Karnataka News/ બેંગલુરુમાં ઘરના ઉંબરા પાસે સિલિન્ડર મૂકતાં જ બ્લાસ્ટ! CCTVમાં કેદ થઈ આખી ઘટના, ડિલિવરી કર્મચારીનો આબાદ બચાવ

Bengaluru Cylinder Blast: બેંગલુરુના મલ્લેશ્વરમમાં ઘરના ઉંબરા પાસે ગેસ સિલિન્ડર મૂકતાં જ આગ લાગીને બ્લાસ્ટ થયો. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે અને ડિલિવરી કર્મચારીનો બચાવ થયો છે.

Top Stories India
Bengaluru Cylinder Blast: બેંગલુરુમાં સિલિન્ડર મૂકતાં જ બ્લાસ્ટ, CCTV વીડિયો સામે આવ્યો

Karnataka News: કર્ણાટકના બેંગલુરુમાં ગેસ સિલિન્ડરની ડિલિવરી દરમિયાન મોટો અકસ્માત (Bengaluru Cylinder Blast) સર્જાયો હતો. મલ્લેશ્વરમ વિસ્તારમાં એક ડિલિવરી કર્મચારી ઘરના દરવાજા પાસે સિલિન્ડર મૂકવા જતો હતો, ત્યારે અચાનક તેમાં આગ લાગી અને થોડી જ ક્ષણોમાં બ્લાસ્ટ થયો હતો. આ સમગ્ર ઘટના ઘરના CCTV કેમેરામાં કેદ થઈ છે. સદનસીબે, ડિલિવરી કર્મચારી સમયસર પાછળ હટી જતાં તેનો બચાવ થયો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી.

Bengaluru Cylinder Blastછ ઉંબરા પાસે સિલિન્ડર મૂકતાં જ લાગી આગ

અહેવાલો મુજબ, એક મહિલાએ ઘરના મુખ્ય દરવાજાના ઉંબરાને પાણીથી સાફ કર્યા બાદ ધાર્મિક વિધિ માટે ત્યાં તેલનો દીવો પ્રગટાવ્યો હતો. આ દરમિયાન ગેસ સિલિન્ડર લઈને ડિલિવરી કર્મચારી ત્યાં પહોંચ્યો હતો.

પ્રાથમિક આશંકા મુજબ, સિલિન્ડરમાંથી ગેસ લીક થઈ રહ્યો હતો. કર્મચારીએ સિલિન્ડર દરવાજા પાસે મૂકતાં (Gas Cylinder Delivery) જ લીક થયેલો ગેસ દીવાની જ્યોતના સંપર્કમાં આવ્યો હતો. પરિણામે અચાનક આગ ભભૂકી ઊઠી હતી અને ત્યારબાદ બ્લાસ્ટ થયો હતો.

CCTVમાં કેદ થઈ આખી ઘટના

CCTV ફૂટેજમાં ડિલિવરી કર્મચારી સિલિન્ડર લઈને ઘરના દરવાજા પાસે પહોંચતો જોવા મળે છે. સિલિન્ડર મૂકવાની સાથે જ આગ લાગતાં તે તરત જ પાછળ હટી જાય છે. થોડી જ ક્ષણોમાં બ્લાસ્ટ થતાં આગની જ્વાળાઓ ફેલાઈ જાય છે. કર્મચારીની સમયસરની પ્રતિક્રિયાને કારણે મોટી દુર્ઘટના ટળી (Bengaluru News) હતી.

પોલીસ અને ફાયર વિભાગે તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતાં મલ્લેશ્વરમ પોલીસ (Malleshwaram Police) અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. અધિકારીઓએ પરિસ્થિતિની તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક અહેવાલો અનુસાર, આ ઘટનામાં કોઈનું મોત થયું નથી કે ગંભીર ઈજા થઈ નથી.

આ ઘટનાએ ગેસ સિલિન્ડરની ડિલિવરી દરમિયાન સુરક્ષાની તકેદારી રાખવાની જરૂરિયાત ફરી એકવાર ઉજાગર કરી છે.


આ પણ વાંચો: રાજસ્થાનમાં રેલવે ટ્રેક પર જોરદાર ધડાકો! ટ્રેન પસાર થયાની થોડી જ મિનિટોમાં બ્લાસ્ટ, મોટા ષડયંત્રની આશંકા

આ પણ વાંચો: ચાલુ બાઇક પર મોબાઇલની બેટરીમાં બ્લાસ્ટનો દાવો, યુવકનું મોત; જાણો સ્માર્ટફોનની 5 સેફ્ટી ટિપ્સ

આ પણ વાંચો: સુરતના મોટા વરાછામાં ઈ-વ્હિકલમાં બ્લાસ્ટ બાદ આગ, 4 કાર અને 3 બાઈક બળીને ખાખ