બોલિવૂડનાં ખ્યાતનામ હેર સ્ટાઇલિસ્ટ સુરજ ગોદાંબેની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ગુરુવારે એનસીબીએ સુરજની કોકેઇન સાથે ધરપકડ કરી હતી. ગોદાંબે અનેક બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કરવા માટે જાણીતા છે. છેલ્લા ઘણા સમયથી તેમણે ઘણી લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું છે. એનસીબીનાં અધિકારીઓએ સુરજ ગોદાંબેની ધરપકડની પુષ્ટિ કરી છે.

એનસીબી દ્વારા 16 શીશીઓની સાથે સુરજ ગોદાંબેની ધરપકડ કરવામાં આવી છે. દરેક શીશીમાં લગભગ 11 ગ્રામ કોકેઇન મળી આવ્યા છે. આ કોકેઇન તેના ઘરેથી મળી આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, જે જથ્થો મળ્યો છે તે ન તો વ્યક્તિગત વપરાશની કેટેગરીમાં આવે છે ન તો કોમર્શિયલ ક્વોન્ટિટીમાં. આ એકબીજા સાથે શેર કરવા જેવી માત્રા છે. એનસીબીનાં જોઇન્ટ ડાયરેક્ટર સમીર વાનખેડેની આગેવાનીમાં ચાલેલા ઓપરેશનમાં સુરજ ગોદાંબેને પકડવામાં આવ્યો છે. ગોદાંબેની ડ્રગ તસ્કર સાથે ધરપકડ કરવામાં આવી છે.

બંને પર નાર્કોટિક્સ ડ્રગ્સ અને ફિઝીકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ હેઠળ અનેક કલમોમાં કેસ દાખલ કરાયો છે. બંનેને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જો કે, આપને જણાવી દઈએ કે બંનેની ધરપકડનો સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુનાં કેસ સાથે કોઈ સંબંધ નથી. સુરજ ગોદાંબે વરુણ ધવન, અરબાઝ ખાન અને રાજકુમાર રાવ જેવી બોલિવૂડ હસ્તીઓ સાથે સંકળાયેલા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
