Food Recipe/ બાળકો સામે ચાલીને માગશે…નાસ્તામાં બનાવે ક્રિસ્પી ગલૌટી કબાબ….એ પણ દૂધીના!

આ કબાબ (Dudhi Galouti Kebab) એટલા તો મુલાયમ હોય છે કે ખાતા વેંત મોંમાં ઓગળી જાય છે! વિશેષ બાબત એ છે કે આ રેસિપીમાં દૂધીની સાથે સોયા ચંક્સ અને…

Trending Food Lifestyle
Dudhi Galouti Kebab...3 Main સામગ્રીથી બનાવો Veg Healthy કબાબ...બાળકોના મનપસંદ!

Food Recipe: જો તમારા ઘરમાં દૂધીનું શાક ખાઈને બાળકો મોઢા બગાડતા હોય તો તમે એના કબાબ (Dudhi Galouti Kebab Recipe) બનાવી શકો છો. દૂધી ખાવી સ્વાસ્થ્ય માટે ઘણી જ ઉત્તમ હોય છે. દૂધીનું શાક અને દૂધીના પકોડા તો મોટા ભાગે બધાના ઘરમાં બનતા જ હોય છે. પરંતુ એક વાર દૂધીના ગલૌટી કબાબ બનાવીને ખાઓ. બન્યા પછી કોઈને ખબર પણ નહિં પડે કે એ દૂધીમાંથી બનેલા છે! તો ચાલો જોઇએ દૂધીના ગલૌટી કબાબ બનાવવાની સરળ રેસિપી….

આ કબાબ એટલા તો મુલાયમ હોય છે કે ખાતા વેંત મોંમાં ઓગળી જાય છે! વિશેષ બાબત એ છે કે આ રેસિપીમાં દૂધીની સાથે સોયા ચંક્સ અને ચણા દાળનો ઉપયોગ કરવામાં આવે છે. આથી કબાબનો સ્વાદ વધવાની સાથે એમાંથી પ્રોટીન (Protein) પણ પ્રાપ્ત થાય છે. સાંજની ચા હોય કે ઘરે મહેમાનો આવવાના હોય આ કબાબ સ્નૅક્સ (Snacks Recipe) માટે એક ઉત્તમ ઑપ્શન બની શકે છે. તો ચાલો જાણીએ….આ ગલૌટી કબાબની વાનગી બનાવવાની સરળ રેસિપી વિશે…

શી રીતે બનાવશો દૂધીના ગલૌટી કબાબ? (Dudhi Galouti Kebab Recipe)

દૂધીના ગલૌટી કબાબ (Veg Galouti Kebab Dish) બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Dudhi Galouti Kebab Ingredients
Dudhi Galouti Kebab Ingredients

સામગ્રી

અડધી મધ્યમ કદની દૂધી

1 વાડકી સોયા ચંક્સ

1 વાડકી પલાળેલી ચણાની દાળ

2 લીલા મરચાં

3-4 લસણની કળીઓ

1 તમાલપત્ર

2 સૂકા લાલ મરચાં

2-3 લવિંગ

4-5 કાળા મરી

1 નાની ચમચી લાલ મરચું

1 નાની ચમચી શેકેલું જીરું પાવડર

બારીક સમારેલી તાજી કોથમીર

1 ગ્લાસ પાણી

શેકવા માટે ઘી અથવા તેલ

Dudhi Galouti Kebab Recipe
Dudhi Galouti Kebab Recipe

દૂધીના ગલોટી કબાબ બનાવવાની વિધિ

1. સૌપ્રથમ દૂધી (Bottle gourd)ને છોલીને એને નાના ટુકડામાં સમારી લો. હવે પ્રેશર કૂકરમાં દૂધી, પલાળેલી ચણાની દાળ અને સોયા ચંક્સ ઉમેરો.

2. એમાં લીલા મરચાં, લસણ, તમાલપત્ર, સૂકા લાલ મરચાં, લવિંગ, કાળા મરી અને સ્વાદાનુસાર મીઠું ઉમેરો.

3. હવે 1 ગ્લાસ પાણી નાખીને કૂકરનું ઢાંકણુ બંધ કરી દો. મધ્યમ તાપે 3 સીટી આવે ત્યાં સુધી પકાવી લેવું.

4. કૂકરનું પ્રેશર આપમેળે નીકળી જાય પછી મિશ્રણમાંથી તમાલપત્રને કાઢી લેવું.

5. આ બાફેલી સામગ્રીમાંથી પાણી કાઢીને મિક્સરમાં ઘટ્ટ પેસ્ટ બનાવી લેવી.

6. તૈયાર પેસ્ટને એક મોટા વાસણમાં કાઢી લેવી અને એમાં લાલ મરચું, શેકેલા જીરાનો પાવડર અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરવી. આ તમામ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવી જેથી મસાલા સમગ્ર મિશ્રણમાં બરાબર ભળી શકે.

7. હવે હાથોમાં થોડું ઘી કે તેલ લગાવી લો અને થોડું-થોડું મિશ્રણ લઇને એને ગોળ ટિક્કી જેવો આકાર આપો. જો બાઈન્ડિંગની જરુર પડે તો થોડો શેકેલો ચણાનો લોટ ઉમેરવો. આ જ રીતે તમામ કબાબ તૈયાર કરી લો.

8. એક નૉન-સ્ટિક તવા અથવા પૅનને ગરમ કરો અને થોડું ઘી અને તેલ ઉમેરવું. એની પર કબાબ મૂકવા અને મધ્યમ તાપે બંને તરફ સોનેરી રંગના થાય ત્યાં સુધી શેકી લેવા.

9. કબાબને ઉલટાવતી વખતે ધ્યાન રાખવું કે એ તૂટે નહિં. આ માટે એક તરફ બરાબર શેકાઇ જાય પછી જ પલટાવવા.

નોંધ- જો કબાબનું મિશ્રણ વધુ ઢીલું હોય તો એને થોડી વાર ખુલ્લામાં રહેવા દેવું. આમ કરવાથી કબાબનો શૅપ આપવામાં આસાની રહેશે.

તો તૈયાર છે તમારા દૂધીના ગલૌટી કબાબ (Lauki Galouti Kebab)…જેને તમે એક હૅલ્ધી ફરસાણ તરીકે ખાઈ શકો છો અને તમારા બાળકોને આ બહાને દૂધીનું પોષણ પણ પૂરું પાડી શકો છો


આ પણ વાંચો: નાસ્તામાં બનાવો લીલા મરચાવાળી ધમધમાટ તીખી મૂંગદાલ ઠેચા વાનગી…મહારાષ્ટ્રીયન સ્ટાઈલ રેસિપી…

આ પણ વાંચો: રવિવારે સવારે કે સાંજે ચાની મજા માણો…મસ્ત મજાના આલુ લચ્છા પકોડા સાથે!

આ પણ વાંચો: સવારના નાસ્તામાં બનાવો ચટપટી ઈડલી ફ્રાય….બાળકોથી માંડીને વડીલો સુધી..સૌ ખુશ થઈ જશે!