Amreli News: અમરેલી જિલ્લામાં અચાનક ખાબકેલા કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી (Amreli Farmers Loss) વળ્યું છે. બાબરા, કુંકાવાવ અને ખાંભા પંથકમાં વરસાદના કારણે ખેતરોમાં તૈયાર થયેલી મગફળીના પાથરા અને ઢગલાં પલળી ગયા છે, જ્યારે કપાસના પાકને પણ નુકસાન પહોંચ્યું છે. દિવાળીના તહેવાર પહેલાં જ પાકને નુકસાન થતાં ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે અને સરકાર પાસે સહાયની માગ કરી રહ્યા છે.
Amreli Farmers Loss: ખાંભામાં મગફળીના પાથરા વરસાદમાં પલળ્યા
ખાંભા તાલુકામાં આ વર્ષે ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું હતું. જોકે, ઓછા વરસાદને કારણે બોરિંગ અને કૂવાના પાણીના સ્તર પણ ઘટી ગયા હતા. આવી સ્થિતિમાં ખેડૂતોએ મુશ્કેલીઓ વચ્ચે સિંચાઈ કરીને પાક તૈયાર કર્યો હતો. દરમિયાન ગઈકાલે બપોર બાદ અચાનક પવન સાથે વરસાદ ખાબકતાં ખેતરોમાં કાઢીને રાખેલા મગફળીના પાથરા પાણીમાં પલળી ગયા હતા. વરસાદની આગાહી કે (Unseasonal Rain Gujarat) સંકેત મળતાં પાક બચાવવા ખેડૂતોએ દોડધામ કરી હતી, પરંતુ અચાનક આવેલા વરસાદથી નુકસાન થયું હતું.

મગફળી અને કપાસ સાથે પશુઓના ઘાસચારાને પણ અસર
બાબરા, કુંકાવાવ અને ખાંભા પંથકમાં મગફળીના ઢગલાં અને પાથરા પલળી જતાં પાકની ગુણવત્તા અને વેચાણ પર અસર થવાની ભીતિ છે. કપાસના પાકને પણ નુકસાન (Groundnut Crop Damage) પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ખેતરોમાં પડેલી મગફળી પલળતાં પશુઓ માટે ઉપયોગી ઘાસચારો પણ બગડ્યો હોવાની ફરિયાદ છે. આથી પાકના નુકસાનની સાથે પશુઓના નિભાવની ચિંતા પણ ખેડૂતોને સતાવી રહી છે.
‘વરસાદે બધું પૂરું કરી નાખ્યું’
ખેડૂત પાતાભાઈએ પોતાની વેદના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, શરૂઆતમાં સારો વરસાદ ન પડતાં થોડું પાણી પાઈને પાક બચાવ્યો હતો. પરંતુ ગઈકાલના વરસાદે બધું બગાડી નાખ્યું છે. મગફળીના પાથરા પલળી ગયા છે અને કપાસના પાકને પણ નુકસાન થયું (Cotton Crop Damage) છે. હવે શિયાળુ પાક લેવાની સ્થિતિ અંગે પણ ચિંતા છે. પશુઓ માટે ઘાસચારો પણ બચ્યો નથી. સરકાર સહાય કરે તો જ ખેડૂતો ફરી બેઠા થઈ શકે તેમ છે.
દિવાળી પહેલાં ખેડૂતોને આર્થિક ફટકો
દિવાળીના તહેવાર નજીક છે ત્યારે તૈયાર પાકને નુકસાન થતાં ખેડૂતોની આર્થિક ચિંતા વધી છે. મગફળીના સારા ભાવ મળવાની આશા રાખતા ખેડૂતોને હવે પાકની ગુણવત્તા અને વેચાણ અંગે ચિંતા સતાવી રહી છે. અસરગ્રસ્ત ખેડૂતોની માગ છે કે સરકાર તાત્કાલિક નુકસાનનો સર્વે કરાવે અને નિયમો મુજબ યોગ્ય આર્થિક સહાય (Crop Loss Compensation) ચૂકવે, જેથી મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોને રાહત મળી શકે.
આ પણ વાંચો: ચોરવાડની મેઘલ નદીમાં કેમિકલયુક્ત પાણી ભળ્યાના આક્ષેપ, ખેડૂતોના પાકને નુકસાનનો દાવો
આ પણ વાંચો: ખંભાતમાં કથિત ગેસ લીકેજથી હાહાકાર: 200 બબ્લર પક્ષીઓનાં મોત, 500 વીઘા પાકને નુકસાનનો આક્ષેપ
આ પણ વાંચો: બનાસકાંઠામાં વાદળછાયું વાતાવરણ, બટાકા અને પાકને નુકસાનની ભીતિ
