Ahmedabad News: અમદાવાદના નરોડા વિસ્તારમાં ઘરકંકાસની ગંભીર ઘટના સામે આવી છે. જમવા અને પૈસાની બાબતે પતિ-પત્ની વચ્ચે થયેલી બોલાચાલી બાદ પત્નીએ પતિ પર ચપ્પુથી હુમલો કર્યો હોવાનો આરોપ (Naroda Murder Case) છે. છાતીના ડાબા ભાગે થયેલી ઇજાને કારણે પતિનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે ફરાર થયેલી પત્નીની નરોડા પોલીસે ધરપકડ કરી છે.
Naroda Murder Case: જમવાની બાબતે બોલાચાલી બાદ પત્નીનો હુમલો
મળતી માહિતી મુજબ, નરોડા સ્માર્ટ સિટી-2માં દિલીપભાઈ સોમાજી ખરાડી તેમની પત્ની નિર્મલા સાથે રહેતા હતા. બંને વચ્ચે છેલ્લા એક વર્ષથી અવારનવાર વિવિધ મુદ્દે ઝઘડા થતા હોવાની વિગતો સામે આવી છે.
ગુરુવારે રાત્રે ફરી એકવાર જમવાની બાબતે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલી નિર્મલા રસોડામાંથી ચપ્પુ લઈ આવી હતી અને દિલીપભાઈની છાતીના ડાબા ભાગે હુમલો કર્યો હતો. ગંભીર ઇજાને કારણે દિલીપભાઈનું મોત (Gujarat Crime News) થયું હતું.
ઘટના બાદ પત્ની ફરાર, પોલીસે કરી ધરપકડ
હુમલા બાદ નિર્મલા ઘટનાસ્થળેથી ફરાર થઈ ગઈ હતી. આ મામલે નરોડા પોલીસે (Naroda Police) તેની સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી મહિલાને ઝડપી પાડી હતી.
પૈસા અને રસોઈને લઈને પણ થતા હતા ઝઘડા
પોલીસની પ્રાથમિક તપાસમાં પતિ-પત્ની વચ્ચે માત્ર જમવા જ નહીં, પરંતુ પૈસાની બાબતે પણ અવારનવાર વિવાદ થતો હોવાનું સામે આવ્યું છે. કઈ રસોઈ બનાવી અને શું જમવાનું બનાવ્યું તેવા મુદ્દે પણ બંને વચ્ચે બોલાચાલી થતી હોવાની વિગતો મળી છે.
હાલ પોલીસે આરોપી પત્નીની ધરપકડ (Wife Arrested) કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: ધંધુકામાં જૂની અદાવતમાં નાના ભાઈની હત્યા! બોલેરોથી બુલેટને ટક્કર મારી 6 શખ્સોનો હુમલો
આ પણ વાંચો: રાજકોટમાં ₹60 હજારની ઉઘરાણીમાં સંબંધોનો કરુણ અંજામ! ત્રણ ભાણેજોએ સગા મામાની હત્યા કરી
