Ahmedabad News/ અમદાવાદના ચાંદખેડામાં કાફે પર SMCનો દરોડો, ચેરીસ કાફેમાંથી 10 હુક્કા કબજે

Cherish Cafe Raid: અમદાવાદના ચાંદખેડામાં ઝુંડાલ સર્કલ નજીક આવેલા ચેરીસ કાફેમાં SMCએ દરોડો પાડ્યો. 10 હુક્કા, પાઇપ અને અન્ય સામગ્રી સહિત રૂ.61 હજારનો મુદ્દામાલ કબજે કરી પોલીસને જાણ કરાઈ.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Cherish Cafe Raid: ઝુંડાલ સર્કલ નજીકના કાફેમાં SMCનો દરોડો

Ahmedabad News: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ઝુંડાલ ચાર રસ્તા નજીક આવેલા ચેરીસ કાફેમાં ગેરકાયદે હુક્કાબાર (Cherish Cafe Raid) ચાલતો હોવાની બાતમીના આધારે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન નિકોટીનયુક્ત ફ્લેવરવાળા તમાકુના હુક્કા પીરસવામાં આવતા હોવાનો મામલો સામે આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન ટીમે 10 હુક્કા, પાઇપ સહિત કુલ રૂ.61 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ (SMC Raid Ahmedabad) કરવામાં આવી છે.

Cherish Cafe Raid: બાતમીના આધારે SMCની કાર્યવાહી

મળતી માહિતી મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલના PI એમ.ડી. ચંપાવતની ટીમને બાતમી મળી હતી કે ચાંદખેડા પોલીસ સ્ટેશનની હદમાં ઝુંડાલ સર્કલ નજીક માધવ પાર્ટી પ્લોટ પાસે આવેલા ચેરીસ કાફેમાં હુક્કાબાર ચલાવવામાં આવે છે. કાફેમાં બહારથી લોકોને બોલાવી નિકોટીનયુક્ત ફ્લેવરવાળા તમાકુના હુક્કા (Ahmedabad Hookah Bar) પીરસવામાં આવતા હોવાની માહિતીના આધારે ટીમે દરોડો પાડ્યો હતો.

ચાર કર્મચારીઓ મળી આવ્યા

દરોડા દરમિયાન કાફેમાં કામ કરતા ચાર કર્મચારીઓ મળી આવ્યા હતા. તેમની ઓળખ રીઝવાન તાહીર અલી, આઈનુલ ઈસ્લામ નુર ઈસ્લામ, દિલાવર મૈઝુલ હુસૈન અને માજીદ આલમ જહુર રહેમાન તરીકે થઈ છે. આપેલી માહિતી મુજબ, આ તમામ કર્મચારીઓ મૂળ આસામના રહેવાસી છે.

રૂ.61 હજારનો મુદ્દામાલ કબજે

SMCની ટીમે કાફેમાંથી 10 હુક્કા, પાઇપ અને અન્ય સામગ્રી સહિત કુલ રૂ.61 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારબાદ સમગ્ર મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં (Chandkheda Police Station) જાણવાજોગ નોંધ કરાવવામાં આવી હતી.


આ પણ વાંચો: અમદાવાદમાં દારૂ ભરેલી ગાડીનો પીછો, SMCનું હવામાં ફાયરિંગ : બુટલેગરો ફરાર

આ પણ વાંચો: બૂટલેગરની ગાડી પર SMCનું ફાયરિંગ, બૂટલેગર ફરાર

આ પણ વાંચો: લઠ્ઠાકાંડનો મુખ્ય સૂત્રધાર લાડુલાલ 43 દિવસ બાદ ઝડપાયો; SMC અને રાજસ્થાન ATSની મોટી કાર્યવાહી