Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના બદાયૂંમાં દિવાળીના તહેવાર વચ્ચે એક કરુણ ઘટના બની છે. બિલ્સી વિસ્તારના ગડૌલી ગામમાં 13 વર્ષની બાળકી નંદિનીનું ફુગ્ગો ગળામાં ફસાઈ (Balloon Stuck in Throat) જતાં મોત થયું છે. ફુગ્ગો ફુલાવવાનો (Balloon Accident) પ્રયાસ કરતી વખતે અચાનક તે ગળામાં ફસાઈ ગયો હતો, જેના કારણે બાળકીને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
Balloon Stuck in Throat: એક મહિના પહેલાં મામાના ઘરે આવી હતી નંદિની
મળતી માહિતી મુજબ, નંદિની મૂળ સરહ બરૌલિયા ગામની રહેવાસી હતી અને ધોરણ-4માં અભ્યાસ કરતી હતી. આશરે એક મહિના પહેલાં તે પોતાના મામા રામદયાલ મૌર્યના ઘરે ગડૌલી ગામે આવી હતી. તેના આવવાથી મામાના પરિવારમાં ખુશીનો માહોલ હતો અને પરિવાર દિવાળીની ઉજવણીને લઈને ઉત્સાહિત હતો.
ફુગ્ગો ફુલાવવાનો પ્રયાસ કરતી વખતે બની દુર્ઘટના
રવિવારે પરિવારે ઉત્સાહપૂર્વક દિવાળીની ઉજવણી કરી હતી. ત્યારબાદ સોમવારે સવારે નંદિનીને એક ફુગ્ગો મળ્યો હતો, જેની સાથે તે રમવા લાગી હતી. તેણે ફુગ્ગો ફુલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વારંવાર પ્રયત્ન કરવા છતાં ફુગ્ગો ફુલાવી શકી નહોતી. આ દરમિયાન ફુગ્ગો તેના ગળામાં ફસાઈ (Diwali Tragedy) ગયો હતો, જેના કારણે તેને શ્વાસ લેવામાં મુશ્કેલી થવા (Girl Suffocation Accident) લાગી હતી.
હોસ્પિટલ પહોંચતાં તબીબોએ મૃત જાહેર કરી
નંદિનીની તબિયત બગડતી જોઈ પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતાં જ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પરિવારજનોને જણાવાયું હતું કે બાળકીની સ્થિતિ ગંભીર હતી. આ ઘટનાને પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
દિવાળીની રોનક વચ્ચે પરિવારમાં શોક
જે ઘરમાં થોડા સમય પહેલાં દિવાળીની ઉજવણીને લઈને ખુશીનો માહોલ હતો, ત્યાં હવે શોક છવાઈ ગયો છે. નંદિનીના મોતના સમાચારથી તેની માતા આઘાતમાં સરી પડી હતી, જ્યારે પિતા પણ આંસુ રોકી શક્યા નહોતા. બાળકીના અચાનક મોતથી પરિવારજનો સહિત સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ છે.
આ પણ વાંચો: દિવાળીની ખુશી માતમમાં ફેરવાઈ, દિલ્હીમાં રૉકેટ 10 વર્ષના બાળકના પેટમાં વાગતાં મોત
આ પણ વાંચો: મુઝફ્ફરનગરમાં ભયાનક અકસ્માત, કારમાં આગ લાગતાં મહિલા સહિત 6નાં મોત
આ પણ વાંચો: મુંબઈમાં 25 નવેમ્બર સુધી રોકેટ અને હવાઈ ફટાકડા પર પ્રતિબંધ
