Patan News/ પાટણમાં કેબલ ચોરીની ઘટનાઓ વધી, બે સોલર પ્લાન્ટમાંથી 20 લાખના કેબલોની ચોરી

પાટણ જિલ્લામાં કેબલ ચોરીની ઘટનાઓ વધી ગઈ છે. એક પછી એક કેબલ ચોરીની ઘટનાઓ બની રહી છે. જિલ્લામાં આઠ સ્થળો પર કેબલ ચોરીની ફરિયાદ નોંધાઈ છે. બે સોલર પ્લાન્ટમાંથી 20 લાખના કોપરના કેબલની ચોરી થઈ છે.

Gujarat Others Breaking News

Patan News: પાટણ જિલ્લામાં કેબલ ચોરીની ઘટનાઓ વધી ગઈ છે. એક પછી એક કેબલ ચોરીની ઘટનાઓ બની રહી છે. જિલ્લામાં આઠ સ્થળો પર કેબલ ચોરીની ફરિયાદ નોંધાઈ છે. બે સોલર પ્લાન્ટમાંથી 20 લાખના કોપરના કેબલની ચોરી થઈ છે. સોલર પ્લાન્ટમાંથી પાંચ લાખના 14 ઇન્વર્ટરના કેબલની ચોરી થઈ છે. સરસ્વતીના અજીમાણા ગામે ગ્રામ પંચાયતના બોર પરથી સાત હજારના કેબલની ચોરી થઈ છે. સાંતલપુરના દહીસર ગામે ચિરીપાલ પોલીફિલ્મ્સના સોલર પ્લાન્ટમાંથી 1.35 લાખ કેબલોની ચોરી થતાં સાત લાખ રૂપિયાનું નુકસાન થયું છે.

સોલર પ્લાન્ટમાંથી પાંચ લાખના 14 ઇન્વર્ટર કેબલોની ચોરી થઈ છે. સરસ્વતીના અજીમાણા ગામે ગ્રામ પંચાયતના બોર પરથી સાત હજારના કેબલોની ચોરી થઈ છે. સમીના હનુમાનપુરા ગામે સોલર પ્લાન્ટમાંથી ચાર લાખના કેબલોની ચોરી થઈ છે. તેના લીધે 16 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. સમીના નાનીચંદુર ખાતે મજેઠિયા સોલર પ્લાન્ટ અને અલકા આદિત્ય સોલર પ્લાન્ટમાંથી 60 હજારના કેબલોની ચોરી થઈ છે. સમીના વિવેકાનંદ સોલર પ્લાન્ટમાંથી 3,700 મીટર સોલર કેબલની ચોરી થઈ છે.

સમી તાલુકાના ગુજરવાડા ગામના વતની વિવેકકુમાર મુકેશભાઈ દવેએ પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તે મુજબ 25 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધીના સમયગાળા દરમિયાન હનુમાનપુરા ગામ ખાતે આવેલા સોલાર પ્લાન્ટમાંથી અજાણ્યા વ્યક્તિએ આશરે 21 હજાર મીટર વાયર કાપી નાખ્યા હતા અને અન્ય કનેક્ટર ડી ડબલ્યુ સી પાઇપ વગેરે તોડી નાખી રૂ. 12 લાખનું નુકસાન કર્યું હતું. તે ઉપરાંત રૂ. ચાર લાખની કિંમતના કેબલ વાયરના કોપર કાઢી તેની ચોરી કરી હતી. કુલ મળી રૂ.20 લાખનું નુકસાન થયાની ફરિયાદ નોંધાવાઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાટણના સાંસદ ભરત ડાભીનો વધુ એક ઓડિયો વાયરલ, કોરોના સારવારને લઇ મહિલા કાર્યકરે કાઢ્યો બળાપો , અગાઉ પણ કાર્યકર- સાંસદનો ઓડિયો થયો હતો વાયરલ, મહિલા કાર્યકરનો

આ પણ વાંચો: પાટણના વીર મેઘમાયાની યાદમાં ભારત સરકાર દ્વારા ટપાલ ટિકિટ બહાર પાડશે

આ પણ વાંચો: પાટણમાં સત્યનાં પારખા કરવા માટે બાળકીનાં હાથને ઉકળતા તેલમાં નંખાવ્યા