Jamnagar News: દિવાળી વેકેશન બાદ લાભપાંચમથી જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ફરી હરાજી (Hapa Yard Auction) અને ખરીદ-વેચાણ શરૂ થયું છે. હરાજીના પ્રથમ દિવસે મગફળીની અંદાજે 15 હજાર ગુણી અને કપાસની 2,500 ગાંસડીની આવક નોંધાઈ હતી. મગફળીમાં 9 નંબરની જાતનો ભાવ પ્રતિ મણ રૂ. 2,725 સુધી પહોંચ્યો હતો.
Hapa Yard Auction: એક સપ્તાહના વિરામ બાદ યાર્ડમાં કામકાજ શરૂ
યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે જણાવ્યું હતું કે દિવાળી વેકેશનને કારણે એક સપ્તાહ સુધી કામકાજ બંધ રહ્યા બાદ તમામ જણસીઓની આવક અને હરાજી ફરી શરૂ કરવામાં આવી છે. હાલ યાર્ડમાં મગફળી અને કપાસની સીઝન ચાલી રહી છે.
મગફળીની વિવિધ જાતોના ભાવ
હિતેશ પટેલના જણાવ્યા મુજબ, મગફળીની આશરે 10 હજાર ગુણીની આવક નોંધાઈ હતી. હરાજીમાં 9 નંબરની મગફળીનો ભાવ પ્રતિ મણ રૂ. 2,725 સુધી પહોંચ્યો હતો. જ્યારે 66 નંબરની મગફળી રૂ. 1,950, જી-20 રૂ. 1,600 અને ઝીણી મગફળી રૂ. 1,650 પ્રતિ મણના ભાવે વેચાઈ (Groundnut Price) હતી.

કપાસની 2,500 ગાંસડીની આવક
કપાસની આશરે 2,500 ભારીની આવક નોંધાઈ હતી. હરાજીમાં કપાસ (Cotton Arrival)નો ભાવ પ્રતિ મણ રૂ. 1,925 સુધી પહોંચ્યો હતો. આ ઉપરાંત ચણા, જીરું, અજમો અને ડુંગળી સહિતની અન્ય જણસીઓની આવક અને હરાજી પણ શરૂ થઈ હતી. આગામી દિવસોમાં યાર્ડમાં આવક વધવાની શક્યતા છે.
વેકેશન પહેલાં આવક વધતાં નવી આવક પર રોક
દિવાળી વેકેશન પહેલાં એક જ દિવસમાં આશરે 250 વાહનો મારફતે 17 હજાર ગુણી મગફળી યાર્ડમાં આવી (Gujarat Agriculture Market) હતી. આવકમાં વધારો થતાં યાર્ડ સત્તાવાળાઓએ નવી આવક બંધ કરી હતી. ત્યારબાદ 7થી 13 નવેમ્બર સુધી રજા જાહેર કરવામાં આવી હતી. હવે લાભપાંચમથી ફરી હરાજી શરૂ થતાં ખેડૂતો અને વેપારીઓની અવરજવર વધવાની શક્યતા છે.
આ પણ વાંચો: મહિલાએ 20 યુરોમાં ખરીદ્યો લેમ્પ, હરાજીમાં રૂ. 2.63 કરોડ મળ્યા! અલાદીનના ચિરાગ જેવી ઘટના
આ પણ વાંચો: ઘઉં, કપાસ, ચણાની આવકથી ઊભરાયુ જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ
