Gujarat Weather: ગુજરાતમાં નવેમ્બર મહિનાની શરૂઆત સાથે જ રાત્રિના તાપમાનમાં ઘટાડો નોંધાઈ (November Weather) રહ્યો છે. રાજ્યના છ જિલ્લામાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે પહોંચતાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડક (Gujarat Winter)નો અનુભવ થઈ રહ્યો છે. જોકે, દિવસ દરમિયાન તડકો અને ગરમી યથાવત્ રહેતાં લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.
Gujarat Winter: અમદાવાદમાં દિવસે ગરમી, રાત્રે ઠંડક
અમદાવાદમાં દિવસ અને રાતના તાપમાન (Ahmedabad Weather) વચ્ચે નોંધપાત્ર તફાવત જોવા મળી રહ્યો છે. શુક્રવારે શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં થોડું વધારે હતું. બીજી તરફ, રાત્રે લઘુત્તમ તાપમાન (Minimum Temperature) 20.2 ડિગ્રી રહેતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

છ જિલ્લામાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી ઓછું
શુક્રવાર રાત્રે રાજ્યના છ વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. વડોદરામાં 17 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
અન્ય વિસ્તારોમાં નોંધાયેલું લઘુત્તમ તાપમાન આ પ્રમાણે રહ્યું હતું:
વડોદરા: 17 ડિગ્રી
નલિયા: 17.2 ડિગ્રી
અમરેલી: 17.8 ડિગ્રી
મહુવા: 18.5 ડિગ્રી
રાજકોટ: 18.6 ડિગ્રી
ગાંધીનગર: 19 ડિગ્રી
આ વિસ્તારોમાં રાત્રિના તાપમાનમાં ઘટાડાને કારણે લોકોને ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે.

આગામી દિવસોમાં પણ ઠંડક યથાવત્ રહેવાની શક્યતા
હાલની સ્થિતિ પ્રમાણે આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નથી. તાપમાનનો પારો લગભગ આ જ સ્તરે રહેવાની સંભાવના છે. તેથી રાત્રે અને વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ શકે છે, જ્યારે દિવસ દરમિયાન ગરમી યથાવત્ રહેવાની શક્યતા છે.
આ પણ વાંચો: ઓક્ટોબરમાં જ આકરો તાપ! ગુજરાતમાં ફરી તાપમાન વધવાની શક્યતા
આ પણ વાંચો: વરસાદની વિદાય બાદ ગરમીનો વારો! રાજકોટમાં 39.7°C તાપમાન નોંધાયું
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદ પડ્યો ધીમો, તાપમાનમાં વધારો; 10 ઓગસ્ટ સુધી હળવા વરસાદની આગાહી
