂઝીલેન્ડ મેચ (India-New Zealand match) પર રમાડાતો હોવાનો આરોપ છે. પાલ વિસ્તારના ફ્લેટ પર પાડવામાં આવેલા દરોડામાં પોલીસે 12 મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. રાઉટર સહિત કુલ રૂ. 61,200નો મુદ્દામાલ કબજે (items seized) કરવામાં આવ્યો છે.
આરોપી ધર્મેશ શાહની ધરપકડ (Dharmesh Shah arrest) બાદ આ મામલે DCB પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ દરમિયાન ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા બે શખ્સ ઝડપાયા
આ પણ વાંચો: વડોદરામાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા મુખ્ય આરોપીની ધરપકડ, 9 આરોપી ફરાર
આ પણ વાંચો: ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા શકુનિઓને LCB પોલીસે ઝડપ્યા
