Bollywood News: સોશિયલ મીડિયા સેન્સેશન અને રિયાલિટી શો સ્ટાર ઓરહાન અવત્રામણી ઉર્ફે ઓરી ફરી એકવાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યો છે. આ વખતે તેણે અભિનેત્રી સારા અલી ખાન (Orry Sara Ali Khan) અને તેની માતા અમૃતા સિંહ સાથેના વણસેલા સંબંધો અંગે ખુલાસા કર્યા છે. ઓરીએ દાવો કર્યો છે કે અમૃતા સિંહે તેની સાથે ગેરવર્તન કરીને ગાળો આપી હતી, જ્યારે મુશ્કેલ સમયમાં સારા અલી ખાને તેનો સાથ આપ્યો નહોતો. આ સાથે જ ઓરીએ બદલો લેવાની પોતાની માનસિકતા વિશે પણ ખુલ્લેઆમ વાત કરી છે.
Orry Sara Ali Khan: નેહા ધૂપિયાના પોડકાસ્ટમાં કર્યા ખુલાસા
નેહા ધૂપિયા અને તેના પતિ અંગદ બેદીના પોડકાસ્ટ ‘ડબલ ડેટ’ (Neha Dhupia Double Date)માં વાતચીત દરમિયાન ઓરીએ સારા અલી ખાન અને અમૃતા સિંહને સોશિયલ મીડિયા પર અનફોલો કરવા પાછળનું કારણ જણાવ્યું હતું.

ઓરીના જણાવ્યા (Orry Podcast Interview) અનુસાર, સારા તેની બાળપણની મિત્ર જેવી હતી. બંને કોલેજમાં સાથે હતાં અને ત્યારબાદ લગભગ 10 વર્ષ સુધી તેમની મિત્રતા રહી હતી. ઓરીએ દાવો કર્યો કે સારાના મુશ્કેલ સમયમાં તે હંમેશાં તેની સાથે ઊભો રહ્યો હતો. એક મોટા વિવાદ અને કેસ દરમિયાન પણ તે સારા સાથે ગોવામાં હતો. આ દરમિયાન તેણે સારાની માતા અમૃતા સિંહ અને ભાઈ ઈબ્રાહિમ અલી ખાનની પણ સંભાળ રાખી હોવાનો દાવો કર્યો હતો.
મુશ્કેલ સમયમાં સારાએ સંપર્ક ન કર્યો હોવાનો દાવો
ઓરીએ જણાવ્યું કે જ્યારે તેના પોતાના જીવનમાં મુશ્કેલ સમય આવ્યો અને તેને સારાના સાથની જરૂર હતી, ત્યારે સારાએ તેનો સંપર્ક કર્યો નહોતો. તેના કહેવા મુજબ, સારાએ તેની ખબર પૂછવા માટે એક ફોન પણ કર્યો નહોતો.
ઓરીએ વધુમાં કહ્યું કે તેણે આ વર્ષે સારા અને અમૃતા સિંહને સોશિયલ મીડિયા પર અનફોલો કર્યા હતા. ઓરીના દાવા પ્રમાણે, અમૃતા સિંહે તેની સાથે ગાળાગાળી કરી હતી અને લોકો સામે તેના વિશે ખરાબ વાતો કરી હતી. તેણે એવો પણ આક્ષેપ કર્યો કે સારા તરફથી આજ સુધી તેની માફી માગવામાં આવી નથી.
‘હું બદલો લેવાનું પ્લાનિંગ કરું છું’ – ઓરી
પોડકાસ્ટ દરમિયાન ઓરીએ બદલો લેવાના પોતાના સ્વભાવ વિશે પણ વાત કરી (Orry Controversy) હતી. તેણે કહ્યું કે તે મનમાં વેર રાખે છે અને વર્ષો સુધી યાદ રાખી શકે છે. તેના જણાવ્યા મુજબ, જો કોઈ તેને દુઃખ પહોંચાડે તો તે માત્ર કર્મના ભરોસે બેસી રહેતો નથી, પરંતુ પોતે બદલો લેવાનું આયોજન કરે છે.
ઓરીએ દાવો કર્યો કે બદલો લેવામાં વર્ષો લાગી શકે છે, પરંતુ તે યોગ્ય સમયની રાહ જુએ છે. જોકે, આ નિવેદન તેના પોતાના દૃષ્ટિકોણને દર્શાવે છે.
અમૃતા સિંહના વર્તનને જીવનનો ખરાબ તબક્કો ગણાવ્યો
આ પહેલાં પણ એક ઇન્ટરવ્યૂમાં ઓરીએ વર્ષ 2021માં અમૃતા સિંહ સાથે થયેલા અનુભવ વિશે વાત કરી હતી. ઓરીના જણાવ્યા અનુસાર, તે સમયે અમૃતા સિંહના વર્તનને કારણે તે માનસિક રીતે ખૂબ પરેશાન થયો હતો. તેણે તે સમયગાળાને પોતાના જીવનનો સૌથી ખરાબ તબક્કો ગણાવ્યો હતો.
ઓરીએ કહ્યું હતું કે આ અનુભવથી તે વધુ મજબૂત બન્યો અને ત્યારબાદ જાહેર જીવનમાં આવ્યા પછી સોશિયલ મીડિયા પર થતી ટ્રોલિંગની તેના પર ખાસ અસર થઈ નથી.
એક રીલથી શરૂ થયો હતો વિવાદ
ઓરી અને સારા અલી ખાન વચ્ચેનો વિવાદ એક રીલથી શરૂ થયો હોવાનું કહેવાય છે. ઓરીએ એક રીલ શેર કરી હતી, જેમાં ‘છોકરીઓનાં ત્રણ સૌથી ખરાબ નામ’ એવું શીર્ષક આપીને સરનેમ વગર સારા, અમૃતા અને પલક નામનો ઉલ્લેખ કર્યો હતો.

આ રીલ બાદ સારા અલી ખાન અને તેના ભાઈ ઈબ્રાહિમ અલી ખાને ઇન્સ્ટાગ્રામ પર ઓરીને અનફોલો કરી દીધો હતો.
આ પછી 25 જાન્યુઆરીએ ઓરીએ વધુ એક રીલ શેર કરી હતી. આ વીડિયો કન્ટેન્ટ ક્રિએટર અમૂલ્ય રત્તનના વીડિયોથી પ્રેરિત હોવાનું જણાવાયું હતું. વીડિયોમાં ઓરીએ બ્લુ રંગનું ટોપ પહેર્યું હતું, જેના પર બ્રાની પ્રિન્ટ હતી. એક યુઝરે તેના પર કમેન્ટ કરતાં પૂછ્યું હતું કે આ બ્રા આખરે કઈ વસ્તુને સંભાળી રહી છે? તેના જવાબમાં ઓરીએ કટાક્ષ કરતાં લખ્યું હતું કે, ‘સારા અલી ખાનની હિટ ફિલ્મો.’

આ પણ વાંચો: ઓરી બન્યા ‘હસ્તર’, લાલ લુક અને વૂડૂ ડોલ જોઈને ફેન્સ પણ ચોંક્યા
આ પણ વાંચો: કટરામાં ઓરીએ મોટો ગુનો કર્યો, 8 લોકો સામે FIR, જાણો સમગ્ર મામલો
આ પણ વાંચો: ઓરીએ નિક જોનાસ સાથે શેર કર્યો વિચિત્ર પોઝ, ચાહકો થયા ગુસ્સે, કહી આ વાત
