Dwarka News/ દ્વારકાધીશ મંદિર પાસે ખિસ્સાકાતરું કરતી 6 શખ્સોની ટોળકી ઝડપાઈ, ₹3.81 લાખનો મુદ્દામાલ જપ્ત

Dwarka Theft Gang: દ્વારકાધીશ મંદિર પાસે યાત્રાળુઓની ભીડનો લાભ લઈને ચોરી કરતી હોવાના આરોપસર 6 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. તેમની પાસેથી ₹3.81 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

Gujarat Top Stories
Dwarka Theft Gang: દ્વારકામાં ખિસ્સાકાતરું કરતી 6 શખ્સોની ટોળકી ઝડપાઈ, ₹3.81 લાખનો મુદ્દામાલ જપ્ત

Dwarka News: દિવાળીના વેકેશન દરમિયાન યાત્રાધામ દ્વારકામાં દર્શનાર્થીઓની ભીડનો લાભ લઈને ખિસ્સાકાતરું કરતી ટોળકી (Dwarka Theft Gang)ને દ્વારકા પોલીસે ઝડપી પાડી છે. દ્વારકાધીશ મંદિર અને આસપાસના વિસ્તારમાં યાત્રાળુઓને નિશાન બનાવતી આ ટોળકીના 6 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે તેમની પાસેથી ₹1.40 લાખ રોકડા, 5 મોબાઈલ ફોન અને સ્વિફ્ટ કાર સહિત કુલ ₹3.81 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Dwarka Theft Gang: બાતમીના આધારે પોલીસે ગોઠવી વોચ

દિવાળીના વેકેશનને ધ્યાનમાં રાખીને દ્વારકા પોલીસનો સર્વેલન્સ સ્ટાફ ટ્રાફિક બંદોબસ્તમાં તૈનાત હતો. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે દ્વારકાધીશ મંદિર (Dwarkadhish Temple) અને તેની આસપાસના ભીડભાડવાળા વિસ્તારોમાં કેટલાક શખ્સો યાત્રાળુઓના ખિસ્સા કાપી ચોરી કરી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી 6 શકમંદોને ઝડપી લીધા હતા.

ધક્કામુક્કીનો લાભ લઈને કરતા હતા ચોરી

પોલીસની પૂછપરછમાં ટોળકીની ચોરી કરવાની રીત સામે આવી છે. આરોપીઓ ભેગા મળીને ભીડવાળી જગ્યાએ યાત્રાળુઓને નિશાન બનાવતા હતા. તેઓ કોઈ યાત્રાળુની આગળ અને પાછળ ગોઠવાઈ ધક્કામુક્કી જેવું વાતાવરણ ઊભું કરતા હતા. આ દરમિયાન નજર ચૂકવીને ખિસ્સામાંથી પાકીટ, રોકડ રકમ અને મોબાઈલ ફોન ચોરી લેતા (Gujarat Crime News) હોવાનો પોલીસનો દાવો છે.

પકડાયેલા કેટલાક આરોપીઓ સામે અગાઉ પણ ગુના નોંધાયેલા

પોલીસે પકડેલા 6 શખ્સોમાં રાજકોટના રાજેશ ગોવિંદભાઈ મકવાણા, મેહુલ બાબુલાલ ટંકારીયા, રવી રમેશભાઈ કનોજીયા, નુરમહંમદ હુસેનભાઈ માલાણી અને જીતેન્દ્રસિંહ ભૂપેન્દ્રસિંહ સરવૈયા તેમજ જૂનાગઢના બાબુ મગનભાઈ પરમારનો સમાવેશ થાય છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે રાજેશ સામે અગાઉ 2, મેહુલ સામે 3 અને બાબુ મગન પરમાર સામે 3 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત બાબુ પરમાર સામે અગાઉ પાસા (PASA) હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે. પોલીસે તમામ પાસાઓની વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: રામમંદિર ચોરી : બાબરીનો ફાળો ક્યાં ગયો? ડેપ્યુટી સીએમનો પ્રશ્ન

આ પણ વાંચો: સિદ્ધિવિનાયક મંદિરમાં દર વર્ષે 18 કરોડની ચોરી થાય છે; રાજ ઠાકરેના ગંભીર આક્ષેપો

આ પણ વાંચો: Google Mapsથી મંદિરો શોધી કરતી હતી ચોરી, મહેસાણા LCBએ ‘ગરાસિયા ગેંગ’નો કર્યો પર્દાફાશ