Gujarat News/ ગુજરાત પોલીસના 6 અધિકારીઓને રાષ્ટ્રીય સન્માન, કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક માટે પસંદગી

Gujarat Police Awards: રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ગુજરાત પોલીસના 6 અધિકારીઓની વર્ષ 2026ના કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક માટે પસંદગી થઈ છે. દેશના 490 પોલીસકર્મીઓને આ સન્માન મળશે.

Gujarat Top Stories Breaking News
Gujarat Police Awards: 6 અધિકારીઓને રાષ્ટ્રીય સન્માન, ગૃહમંત્રી દક્ષતા પદક માટે પસંદગી

Gujarat News: રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ગુજરાત પોલીસ માટે ગૌરવના સમાચાર સામે આવ્યા છે. જટિલ ગુનાઓની ઊંડાણપૂર્વકની (Gujarat Police Awards) તપાસ અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાત પોલીસના 6 અધિકારીઓની વર્ષ 2026ના ‘કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક’ માટે (Union Home Minister Dakshata Medal) પસંદગી કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દેશભરમાંથી કુલ 490 પોલીસકર્મીઓ અને અધિકારીઓને આ પ્રતિષ્ઠિત સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી છે.

Gujarat Police Awards: ગુજરાતના કયા 6 અધિકારીઓને મળશે સન્માન?

આ રાષ્ટ્રીય સન્માન માટે પસંદગી પામેલા ગુજરાતના અધિકારીઓમાં (Gujarat Police Officers) SP અંશુલ જૈન, ASP સિમરન ભારદ્વાજ (Simran Bhardwaj ASP) , DySP રણજીતસિંહ સિંઘલ, પોલીસ ઇન્સ્પેક્ટર જયેશ ઠાકોર, પોલીસ ઇન્સ્પેક્ટર પાર્થેન્દ્રસિંહ વાઘેલા અને પોલીસ ઇન્સ્પેક્ટર ગુણવંત મનુભાઈ હડિયાનો સમાવેશ થાય છે.

આ તમામ અધિકારીઓએ જટિલ ગુનાઓની વૈજ્ઞાનિક, તાર્કિક અને તલસ્પર્શી તપાસ કરીને ગુનાના ભેદ ઉકેલવામાં તેમજ ન્યાયિક પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમની તપાસ કામગીરીને રાષ્ટ્રીય સ્તરે બિરદાવવામાં આવી છે.

DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પાઠવ્યા અભિનંદન

ગુજરાતના પોલીસ વડા DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પદક માટે પસંદગી પામેલા તમામ 6 અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસના કર્મઠ અધિકારીઓને રાષ્ટ્રીય સ્તરે મળેલું આ પ્રતિષ્ઠિત સન્માન સમગ્ર રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઇન્વેસ્ટિગેશન ક્ષેત્રે અધિકારીઓની ઊંડાણપૂર્વકની અને નિષ્ઠાવાન કામગીરી અન્ય પોલીસકર્મીઓ માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે.

ઉત્કૃષ્ટ તપાસ કામગીરીને પ્રોત્સાહન આપવા પદક

કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદકની શરૂઆત 1 ફેબ્રુઆરી, 2024ના રોજ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા આ સન્માનનો મુખ્ય હેતુ સુરક્ષા દળોનું મનોબળ વધારવાનો અને તપાસ સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કર્મચારીઓને પ્રોત્સાહિત કરવાનો છે.

આ વર્ષે દેશભરમાંથી 490 પોલીસકર્મીઓની પસંદગી કરવામાં (Indian Police Awards) આવી છે. તેમાં ગુજરાતના 6 અધિકારીઓનો સમાવેશ થવો રાજ્ય પોલીસ દળ માટે ગૌરવની બાબત છે. જટિલ ગુનાઓની તપાસમાં તેમની કામગીરીને મળેલું આ રાષ્ટ્રીય સન્માન અન્ય અધિકારીઓને પણ વધુ નિષ્ઠા અને કાર્યક્ષમતા સાથે ફરજ બજાવવા પ્રેરણા આપશે.


આ પણ વાંચો: દ્વારકા : દેવભૂમિ દ્વારિકાના પોલીસ કર્મીઓની દિવાળી સુધરી

આ પણ વાંચો: ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 33 બિનહથિયારી PSIને PI પદ પર બઢતી

આ પણ વાંચો: ગુજરાત પોલીસમાં ફરજરત વધુ 261 ASIને PSI તરીકે બઢતી