Vadodara News: વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશન સાથે જોડાયેલા રૂ. 84 લાખના દારૂકાંડમાં પોલીસ વિભાગે કાર્યવાહી કરી (Vadodara Liquor Case) છે. આ કેસમાં બાપોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) કે.ડી. લાડુમોર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) આર.એન. પ્રસાદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તપાસ અહેવાલના આધારે બંને અધિકારીઓ સામે આ પગલું લેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
Vadodara Liquor Case: ત્રણ મહિના પહેલાં ઝડપાયો હતો દારૂનો જથ્થો
આ મામલો આશરે ત્રણ મહિના જૂનો છે. તે સમયે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં આશરે રૂ. 84 લાખની કિંમતનો દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન બુટલેગર નીલુ સિંધીએ આ દારૂનો જથ્થો મંગાવ્યો હોવાની વિગતો સામે આવી હતી. આટલી મોટી માત્રામાં દારૂ ઝડપાતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા હતા.
તપાસ અહેવાલના આધારે સસ્પેન્શન
દારૂકાંડને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ અહેવાલના આધારે હવે PI કે.ડી. લાડુમોર અને PSI આર.એન. પ્રસાદને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી વડોદરા પોલીસ વિભાગમાં ચર્ચા શરૂ થઈ છે.
આ પણ વાંચો: જામનગરના ધૂડશિયામાં પોલીસનો દરોડો, વિદેશી દારૂની 8 બોટલ સાથે મધ્યપ્રદેશનો શ્રમિક પકડાયો
આ પણ વાંચો: સુરતમાં શંકાસ્પદ મીઠાઈ બનાવતી ફેક્ટરી પર દરોડો, ₹36.69 લાખનો જથ્થો સીઝ
આ પણ વાંચો: અમદાવાદના ચાંદખેડામાં કાફે પર SMCનો દરોડો, ચેરીસ કાફેમાંથી 10 હુક્કા કબજે
