National News/ ‘મને નક્સલી કહ્યા, ચર્ચા કરીને બતાવે’, રાહુલ ગાંધીનો PM મોદીને ફરી પડકાર

રાહુલ ગાંધીએ CRPF જવાનોને ટૅગ કરીને PM મોદીને (Rahul Gandhi Challenges PM Modi) ખુલ્લી ચર્ચાનો પડકાર આપ્યો. છેલ્લા 8 દિવસમાં છઠ્ઠી વખત ચર્ચાની માગ કરી.

Top Stories India Breaking News
Rahul Gandhi Challenges PM Modi: 8 દિવસમાં છઠ્ઠી વખત ચર્ચાની માગ

New Delhi News: કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી એકવાર (Rahul Gandhi Challenges PM Modi) ખુલ્લી ચર્ચા કરવાનો પડકાર આપ્યો છે. આ વખતે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર CRPFના જવાનોને (CRPF Jawans) ટૅગ કરીને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. છેલ્લા 8 દિવસમાં રાહુલ ગાંધીએ છઠ્ઠી વખત વડાપ્રધાનને ચર્ચા માટે પડકાર ફેંક્યો છે.

Rahul Gandhi Challenges PM Modi: રાહુલે CRPFના જવાનોને ટૅગ કરીને શું કહ્યું?

રાહુલ ગાંધીએ X પર લખ્યું કે, ‘પ્રિય CRPFના જવાનો, તમારા ચહેરાઓએ બધું કહી દીધું છે. તમને વડાપ્રધાનનાં જૂઠાણાં પર વિશ્વાસ નથી. તેમણે અમને નક્સલી કહ્યા છે. મારો પડકાર યથાવત છે. તેઓ મારી સાથે ચર્ચા કરે કે દેશદ્રોહી કોણ છે અને વિદેશી તાકતોના ઇશારે કોણ ચાલી રહ્યું છે. કોઈપણ સમય અને કોઈપણ સ્થળે ચર્ચા કરવા હું તૈયાર છું.’

રાહુલ ગાંધીએ વધુમાં દાવો કર્યો કે ચર્ચા બાદ વડાપ્રધાન એક પણ જવાનની સામે ઊભા રહેવાની હિંમત નહીં કરી શકે. આ નિવેદન સાથે તેમણે ફરી એકવાર પીએમ મોદી સામે સીધી ચર્ચાની માગ ઉઠાવી છે.

PM મોદીએ કહ્યું હતું- હવે માનસિક નક્સલવાદીઓ સામે લડવાનું છે

તાજેતરમાં છત્તીસગઢના બસ્તરમાં સુરક્ષા દળોના જવાનો સાથે દિવાળીની ઉજવણી કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે દેશનો દરેક જિલ્લો નક્સલવાદથી મુક્ત થયો છે અને આ પહેલી દિવાળી છે જ્યારે દેશનો કોઈ જિલ્લો નક્સલવાદથી પ્રભાવિત નથી.

જોકે, પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે નક્સલવાદનો ખતરો (Naxalism Debate) સંપૂર્ણપણે ખતમ થયો નથી. જંગલોમાં સશસ્ત્ર નક્સલવાદીઓનો સફાયો થયો છે, પરંતુ હવે ‘માનસિક નક્સલવાદીઓ’ સામે લડવાનું બાકી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે આવા લોકો રાજકીય સંગઠનોમાં ઘૂસણખોરી કરીને લોકોને બંધારણ અને લોકશાહી વિરુદ્ધ ઉશ્કેરી રહ્યા છે.

PM મોદી રાહુલ ગાંધી સાથે ચર્ચા કરવા તૈયાર કેમ નથી?

વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી વચ્ચે ખુલ્લી ચર્ચા કરવાના મુદ્દે ભાજપ અને કોંગ્રેસના અલગ-અલગ તર્ક છે. ભાજપનું કહેવું છે કે રાહુલ ગાંધી વડાપ્રધાન પદના ઉમેદવાર નથી, તેથી પીએમ મોદીએ તેમની સાથે ચર્ચા કરવાની જરૂર નથી. ભાજપના મતે ચર્ચા કરવી હોય તો રાહુલ ગાંધીએ સંસદમાં કરવી જોઈએ.

Rahul Gandhi Challenges PM Modi: 8 દિવસમાં છઠ્ઠી વખત ચર્ચાની માગ
Rahul Gandhi Challenges PM Modi: 8 દિવસમાં છઠ્ઠી વખત ચર્ચાની માગ

બીજી તરફ, કોંગ્રેસનો આરોપ છે કે વડાપ્રધાન સંસદમાં પણ પૂરતી હાજરી આપતા નથી અને તેમણે આજ સુધી એક પણ ખુલ્લી પ્રેસ કોન્ફરન્સ કરી નથી. કોંગ્રેસનું કહેવું છે કે પીએમ મોદી ખુલ્લી ચર્ચાથી દૂર રહે છે.

ભારતમાં PM અને વિપક્ષના નેતા વચ્ચે ખુલ્લી ચર્ચાની પરંપરા નથી

ભારતમાં અત્યાર સુધી કોઈ વડાપ્રધાને અમેરિકાની ચૂંટણીની જેમ વિપક્ષના નેતા સાથે જાહેર મંચ પર ખુલ્લી ચર્ચા કરી નથી. જોકે, 2014માં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ આવી ચર્ચાના વિચારનું સમર્થન કર્યું હોવાનો ઉલ્લેખ થાય છે. તેમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા વચ્ચે આવી ચર્ચા યોજાઈ નથી.


આ પણ વાંચો: PM મોદી સામે રાહુલ ગાંધીનું ઓપન ડિબેટ ચેલેન્જ, કહ્યું- મંચ તમે નક્કી કરો

આ પણ વાંચો: રાહુલ ગાંધીની દિલ્હી રેલીમાં ગેરહાજર રહેનાર ગુજરાત યુથ કોંગ્રેસના 49 હોદ્દેદારો સસ્પેન્ડ

આ પણ વાંચો: વોટર ID પર રાહુલ ગાંધીનો મોટો આરોપ, ‘વોટ ગયો એટલે હક ગયો!’