Ahmedabad News/ અમદાવાદમાં જાહેર રોડ પર બર્થડે પાર્ટી કરી, પોલીસ પહોંચતાં કારચાલકો રવાના! ભાજપ યુવા મોરચાના આગેવાન સામે પણ તપાસ

Naroda Birthday Party: અમદાવાદના નરોડામાં જાહેર રોડ પર કાર ઊભી રાખીને જન્મદિવસની ઉજવણી કરવાના મામલે પોલીસે ગુનો નોંધ્યો છે. ભાજપ યુવા મોરચાના વોર્ડ મહામંત્રીની કાર પણ સ્થળે હાજર હતી.

Top Stories Ahmedabad Gujarat
Naroda Birthday Party: જાહેર રોડ પર બર્થડે ઉજવતાં પોલીસની કાર્યવાહી, PCR વાન આવતાં કારચાલકો ફરાર | SHOCKING INCIDENT

Ahmedabad News: અમદાવાદના નરોડા વિસ્તારમાં મોડી રાત્રે જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણી (Naroda Birthday Party) કરવાના મામલે પોલીસ કાર્યવાહી સામે આવી છે. 108 ઈમરજન્સી સેન્ટર રોડ પર સરદાર પાર્ટી પ્લોટ પાસે કેટલાક યુવકોએ એક લાઈનમાં કાર ઊભી રાખીને બર્થડે પાર્ટી યોજી હતી. આ દરમિયાન કાર અને જાહેર રસ્તા પર કેક ફેલાવી ગંદકી કરવામાં આવી હતી. પોલીસની PCR વાન પહોંચતાં જ કારચાલકો ત્યાંથી નીકળી ગયા હતા. આ મામલે નરોડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Naroda Birthday Party: પોલીસની PCR વાન આવતાં કારચાલકો નીકળી ગયા

મળતી માહિતી મુજબ, નરોડા વિસ્તારમાં સરદાર પાર્ટી પ્લોટ નજીક મોડી રાત્રે કેટલાક યુવકો જાહેર રસ્તા પર કાર ઊભી રાખીને જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા. ઉજવણી દરમિયાન રસ્તા પર અને વાહનો પર કેક ફેલાવવામાં આવી હતી. આ રીતે જાહેર માર્ગ પર અવરજવર કરતા લોકો માટે મુશ્કેલી અને જોખમ ઊભું થયું હોવાની ફરિયાદ છે.

આ દરમિયાન નરોડા પોલીસ સ્ટેશનની PCR વાન ત્યાં પહોંચી હતી. પોલીસ કર્મચારીઓએ ઘટનાનો વીડિયો ઉતારવાનું શરૂ કરતાં જ એક પછી એક કારચાલકો પોતાની ગાડીઓ લઈને સ્થળ પરથી નીકળી ગયા હતા. જોકે, થોડા સમય બાદ કેટલાક લોકો ફરી સ્થળ પર આવ્યા હતા.

ભાજપ યુવા મોરચાના વોર્ડ મહામંત્રીની કાર પણ હાજર

આ ઉજવણીમાં સરદારનગર વોર્ડના ભાજપ યુવા મોરચા (BJP Yuva Morcha)ના મહામંત્રી રમેશ બાંભા (ભરવાડ)ની કાર પણ હાજર હોવાનું સામે આવ્યું છે. પોલીસને જોઈને તેઓ પણ કાર લઈને સ્થળ પરથી નીકળી ગયા હતા. જોકે, બાદમાં પરત આવી પોલીસ સાથે વાતચીત કરી હતી.

કારના નંબરના આધારે પોલીસની તપાસ

નરોડા પોલીસે જાહેર રોડ પર ઉજવણી (Public Road Birthday Celebration) કરીને જોખમ ઊભું કરવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી (Ahmedabad Crime News) છે. ફરિયાદમાં એક વ્યક્તિનું નામજોગ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રમેશ બાંભાની કાર સહિત અન્ય વાહનોના નંબર પણ નોંધવામાં આવ્યા છે.

હાલ પોલીસ વાહનોના નંબરના આધારે સંડોવાયેલા કારચાલકોની ઓળખ કરી રહી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો: બર્થડે પર લવલીનાએ જીત્યો ગોલ્ડ, ચીનની બોક્સરને 5-0થી હરાવી

આ પણ વાંચો: 59 મા બર્થડે પર અક્ષય કુમારની ખાસ પોસ્ટ, ‘હૈવાન’ના રોલને લઈને ઊભું કર્યું નવું રહસ્ય

આ પણ વાંચો: Kareena Kapoorનો બોલ્ડ લુક થયો વાયરલ, Saif Ali Khanના બર્થડે પર શેર કરી રોમેન્ટિક તસવીરો