Rajkot News : રાજકોટની સરાઝા હોટલમાં યોજાયેલી દારૂ પાર્ટીનો (Rajkot liquor party)વિવાદ હજુ શમ્યો નથી ત્યાં વધુ એક ચર્ચાસ્પદ ઘટનાએ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા જગાવી છે. ગુજરાત ક્રેડાઈ (CREDAI)ના (CREDAI Gujarat)જોઈન્ટ સેક્રેટરી અને રાજકોટ બિલ્ડર એસોસિએશનના ઉપપ્રમુખ ધ્રુવિક પટેલે ગુજરાત સરકારને દારૂબંધી કાયદો નાબૂદ કરવાની અપીલ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને ‘પ્રિય સરકાર, મહેરબાની કરીને ગુજરાત પ્રોહિબિશન એક્ટ નાબૂદ કરો, ચીયર્સ’ એવો સંદેશ આપ્યો છે.
આ નિવેદન રાજકોટની સરાઝા હોટલ (Saraza Hotel)માં દારૂની પાર્ટી (Rajkot liquor party)ઝડપાયા બાદ સામે આવ્યું છે. આ પાર્ટીનું આયોજન રાજકોટના ડેકોર ગ્રુપ સાથે સંકળાયેલા ચિરાગ પટેલ અને નિખિલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસ કાર્યવાહી દરમિયાન કુલ 38 લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઘટનાની ચર્ચા વચ્ચે ધ્રુવિક પટેલની પોસ્ટે વિવાદને વધુ વેગ આપ્યો છે.
Rajkot liquor party : દારૂબંધી હટાવવા રાજકોટથી આંદોલન શરૂ કરવાની અપીલ
ધ્રુવિક પટેલે (Dhruvik Patel)પોતાના વીડિયો સંદેશમાં ગુજરાતમાંથી દારૂબંધી (Gujarat liquor ban)હટાવવા માટે રાજકોટથી અવાજ ઉઠાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, એક એવું આંદોલન શરૂ કરવાની જરૂર છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત પ્રોહિબિશન એક્ટને નાબૂદ કરવાનો હોય. તેમના મતે આ કાયદા હેઠળ રાજ્યમાં દારૂના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, પરિવહન, ખરીદી અને સેવન પર પ્રતિબંધ છે.
’21મી સદીમાં દારૂ પીવો ગુનો ન હોવો જોઈએ’
પોતાના નિવેદનમાં ધ્રુવિક પટેલે (Dhruvik Patel)દારૂના સેવનને ગુનાની શ્રેણીમાં રાખવા સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે 21મી સદીમાં દારૂનું સેવન કરવું એ ગુનો ન હોવો જોઈએ. તેમણે અફઘાનિસ્તાનનો ઉલ્લેખ કરીને દાવો કર્યો કે ગુજરાત કદાચ વિશ્વના એવા ગણતરીના સ્થળોમાંનું એક છે, જ્યાં દારૂ પર આટલો કડક પ્રતિબંધ છે.
તેમણે વધુમાં લોકોને દારૂના સેવનને ખરાબ કે ગુનાહિત પ્રવૃત્તિ તરીકે જોવાનું બંધ કરવાની અપીલ કરી હતી. દારૂ સાથે પાર્ટી કરવા બદલ લોકોની ધરપકડ અને તેમની સામે FIR નોંધવાની કાર્યવાહી સામે પણ તેમણે સવાલો ઉઠાવ્યા હતા.
સરાઝા હોટલની પાર્ટી બાદ જ નિવેદન આવતાં ચર્ચા
ધ્રુવિક પટેલનું (Dhruvik Patelઆ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે રાજકોટની સરાઝા હોટલમાં યોજાયેલી દારૂ પાર્ટીનો મામલો ચર્ચામાં છે. પાર્ટીમાં સામેલ લોકો સામે પોલીસ કાર્યવાહી થયા બાદ દારૂબંધી હટાવવાની માગ કરવામાં આવતાં અનેક સવાલો ઊભા થયા છે.
ખાસ કરીને અત્યાર સુધી દારૂબંધીના કાયદા અંગે જાહેરમાં આ પ્રકારની રજૂઆત ન કરનાર ધ્રુવિક પટેલે પાર્ટી પર પોલીસ કાર્યવાહી બાદ જ આ મુદ્દે વીડિયો પોસ્ટ કરતાં તેમના નિવેદનના સમયને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે. જોકે, દારૂબંધી કાયદા અંગેનો તેમનો અભિપ્રાય વ્યક્તિગત છે કે કોઈ સંગઠન સાથે ચર્ચા કરીને રજૂ કરવામાં આવ્યો છે, તે અંગે સ્પષ્ટતા સામે આવી નથી.
ગુજરાતમાં દારૂબંધીનો મુદ્દો ફરી ચર્ચામાં
ગુજરાતમાં દારૂબંધી લાંબા સમયથી અમલમાં છે. સમયાંતરે આ કાયદામાં ફેરફાર કરવાની અથવા તેને હટાવવાની માગ ઊઠતી રહી છે. હવે રાજકોટની દારૂ પાર્ટી અને ધ્રુવિક પટેલના નિવેદન બાદ ફરી એકવાર ગુજરાતમાં દારૂબંધીના કાયદા અંગે ચર્ચા શરૂ થઈ છે.
