Gujarat News: ગુજરાતમાં ધીમે ધીમે શિયાળાની શરૂઆત (Gujarat Cold Wave) થઈ રહી છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ઠંડીનું જોર વધવાની શક્યતા છે. હવામાનમાં આવી રહેલા ફેરફારને પગલે લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ (Temperature Drop Gujarat) શકે છે. જેના કારણે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ વધુ થશે. હાલ અમદાવાદ સહિત રાજ્યનાં અનેક શહેરોમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ અથવા તેનાથી નીચે નોંધાઈ રહ્યું છે.
Gujarat Cold Wave: અમદાવાદમાં તાપમાન 17 ડિગ્રી સુધી ગગડવાની શક્યતા
હાલ અમદાવાદમાં લઘુતમ (Ahmedabad Weather) તાપમાન 19.6 ડિગ્રી નોંધાયું છે. જોકે, આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનનો પારો ગગડીને 17 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. જેના કારણે અમદાવાદમાં પણ ઠંડીનું પ્રમાણ વધશે.
નવેમ્બર મહિનામાં સામાન્ય રીતે તાપમાનમાં ઘટાડો થવાની સાથે શિયાળાની ઠંડીનો અનુભવ થવા લાગે છે. આ મહિનામાં રાજ્યનાં કેટલાંક શહેરોમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી પણ નીચે નોંધાતું હોય છે.
મહુવામાં સૌથી ઓછું 16.9 ડિગ્રી તાપમાન
રાજ્યનાં અન્ય શહેરોમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. મહુવામાં સૌથી ઓછું 16.9 ડિગ્રી લઘુતમ તાપમાન (Mahuva Temperature) નોંધાયું છે. જ્યારે વડોદરામાં 18 ડિગ્રી અને ગાંધીનગરમાં 18.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો (Gujarat Winter Forecast) થવાની શક્યતાને પગલે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. ખાસ કરીને વહેલી સવારે કામકાજ માટે બહાર નીકળતા લોકો અને રાત્રિના સમયે મુસાફરી કરતા લોકોને ઠંડીનો વધુ અનુભવ થઈ શકે છે. આમ, આગામી ત્રણ દિવસમાં ગુજરાતમાં શિયાળાની જમાવટ થવાના સંકેતો મળી રહ્યા છે.
આ પણ વાંચો: સવારે ઠંડી અને બપોરે ગરમીથી લોકો પરેશાન! 19 નવેમ્બર સુધી રાજ્યમાં હવામાન સૂકું રહેશે
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીની ધીમી શરૂઆત! 6 જિલ્લામાં રાત્રે પારો 20 ડિગ્રીથી નીચે, અમદાવાદમાં દિવસે 36 ડિગ્રી ગરમી
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીની રાહ લંબાશે! દિવસે 37 ડિગ્રી ગરમી, રાત્રે ગુલાબી ઠંડી
