Amreli News/ અમરેલીના ગુંદરણની સીમમાં ડબલ મર્ડર: ખેતરમાં પાર્ક ગાડીમાં આગ લગાવી, અંદર સૂતેલા બે બળીને ભળથુ

અમરેલી(Amreli)ના લીલીયા તાલુકામાં વાડીમાં પાર્ક ગાડીને આગ ચાંપતાં અંદર સૂતેલા બે મજૂરનાં મોત

Gujarat Top Stories Others Breaking News
amreli

Amreli News: અમરેલી(Amreli) જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં ડબલ મર્ડરની ચકચારી ઘટના સામે આવી છે. સુરેશ બચુભાઈ શિંગાળાની વાડીમાં પાર્ક કરેલી તુફાન પેસેન્જર ગાડીને અજાણ્યા શખ્સોએ આગ ચાંપી દેતાં અંદર સૂતેલા બે મજૂરનાં મોત નીપજ્યાં હતાં. સવારે સળગેલી ગાડી અને અડધા સળગેલા મૃતદેહો જોતાં જ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

Amreli: મૃતકોની ઓળખ થઈ

ઘટનાની જાણ થતાં જ લીલીયા પોલીસ અને FSLની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પ્રાથમિક તપાસ બાદ પોલીસે બંને મૃતકોની ઓળખ કરી લીધી છે. બંને (Madhya Pradesh)મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કાઠીવાડા તાલુકાના ફળિયાના વતની છે.

પિતાનો આક્ષેપ: પૈસાની લેતીદેતીમાં ગાડી સળગાવી

મૃતક રવિના પિતા કમલેશભાઈના જણાવ્યા મુજબ, તેઓ રાત્રે આશરે 11 વાગ્યા સુધી જાગતા હતા અને ત્યારબાદ સૂઈ ગયા હતા. તેમનો પુત્ર રવિ અને તેમની બહેનનો દિયર નીતિન ગાડીમાં સૂતા હતા. રાત્રે આશરે 12:30 વાગ્યા પછી ધડાકો થતાં તેમને ખબર પડી કે ગાડીમાં આગ લાગી છે.

પિતાએ આક્ષેપ કર્યો છે કે પૈસાની લેવડદેવડ અને ગાડી રાખવા બાબતે વિનોદ નામના શખ્સે આવીને ગાડીને સળગાવી દીધી હતી. જોકે પોલીસ તપાસમાં હજુ આ બાબતની પુષ્ટિ થઈ નથી.

ચાર મહિનાથી વાડીમાં કામ કરતો હતો પરિવાર

વાડી માલિકના સંબંધી રમેશ વાલજીભાઈ કાછડિયાએ જણાવ્યું કે તેમના કાકા અશ્વિનભાઈ જીવરાજભાઈ કાછડિયાની આ વાડી છે. તેનું સંચાલન તેમના ભાઈ સુરેશ પટેલ કરે છે અને ત્યાં ભાગીયા રાખીને ખેતી કરાવવામાં આવે છે. રાત્રે આશરે 1:20 વાગ્યે તેમના ફુઆનો ફોન આવ્યો કે વાડીએ ભાગીયાની તુફાન ગાડી સળગાવી દેવાઈ છે અને અંદર સૂતેલા ભાગીયાના બે છોકરા સળગી ગયા છે. આ ભાગીયા પરિવાર આશરે ચાર મહિનાથી ત્યાં કામ કરતો હતો.

પોલીસ તપાસ તેજ, શંકાસ્પદોની પૂછપરછ

આ ડબલ મર્ડર કેસમાં લીલીયા પોલીસ સ્ટેશન(Liliya Police Station) ખાતે વિધિવત ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ઘટનાની ગંભીરતા જોતાં ડીવાયએસપી વિસ્મય માનસેતા(DySP Vismay Manseta)ના સીધા સુપરવિઝન હેઠળ અલગ-અલગ દિશામાં તપાસ ચાલી રહી છે. પોલીસે કેટલાક શંકાસ્પદોને રાઉન્ડઅપ કરી સઘન પૂછપરછ શરૂ કરી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો:મિલકતના વિવાદમાં બે સગા ભાઈની હત્યા, ભત્રીજા સામે ડબલ મર્ડરનો ગુનો
આ પણ વાંચો:ભરૂચ ડબલ મર્ડર કેસ, પુત્રવધુ અને તેની માતાની હત્યા
આ પણ વાંચો:સુરતમાં ડબલ મર્ડરથી ચકચાર: ચા પીવા ગયેલા બે મિત્રોની ચપ્પુના ઘા મારી હત્યા