Ambaji News: અંબાજી નજીક માઉન્ટ આબુ રોડ પર શનિદેવ મંદિર પાસે ગમખ્વાર અકસ્માત (Ambaji Accident) સર્જાયો છે. માઉન્ટ આબુથી પરત ફરી રહેલા રાજકોટના પરિવારની ટેમ્પો ટ્રાવેલર અચાનક કાબૂ બહાર જતાં રસ્તાની બાજુમાં આવેલી ખીણમાં પલટી (Rajkot Family Accident) ખાઈ ગઈ હતી. વાહનમાં કુલ 17 લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં એક નાની બાળકી સહિત 9 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
Ambaji Accident: ટેમ્પો ટ્રાવેલરમાં 17 લોકો સવાર હતા
પ્રાથમિક માહિતી મુજબ, રાજકોટનો એક પરિવાર માઉન્ટ આબુ ફરવા ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે માઉન્ટ આબુ રોડ પર તળેટીથી આગળ શનિદેવ મંદિર નજીક ટેમ્પો ટ્રાવેલર (Tempo Traveller) ચાલકનો વાહન પરથી કાબૂ છૂટી ગયો હતો. ત્યારબાદ વાહન રસ્તાની બાજુમાં આવેલી ખીણમાં પલટી ખાઈ ગયું હતું. અકસ્માતને પગલે વાહનમાં સવાર મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી.
ટેક્સી યુનિયન અને પોલીસની ટીમે રેસ્ક્યૂ હાથ ધર્યું
ઘટનાની જાણ થતાં સ્થાનિક ટેક્સી યુનિયનના હોદ્દેદારો અને ડ્રાઇવરો તાત્કાલિક મદદ માટે પહોંચ્યા હતા. સદર પોલીસ સ્ટેશનની ટીમ તેમજ સ્થાનિક વહીવટી અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો અને બચાવ કામગીરી સાથે જોડાયેલી ટીમોએ ઇજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢવામાં મદદ કરી હતી.
9 ઇજાગ્રસ્તોને ટ્રોમા સેન્ટર ખસેડાયા
અકસ્માતમાં ઘાયલ થયેલા એક બાળકી સહિત કુલ 9 મુસાફરોને સારવાર માટે અંબાજીની તળેટી સ્થિત ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ગંભીરતા છતાં કોઈનું મોત ન થતાં પરિવારજનો અને તંત્રએ રાહત અનુભવી હતી. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: ભાવનગર જતાં અમદાવાદના પરિવારને નડ્યો અકસ્માત: કાર પલટી જતાં 2નાં કરુણ મોત
આ પણ વાંચો: આસામ ટ્રેન દુર્ઘટના: અકસ્માત પહેલાંનો વીડિયો સામે આવ્યો, લોકો પાયલટે બ્રેક ફેઇલ થયાની વાત કરી
આ પણ વાંચો: બલ્ગેરિયામાં ગાઢ ધુમ્મસના કારણે ભયાનક અકસ્માત, 86 વાહનો અથડાતાં 12નાં મોત, 46 ઘાયલ
