Punjab News/ કેજરીવાલને ₹7 કરોડની ખંડણી માટે ધમકી આપનાર હરિયાણામાંથી ઝડપાયો, લોરેન્સ બિશ્નોઈનું નામ લઈને આપી હતી જાનથી મારી નાખવાની ધમકી

Kejriwal Threat Case: અરવિંદ કેજરીવાલ અને તેમની પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી ₹7 કરોડની ખંડણી માગવાના કેસમાં પંજાબ પોલીસે હરિયાણાના રોહતકમાંથી કોમલ ઉર્ફે કોબરા જાંગડાની ધરપકડ કરી છે. કોર્ટમાંથી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

Top Stories India
Kejriwal Threat Case: કેજરીવાલને ₹7 કરોડની ખંડણી માટે ધમકી આપનાર ઝડપાયો, હરિયાણામાંથી ધરપકડ

Punjab News: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને જાનથી મારી નાખવાની ધમકી (Kejriwal Threat Case) આપીને ₹7 કરોડની ખંડણી માગવાના કેસમાં પંજાબ પોલીસે હરિયાણાના રોહતકમાંથી એક યુવકની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ કોમલ ઉર્ફે કોબરા જાંગડા તરીકે થઈ છે. શનિવારે (14 નવેમ્બર) તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી પોલીસે એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

આરોપીના ભાઈ તિલકરાજના જણાવ્યા અનુસાર, ગુરુવારે (12 નવેમ્બર) પંજાબ પોલીસ કોમલને રોહતકની શાસ્ત્રી કોલોનીમાંથી લઈ ગઈ હતી. જોકે, પરિવારને તેની ધરપકડ બાદ જ કેજરીવાલને ધમકી આપવાના કેસની જાણ થઈ હતી.

Kejriwal Threat Case: વોટ્સએપ મેસેજથી માગ્યા હતા ₹7 કરોડ

આ સમગ્ર મામલે દિલ્હીના તિલકનગરના AAP ધારાસભ્ય જરનેલ સિંહે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, 6 નવેમ્બરે સાંજે આશરે 6 વાગ્યે તેમના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી કોલ અને વોટ્સએપ મેસેજ આવ્યો હતો. મેસેજમાં ₹7 કરોડની માગણી કરવામાં આવી (₹7 Crore Extortion) હતી અને રકમ નહીં આપવામાં આવે તો અરવિંદ કેજરીવાલ તથા તેમની પુત્રી હર્ષિતા કેજરીવાલને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે જે નંબર પરથી કોલ અને મેસેજ કરવામાં આવ્યા હતા, તે કોમલના નામે નોંધાયેલો હતો. ધમકી આપનારે લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi)નું નામ પણ લીધું હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

રોહતક ડીસી ઓફિસમાં ક્લાર્ક તરીકે કરતો હતો નોકરી

કોમલ મૂળ રોહતક જિલ્લાના સમરગોપાલપુર કલાં ગામનો રહેવાસી છે. તે છેલ્લા કેટલાક વર્ષોથી પરિવાર સાથે રોહતકની અમૃત કોલોનીમાં રહેતો હતો. અગાઉ તે કરનાલના આરોગ્ય વિભાગમાં નોકરી કરતો હતો, પરંતુ ત્યાંથી રાજીનામું આપ્યા બાદ રોહતક ડીસી ઓફિસમાં ક્લાર્ક તરીકે જોડાયો હતો.

સહકર્મચારીઓ સાથે થયેલી બોલાચાલીના મામલે ડીસી કચેરી દ્વારા તેને પોતાનો પક્ષ રજૂ કરવા નોટિસ આપવામાં આવી હતી. જોકે, તેણે જવાબ ન આપતાં આશરે છ મહિના પહેલાં તેને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો હતો. પોતાનું નામ પસંદ ન હોવાથી તેણે ‘કોબરા’ નામ અપનાવ્યું હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે.

ભાઈએ માનસિક સ્વાસ્થ્ય અને જૂના કેસ અંગે શું કહ્યું?

કોમલના ભાઈ તિલકરાજે જણાવ્યું હતું કે તેના વિરુદ્ધ અગાઉ મારામારીના ત્રણ કેસ નોંધાયા હતા, પરંતુ તે ત્રણેય કેસમાં નિર્દોષ છૂટી ગયો હતો. હાલ તેની સામે કોઈ કેસ પેન્ડિંગ નથી અને તેનો કોઈ ગેંગ સાથે સંબંધ નથી.

તિલકરાજના જણાવ્યા મુજબ, કોમલની માનસિક સ્થિતિ સારી નથી. તેને વાઈના હુમલા આવતા હોવાથી દવાઓ ચાલુ છે. તે મોટાભાગે એકલો રહેવાનું પસંદ કરે છે અને સામાજિક પ્રવૃત્તિઓથી દૂર રહે છે. જોકે, આ તમામ બાબતો પરિવાર દ્વારા કરવામાં આવેલા દાવા છે.

મોહાલીના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ

આ કેસમાં મોહાલીના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 7 નવેમ્બર 2026ના રોજ રાત્રે 9:16 વાગ્યે અજાણ્યા કોલર વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની કલમ 308(4), 351(2), 351(3), 351(4) અને 111(2) ઉપરાંત IT એક્ટની કલમ 66D હેઠળ ગુનો નોંધ્યો હતો.

બીજી તરફ, રોહતક સિટી પોલીસ સ્ટેશનના SHO રમેશે જણાવ્યું હતું કે પંજાબ પોલીસ દ્વારા રોહતકના કોઈ યુવકની ધરપકડ કરવામાં આવી હોવાની તેમને જાણ નથી. હાલ આરોપીની પૂછપરછ માટે પોલીસે એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.


આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલને મારી નાખવાની ધમકી આપતો મેસેજ લખનાર યુવકની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: કેજરીવાલ અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી: લોરેન્સ ગેંગના નામે રૂ.7 કરોડની ખંડણી માગ્યાની ફરિયાદ

આ પણ વાંચો: PM મોદીએ રાહુલ ગાંધી અને કેજરીવાલને પાક. તરફથી મળતાં સમર્થન પર પ્રતિક્રિયા આપી