Business News/ Binance Hack: ક્રિપ્ટો એક્સચેન્જમાં ₹55 હજાર કરોડની મહાલૂંટ, ડિપોઝિટ-વિડ્રૉલ બંધ!

Binance Hackની આ ઘટનામાં આશરે 6.3 અબજ ડૉલર એટલે કે લગભગ ₹55 હજાર કરોડની ડિજિટલ સંપત્તિ પ્રભાવિત થઈ હોવાનો કંપનીએ અંદાજ આપ્યો છે

Top Stories Business
Binance Hackની આ ઘટનામાં આશરે 6.3 અબજ ડૉલર એટલે કે લગભગ ₹55 હજાર કરોડની ડિજિટલ સંપત્તિ પ્રભાવિત થઈ હોવાનો કંપનીએ અંદાજ આપ્યો છે

Business News : વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જ બાઇનેન્સ (Binance)માં અત્યાર સુધીની સૌથી મોટી સાયબર સુરક્ષા ઘટના સામે આવી છે. Binance Hackની આ ઘટનામાં આશરે 6.3 અબજ ડૉલર એટલે કે લગભગ ₹55 હજાર કરોડની ડિજિટલ સંપત્તિ પ્રભાવિત થઈ હોવાનો કંપનીએ અંદાજ આપ્યો છે. તેને ઇતિહાસનું સૌથી મોટું ક્રિપ્ટો હેકિંગ (Crypto Hack)માનવામાં આવી રહ્યું છે. આ ઘટનાથી વૈશ્વિક ક્રિપ્ટો માર્કેટમાં ભારે હલચલ મચી છે. બિટકોઇન (Bitcoin)સહિત અનેક ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency)ના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જેને પગલે કંપનીએ ડિપોઝિટ અને વિડ્રૉલ પર રોક લગાવી દીધી છે.

Binance Hack: કેવી રીતે થઈ ₹55 હજાર કરોડની મહાલૂંટ?

બાઇનેન્સની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કંપનીના એક DevOps એન્જિનિયરના લેપટોપ સાથે ચેડાં કરવામાં આવ્યાં હોઈ શકે છે. હેકર્સે આ માધ્યમથી કંપનીના સર્વિસ કન્ટેનર સુધી પહોંચ મેળવી અને અનધિકૃત વિડ્રૉલ ટ્રાન્ઝેક્શન કર્યા હોવાની આશંકા છે.

કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે અત્યાર સુધી કોઈપણ વૉલેટની પ્રાઇવેટ કી લીક થયાના પુરાવા મળ્યા નથી. જોકે, સમગ્ર ઘટનાની ટેક્નિકલ તપાસ હજુ ચાલી રહી છે.

Crypto Hack બાદ બાઇનેન્સે શું પગલાં લીધાં?

સાયબર હુમલાની જાણ થતાં જ બાઇનેન્સે સુરક્ષાના કારણોસર ડિપોઝિટ અને વિડ્રૉલ સેવાઓ પર અસ્થાયી રોક લગાવી હતી. ત્યારબાદ કંપનીએ અસરગ્રસ્ત એડ્રેસની મંજૂરી રદ કરી અને કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે તપાસ શરૂ કરી છે.

કંપનીના જણાવ્યા અનુસાર, આશરે 3 અબજ ડૉલરની ડિજિટલ સંપત્તિ  (Digital Assets) બ્લોકચેન પાર્ટનર્સની મદદથી ફ્રીઝ કરવામાં આવી છે. ટેથર અને સર્કલ જેવી કંપનીઓએ પણ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલી સંપત્તિ ફ્રીઝ કરવામાં મદદ કરી છે.

બાઇનેન્સે ગ્રાહકોને ખાતરી આપી છે કે તેમના નાણાં સુરક્ષિત છે. જો કોઈ નુકસાન થશે તો તેની ભરપાઈ કંપની પોતાના SAFU ફંડ અને કંપનીનાં નાણાંમાંથી કરશે.

Bitcoin સહિતની Cryptocurrency પર અસર

આ ઘટનાની અસર વૈશ્વિક ક્રિપ્ટો માર્કેટમાં પણ જોવા મળી છે. હેકિંગના સમાચાર સામે આવ્યા બાદ બિટકોઇનના ભાવમાં આશરે 5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. એથેરિયમ સહિતની અન્ય ડિજિટલ કરન્સીમાં પણ વેચવાલી જોવા મળી હતી.

બાઇનેન્સના સહ-સ્થાપક અને ભૂતપૂર્વ CEO ચાંગપેંગ ઝાઓ (CZ)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ઘટનાને હેકિંગ ગણાવી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ગ્રાહકોના નાણાંની સંપૂર્ણ સુરક્ષા કરવામાં આવશે.

Crypto Exchangeના ઇતિહાસની સૌથી મોટી ઘટના?

જો બાઇનેન્સના અંદાજ અને તપાસમાં સામે આવેલા આંકડા અંતિમ રીતે સાબિત થાય છે, તો આ ક્રિપ્ટો ઉદ્યોગની સૌથી મોટી ચોરી બની શકે છે. વર્ષ 2025માં બાયબિટ એક્સચેન્જમાંથી આશરે 1.5 અબજ ડૉલરની ક્રિપ્ટો સંપત્તિ ચોરાઈ હતી. નવી ઘટનાનો અંદાજિત આંકડો તેના કરતાં અનેક ગણો મોટો છે.

હાલ બાઇનેન્સની સુરક્ષા ટીમો તપાસમાં વ્યસ્ત છે. કંપનીએ તપાસ પૂર્ણ થયા બાદ વિગતવાર ટેક્નિકલ રિપોર્ટ જાહેર કરવાની વાત કરી છે. ત્યાં સુધી ગ્રાહકોને માત્ર કંપનીની સત્તાવાર ચેનલોમાંથી મળતી માહિતી પર જ વિશ્વાસ રાખવાની સલાહ આપવામાં આવી છે.


આ પણ વાંચો: નસીબ હોય તો આવા! ક્રિપ્ટો એક્સચેન્જની ભૂલથી 249 યુઝર્સ રાતોરાત બન્યા અબજોપતિ

આ પણ વાંચો: ભારતના ક્રિપ્ટો એક્સચેન્જ CoinDCX પરથી 4.4 કરોડ ડોલર હેકરો ઉસેટી ગયા

આ પણ વાંચો: ક્રિપ્ટોમાં રોકાણ કરવા માટે વિશ્વસનીય એક્સચેન્જ હોવું શા માટે મહત્વપૂર્ણ છે?