Entertainment News/ ‘રામાયણ’ની ઓસ્કાર રેસમાં એન્ટ્રી, 6 દિવસમાં વિશ્વભરમાં ₹673 કરોડની કમાણીનો દાવો

Ramayana Oscar Entry: રણબીર કપૂર, સાંઈ પલ્લવી અને યશ સ્ટારર ‘રામાયણ: પાર્ટ 1’ના નિર્માતાઓએ 99મા ઓસ્કાર એવોર્ડ્સ માટે અરજી કરી છે. ફિલ્મે 6 દિવસમાં વિશ્વભરમાં રૂ. 673.90 કરોડની કમાણી કરી હોવાનો દાવો છે.

Top Stories Entertainment
Ramayana Oscar Entry: 'રામાયણ'ની ઓસ્કાર રેસમાં એન્ટ્રી, 6 દિવસમાં ₹673 કરોડની કમાણીનો દાવો

Bollywood News: ભારતીય સિનેમા માટે 99મા ઓસ્કાર એવોર્ડ્સને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રણબીર કપૂર, સાંઈ પલ્લવી અને યશ સ્ટારર ભવ્ય ફિલ્મ ‘રામાયણ: પાર્ટ 1’ (Ramayana Part 1)ના નિર્માતાઓએ ફિલ્મને ઓસ્કાર એવોર્ડ્સની રેસમાં સામેલ (Ramayana Oscar Entry) કરવા માટે સત્તાવાર રીતે અરજી કરી છે. જોકે, મરાઠી ફિલ્મ ‘ગોંધલ’ને ઓસ્કરની ‘ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ’ કેટેગરીમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. તેમ છતાં ‘રામાયણ’ના નિર્માતાઓએ જનરલ કેટેગરીમાં ફિલ્મને રજૂ કરવાનો સ્વતંત્ર નિર્ણય લીધો છે.

Ramayana Oscar Entry: વૈશ્વિક મંચ પર ભારતીય સંસ્કૃતિને રજૂ કરવાનો પ્રયાસ

‘રામાયણ’ માત્ર પૌરાણિક કથા નથી, પરંતુ ભારતની સાંસ્કૃતિક વિરાસત અને ઓળખ સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ ગાથા છે. હોલીવુડે ‘ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ’ જેવી ફિલ્મો દ્વારા પોતાની કાલ્પનિક વાર્તાઓને વૈશ્વિક સ્તરે પહોંચાડી છે. એ જ રીતે ‘રામાયણ’ દ્વારા ભારતીય પૌરાણિક કથાઓની ભવ્યતાને આંતરરાષ્ટ્રીય દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ફિલ્મ સાથે જોડાયેલી વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (VFX) કંપની હોલીવુડની અનેક મોટી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે અને તેના નામે 8 ઓસ્કાર એવોર્ડ્સ પણ છે. આ આંતરરાષ્ટ્રીય અનુભવના આધારે નિર્માતાઓ ભારતીય સિનેમાને વૈશ્વિક મંચ પર નવી ઓળખ અપાવવા પ્રયાસ કરી રહ્યા છે.

ઓસ્કારના નિયમો અને ફિલ્મની પાત્રતા

ઓસ્કારના નિયમો અનુસાર, કોઈ દેશની સત્તાવાર એન્ટ્રી ન હોય તેવી ફિલ્મો પણ નિર્ધારિત શરતો પૂરી કરીને એવોર્ડ્સની વિવિધ કેટેગરીમાં સામેલ થઈ શકે છે. આ માટે ફિલ્મે અમેરિકાનાં નિર્ધારિત શહેરો, જેમ કે લોસ એન્જિલસ, ન્યૂયોર્ક અને શિકાગોનાં સિનેમાઘરોમાં સતત સાત દિવસ સુધી પ્રદર્શન કરવું જરૂરી છે.

બીજી તરફ, આ વર્ષે ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં પણ ભારતીય સિનેમા માટે તક ઊભી થઈ છે. નાગા ભાષાની ફિલ્મ ‘અંગ’ને ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF)માં મળેલા એવોર્ડના આધારે સીધી પાત્રતા મળી છે.

આમ, મરાઠી ફિલ્મ ‘ગોંધલ’ ભારતની સત્તાવાર એન્ટ્રી છે, જ્યારે ‘અંગ’ અને ‘રામાયણ’ પણ અલગ-અલગ માર્ગે ઓસ્કારની રેસમાં સામેલ થવાનો પ્રયાસ કરી રહી છે.

બોક્સ ઓફિસ પર જોરદાર કમાણીનો દાવો

નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે રિલીઝના પ્રથમ 6 દિવસમાં ભારતમાં રૂ. 403.95 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે વિશ્વભરમાં તેનું ગ્રોસ કલેક્શન રૂ. 673.90 કરોડથી વધુ હોવાનું જણાવાયું છે.

બોક્સ ઓફિસ પર આટલી મોટી સફળતાના દાવા વચ્ચે હવે ફિલ્મની ઓસ્કાર એવોર્ડ્સની રેસમાં એન્ટ્રીને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે.


આ પણ વાંચો: રણબીર કપૂરની ‘રામાયણ’નો બોક્સ ઓફિસ પર ધમાકો, 4 દિવસમાં 499 કરોડની કમાણી

આ પણ વાંચો: દિવાળી બાદ બોક્સ ઓફિસ પર ‘રામાયણ’ની સુનામી, 5 દિવસમાં ₹663.90 કરોડ

આ પણ વાંચો: ‘રામાયણ’ના સીન લીક કરવા પડશે ભારે, વીડિયો શેર કરનાર સામે થશે કડક કાર્યવાહી; મેકર્સે આપી ચેતવણી