Rajkot News/ રાજકોટના ગોંડલ ચોકડી બ્રિજની હાલત પર સવાલ! ફરી પડ્યા પોપડા, રસ્તા પર કાટમાળથી ટ્રાફિકજામ

રાજકોટના ગોંડલ ચોકડી બ્રિજના (Gondal Chowkdi Bridge) નીચેના ભાગમાંથી પોપડા પડતાં રસ્તા પર કાટમાળ વેરાયો અને ટ્રાફિકજામ થયો. સ્થાનિકોએ તપાસ અને કડક કાર્યવાહીની માગ કરી.

Gujarat Top Stories Rajkot Breaking News
Gondal Chowkdi Bridge: તિરાડો અને પોપડા પડવાની ઘટના

Rajkot News: રાજકોટના ગોંડલ ચોકડી પર આવેલા બ્રિજની (Gondal Chowkdi Bridge) હાલત સામે ફરી સવાલો ઊભા થયા છે. આજે 13 નવેમ્બરે બ્રિજના નીચેના ભાગમાંથી અચાનક પોપડા પડતાં રસ્તા પર કાળમાળ ફેલાયો હતો. આ ઉપરાંત બ્રિજમાં મસમોટી તિરાડ પણ જોવા મળી છે. બ્રિજના સાંધા પાસે નબળી કામગીરીને કારણે પોપડા પડ્યા હોવાના (Bridge Damage) આક્ષેપો સાથે હજારો વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે. આ ઘટનાને પગલે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માગ ઊઠી છે.

Gondal Chowkdi Bridge: બ્રિજ બન્યો ત્યારથી ક્ષતિઓ સામે આવતી હોવાનો આક્ષેપ

સ્થાનિક નાગરિક વિજયસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર, બ્રિજ પરથી પોપડા પડવાની (Concrete Falling) આ પહેલી ઘટના નથી. તેમના કહેવા મુજબ, બ્રિજનું નિર્માણ થયું ત્યારથી જ તેમાં નાની-મોટી ક્ષતિઓ સામે આવતી રહી છે. આ અંગે નેશનલ હાઈવે ઓથોરિટી સમક્ષ અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સંતોષકારક પગલાં લેવાયાં નથી.

હવે આ મામલે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવાની તૈયારી છે. જેમાં નેશનલ હાઈવે ઓથોરિટી અને સંબંધિત કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવવા, કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા અને બ્રિજમાં જ્યાં પણ નબળી કામગીરી થઈ હોય તેને સંપૂર્ણપણે સુધારવાની માગ કરવામાં આવશે.

બ્રિજનું કામ સુધરે નહીં ત્યાં સુધી ટોલ ન વસૂલવાની માગ

વિજયસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, ભવિષ્યમાં અન્ય બ્રિજના નિર્માણમાં આવી ક્ષતિઓ ન રહે તેની પણ તકેદારી રાખવી જોઈએ. જ્યાં સુધી રોડ અને બ્રિજનું કામ યોગ્ય રીતે પૂર્ણ ન થાય ત્યાં સુધી રાજકોટવાસીઓ પાસેથી ટોલ ટેક્સ વસૂલવામાં ન આવે તેવી અપીલ પણ કરવામાં આવશે.

તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે જો નબળી કામગીરીને કારણે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને નિર્દોષ નાગરિકોના જીવ જાય તો તેની જવાબદારી સંબંધિત ઓથોરિટી અને વહીવટી તંત્રની રહેશે.

અગાઉ પણ પોપડા પડ્યા હોવાનો સ્થાનિકોનો દાવો

સ્થાનિકોના જણાવ્યા મુજબ, થોડાં વર્ષો પહેલાં આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે, ત્યારથી સમયાંતરે બ્રિજના અલગ-અલગ ભાગોમાં પોપડા પડવા અને તિરાડો પડવા (Bridge Crack) જેવી ઘટનાઓ સામે આવતી રહી છે. આજની ઘટના પહેલાં પણ થોડા દિવસો અગાઉ બ્રિજ પરથી પોપડા પડ્યા હોવાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે.

લોકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. બ્રિજની કામગીરી અને તેની ગુણવત્તા અંગે તપાસ કરાવીને જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માગ હવે ઉગ્ર બની રહી છે.


આ પણ વાંચો: સુરતમાં તાપી નદી પરનો પ્રથમ મેટ્રો બ્રિજ તૈયાર, ડ્રોન VIDEOમાં ભવ્ય નજારો; અડાજણથી સીધા બુલેટ ટ્રેન સ્ટેશન સુધી પહોંચાશે

આ પણ વાંચો: અમદાવાદીઓને ટ્રાફિકમાંથી મોટી રાહત, કર્ણાવતીથી સરખેજ-સાણંદ ચોકડી સુધીનો 6 લેન ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો

આ પણ વાંચો: નર્મદાના રંગ સેતુ બ્રિજને લઈને ભાજપનાં ધારાસભ્યના સવાલો, ₹204 કરોડના નવા બ્રિજમાં પારદર્શિતાની માગ