Food Recipe/ પ્રોટીન, ફાઈબર અને કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર નાસ્તો…એટલો ટેસ્ટી કે બાળકો મોજથી ખાતા જ રહેશે!

તમે ઘરે જ ટેસ્ટી અને હૅલ્ધી રોટલીનો નાસ્તો (Rotli no Nasto) બનાવી શકો છો. બાળકો તો આ નાસ્તાના દીવાના બની જશે! આનાથી તેમને આખો દિવસ પ્રોટીન…

Trending Food Lifestyle
Rotli no Nasto...બાળકોનો Favourite પિત્ઝા જેવો નાસ્તો....6 સ્ટેપ્સની Healthy રેસિપી!

Food Recipe: સવારના નાસ્તામાં પ્રોટીન ફાઈબર,વિટામિન અને કાર્બોહાઇડ્રેટથી ભરપૂર વસ્તુઓને સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે. હૅલ્થ એક્સપર્ટ્સનું માનવું છે કે જેટલું હૅલ્ધી ફૂડ બ્રેકફાસ્ટમાં સામેલ કરાય એટલું સારું છે. આનાથી શરીરને આખો દિવસ એનર્જી મળતી રહેશે. જો કે, હૅલ્ધી વસ્તુઓનું નામ સાંભળતા વેંત બાળકો મોં બગાડવા લાગે છે! તો આ સંજોગોમાં તમે ઘરે જ ટેસ્ટી અને હૅલ્ધી રોટલીનો નાસ્તો (Rotli no Nasto) બનાવી શકો છો. રોટલીનો ઉપયોગ કરીને તમે આ નાસ્તો બનાવી શકો છો. આનાથી તમને આખો દિવસ પ્રોટીન અને વિટામિન મળી રહે છે. લાંબો સમય સુધી એનાથી પેટ ભરેલું રહેશે. બાળકો (Kids) તો આ નાસ્તાના દીવાના બની જશે! તમે લંચબોક્સમાં પણ આ નાસ્તાને બનાવીને બાળકોને આપી શકો છો. તો જાણીએ પ્રોટીન ફાઈબર,વિટામિન અને કાર્બોહાઇડ્રેટથી ભરપૂર નાસ્તાની રેસિપી…

શી રીતે બનાવશો રોટલીનો નાસ્તો? (Rotli no Nasto Recipe)

રોટલીનો નાસ્તો બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Rotli no Nasto
Rotli no Nasto

સામગ્રી

અડધો કપ સમારેલી ડુંગળી

અડધો કપ સમારેલું ટમેટું

અડધો કપ સમારેલા કેપ્સિકમ

બારીક સમારેલું આદુ

બારીક સમારેલા મરચાં

સમારેલી કોથમીર

સંચળ

શેકેલો જીરા પાવડર

200 ગ્રામ પનીર

4-5 રોટલીઓ

Rotli no Nasto Recipe
Rotli no Nasto Recipe

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ ડુંગળી, ટમેટું, કેપ્સિકમ, આદુ, લીલા મરચા અને કોથમીરને ઝીણા સમારી લેવા. હવે 200 ગ્રામ પનીરને છીણી લેવું. એમાં જીરા પાવડર અને સંચળ મિક્સ કરવું.

2. નાસ્તા માટેની રોટલી અગાઉથી જ તૈયાર કરી રાખવી. વધેલી રોટલીઓ હશે તો પણ ચાલશે.

3. રોટલીને તવી પર એક તરફ હળવી શેકીને લઈ લો. પછી એના પર પિત્ઝા સૉસ, ટમેટો સૉસ અને મેયોનીઝ લગાવી દો. તૈયાર રોટલી પર સારી રીતે લગાવી દેવું અને ફેલાવી દેવું.

4. તવાને ગરમ કરીને હળવું બટર કે ઘી લગાવી લેવું. તવો ગરમ થઈ જાય પછી સ્ટફિંગ લાગેલી રોટલીની સ્ટફિંગ વાળી સાઈડથી શેકી લો. હળવી દબાવીને ધીમા તાપે શેકવી.

5. જ્યારે સ્ટફિંગ વાળી સાઈડ સરસ શેકાઈ જાય પછી ઉલટાવીને બીજી તરફ પણ પલટાવી લેવી અને શેકાવા દેવી.

6. આ શેકાયેલી રોટલીને એક પ્લેટમાં સર્વ કરીને પિત્ઝાની જેમ શૅપમાં કટ કરી લેવી. ઉપર પિઝા સિઝનિંગ નાખીને બાળકોને સર્વ કરવી.

તો તૈયાર છે તમારો રોટલીનો અનોખો નાસ્તો….જેનાથી શરીરને કાર્બોહાઈડ્રેટ મળે છે. પનીર (Paneer)માંથી શરીરને ભરપૂર પ્રોટીન અને વિટામિન મળે છે. શાકભાજી (Vegetables)માંથી ફાઈબર મળી રહે છે. આમ આ સવારનો કમ્પ્લીટ નાસ્તો છે જેમાંથી તમારા બાળકોને ભરપૂર પોષણ મળશે. એકવાર અવશ્ય ટ્રાય કરી જોજો.


આ પણ વાંચો: બાળકો સામે ચાલીને માગશે…નાસ્તામાં બનાવે ક્રિસ્પી ગલૌટી કબાબ….એ પણ દૂધીના!

આ પણ વાંચો: ABC ગમીઝ બનાવીને બાળકોને ખવડાવો…જેલી-ચોકલેટ ખાવાનું ભૂલી જશે…હૅલ્ધી અને ટેસ્ટી રેસિપી!

આ પણ વાંચો: સવારના નાસ્તામાં બનાવો ચટપટી ઈડલી ફ્રાય….બાળકોથી માંડીને વડીલો સુધી..સૌ ખુશ થઈ જશે!