Surat News/ સુરતમાં શંકાસ્પદ મીઠાઈ બનાવતી ફેક્ટરી પર દરોડો, ₹36.69 લાખનો જથ્થો સીઝ

Surat Adulterated Sweets: દિવાળી પહેલાં સુરતના કામરેજ અને કોસમાળામાં શંકાસ્પદ મીઠાઈના જથ્થા સામે કાર્યવાહી કરાઈ. ₹36.69 લાખનો જથ્થો સીઝ કરી સેમ્પલ તપાસ માટે મોકલાયા.

Top Stories Gujarat Surat
Surat Adulterated Sweets: સુરતમાં શંકાસ્પદ મીઠાઈનો પર્દાફાશ, ₹36.69 લાખનો જથ્થો સીઝ | SHOCKING FOOD SCAM

Surat News: દિવાળીના તહેવાર પહેલાં સુરત જિલ્લા (Surat Adulterated Sweets)માં આરોગ્ય વિભાગે શંકાસ્પદ મીઠાઈના ઉત્પાદન સામે કાર્યવાહી કરી છે. કામરેજના છેડછા ગામમાં આવેલી એક ફેક્ટરીમાં દરોડા દરમિયાન હલકી ગુણવત્તાની અને શંકાસ્પદ સામગ્રીમાંથી મીઠાઈ બનાવવામાં આવતી હોવાની આશંકા સામે આવી છે. કાર્યવાહી દરમિયાન અંદાજે 2,826 કિલો મીઠાઈ અને અન્ય સામગ્રી સહિત કુલ ₹36.69 લાખનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.

Surat Adulterated Sweets: પામ ઓઇલ અને મીઠાઈ બનાવવાની સામગ્રી મળી

ફેક્ટરી (Kamrej Factory Raid)માં તપાસ દરમિયાન પામ ઓઇલના 74 ડબ્બા, છૂટું પામ ઓઇલ (Palm Oil), તૈયાર બરફીનો માવો, મીઠાઈ અને પેકિંગ બોક્સ સહિતનો જથ્થો મળી આવ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શંકાસ્પદ મીઠાઈનાં સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યાં છે.

લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ મીઠાઈની ગુણવત્તા અને તેમાં ભેળસેળ થઈ હતી કે નહીં તે અંગે વધુ સ્પષ્ટતા થશે. હાલ તપાસના પરિણામ પહેલાં મીઠાઈને ભેળસેળયુક્ત જાહેર કરી શકાય નહીં.

કોસમાળા ગોડાઉનમાંથી 1,800 કિલો બરફીનો જથ્થો મળ્યો

બીજી તરફ, કોસમાળા વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં શંકાસ્પદ બરફીના વેચાણ અંગે મળેલી ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી (Diwali Sweets Checking) હતી. તપાસ દરમિયાન ગુલકન બરફી, સફેદ બરફી અને અંજીર બરફી એમ ત્રણ પ્રકારની બરફીનાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાં.

આ ગોડાઉનમાં અંદાજે 1,800 કિલો બરફીનો જથ્થો હોવાનું જાણવા મળ્યું છે. સેમ્પલ સુરત મહાનગરપાલિકાની લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યાં છે.

લેબોરેટરી રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી

સુરત જિલ્લામાં દિવાળીના તહેવાર પહેલાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે તપાસ તેજ કરવામાં આવી છે. બંને સ્થળેથી લેવામાં આવેલા સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ મીઠાઈની ગુણવત્તા અને ભેળસેળ અંગેની સ્થિતિ સ્પષ્ટ થશે. ત્યારબાદ સંબંધિત વિભાગ દ્વારા નિયમો અનુસાર આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો: રાજકોટની સરાઝા હોટેલમાં બર્થ-ડે પાર્ટીના નામે દારૂની મહેફિલ, 38 સામે ગુનો

આ પણ વાંચો: અમદાવાદના ચાંદખેડામાં કાફે પર SMCનો દરોડો, ચેરીસ કાફેમાંથી 10 હુક્કા કબજે

આ પણ વાંચો: ડભોઈના બોરીયાદ ગામે SMCનો દરોડો, ₹28.62 લાખનો દારૂ સહિત મુદ્દામાલ જપ્ત