Delhi News: દિલ્હીના નરેલા વિસ્તારમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડતી વખતે એક દુઃખદ દુર્ઘટના સર્જાઈ (Narela Diwali Accident) હતી. રાજીવ કોલોની (Rajiv Colony Delhi)માં 10 વર્ષના બાળકના પેટમાં રૉકેટ વાગતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
Narela Diwali Accident: રૉકેટ બાળકના પેટમાં વાગ્યું
મળતી માહિતી અનુસાર, દિવાળીની પૂજા બાદ પરિવારના સભ્યો ફટાકડા ફોડી રહ્યા હતા. આ દરમિયાન 10 વર્ષનો બાળક પણ રૉકેટ ફોડી રહ્યો હતો. અચાનક રૉકેટ આકાશમાં જવાને બદલે બાળકના પેટમાં વાગ્યું (Rocket Firecracker Accident) હતું. આ ઘટનામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો. બનાવ બાદ સ્થળ પર અફરાતફરી મચી ગઈ (Diwali Fireworks Accident) હતી.
પરિવારના સભ્યો બાળકને તાત્કાલિક નરેલાની રાજા હરિશ્ચંદ્ર હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું.
પરિવારનો હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ
બાળકના મોત બાદ પરિવારજનોએ હોસ્પિટલ પ્રશાસન પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. પરિવારનો દાવો હતો કે હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળવાને કારણે બાળકનો જીવ બચાવી શકાયો નહોતો. આ મુદ્દે હોસ્પિટલમાં હોબાળો પણ થયો હતો. બાળકના પિતાને તેના મોતના સમાચાર મળતાં તેઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારબાદ તેમની તબિયત પણ લથડી હતી.
પોલીસે તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બાળકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાથી પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. દિવાળીની ખુશીઓ વચ્ચે બનેલી આ ઘટનાએ પરિવારની ઉજવણીને શોકમાં ફેરવી દીધી હતી.
આ પણ વાંચો: દિવાળીનો તહેવાર અબોલ પશુ પક્ષી માટે મોતને નિમંત્રણ
આ પણ વાંચો: રાજસ્થાનના નાગૌરમાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ વિસ્ફોટ, 2નાં મોત
આ પણ વાંચો: કૌશાંબી ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં 10 થી વધુ લોકોના મોત, 22 ઘાયલ; કાટમાળમાં વધુ લોકો ફસાયા હોવાની આશંકા
