કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ હરિયાણામાં જેજેપી પાસેથી સમર્થન માંગ્યા બાદ જેજેપીનાં વડા દુષ્યંત ચૌટાલાનાં પિતા અજય ચૌટાલાને તિહાર જેલમાંથી બે અઠવાડિયાની રજા આપવા બદલ ભાજપ સરકારની આકરી ટીકા કરી હતી. તેમણે ભાજપ પર તંજ કસતા કહ્યું, “ભ્રષ્ટાચારનાં આરોપોની ઘુલાઈનો કાર્યક્રમ ચાલુ છે.”
પ્રિયંકાએ શનિવારે મરાઠીમાં ટ્વીટ કરીને ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, હરિયાણામાં સરકાર બનાવવા માટે પુત્ર સાથે સોદાબાજીનાં બીજા જ દિવસે તેમના પિતા અજય ચૌટાલાને જેલમાંથી છૂટા કરવામાં આવ્યા હતા, એટલે કે ભ્રષ્ટાચારનાં આરોપોની ધુલાઈનો કાર્યક્રમ ચાલુ છે. શુક્રવારે રાત્રે ભાજપ અધ્યક્ષ અમિત શાહને તેમના નિવાસ સ્થાને મળી દુષ્યંત ચૌટાલાએ વાર્તાલાભા કરી હતી, જે અંતર્ગત નવી સરકારમાં તેમને નાયબ મુખ્યમંત્રી પદ આપવામાં આવશે. 90 સભ્યોની વિધાનસભામાં દુષ્યંત ચૌટાલાની પાર્ટી જનનાયક જનતા પાર્ટીને 10 બેઠકો મળી છે.
अखिल भारतीय भ्रष्टाचार धुलाई मशीन चालू आहे! https://t.co/FyALFymM0C
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 26, 2019
આ પહેલા ચંદીગઢમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, ભાજપ જેજેપી અને અપક્ષ ધારાસભ્યોની સાથે હરિયાણામાં નવી સરકાર બનાવશે. ફેબ્રુઆરી 2013 માં, હરિયાણાનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલા અને તેમના પુત્ર અજય ચૌટાલા અને ત્રણ અધિકારીઓને બનાવટી દસ્તાવેજોનાં આધારે 3,000 શિક્ષકોની નિમણૂક માટે 10 વર્ષની જેલ મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
