Kutch News: કચ્છના ભુજમાં આવેલી જી.કે. જનરલ હોસ્પિટલ(G.K. Hospital)માંથી નવજાત શિશુ ગુમ (newborn missing) થયાની ગંભીર ઘટનાથી હોસ્પિટલમાં ચકચાર મચી ગઈ છે. પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે, જેને લઈને પરિવારમાં ચિંતા અને રોષનો માહોલ છે.
મિરજાપરની પ્રસૂતાને G.K. Hospital માં ખસેડાઈ હતી
મળતી માહિતી મુજબ, મિરજાપરની એક પ્રસૂતાને સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરિવારનો દાવો છે કે હોસ્પિટલમાં મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો.
મહિલાના મોત બાદ બાળકનો જન્મ થયાનો દાવો
પરિવારજનોના જણાવ્યા મુજબ, મહિલાના મોત બાદ બાળકનો જન્મ થયો હતો. જન્મ બાદ નવજાત શિશુ ગુમ થયાનો પરિવારે ગંભીર આક્ષેપ કર્યો છે. આ આક્ષેપોને લઈને પરિવારજનોમાં ચિંતા અને રોષનો માહોલ છે.
મુસ્લિમ સમાજના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા
ઘટનાની જાણ થતાં મુસ્લિમ સમાજ(Muslim Community)ના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આગેવાનોએ હોસ્પિટલ બહાર બેસી ન્યાયની માંગ(Demand for Justice) કરી હતી. બીજી તરફ, હોસ્પિટલ સંચાલકોએ આ મામલે નિવેદન આપવાનું ટાળ્યું હતું.
સમગ્ર મામલે યોગ્ય તપાસની માંગ
પરિવારજનો અને સમાજના આગેવાનોએ સમગ્ર મામલે યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે, જેથી સત્ય સામે આવે અને પરિવારને ન્યાય મળે.
આ પણ વાંચો:નવજાત શિશુ માટે અમૃત સમાન કોલોસ્ટ્રમ: જાણો જન્મ પછી માતાનું પ્રથમ દૂધ કેમ છે અત્યંત જરૂરી
આ પણ વાંચો:મોડાસાથી અમદાવાદમાં સારવાર અર્થે લાવતી એમ્બ્યુલન્સમાં લાગી આગ, નવજાત શિશુ સહિત ચાર લોકોના મોત
આ પણ વાંચો:કોવિડ-19 ચેપ શુક્રાણુમાં ફેરફાર કરે છે… નવજાત શિશુઓમાં ચિંતા વધારે છે
