Ahmedabad news: ગંભીરા બ્રિજ (Ahmedabad) જેવો જ બ્રિજ (Bridge) નાના ચિલોડા પર જોવા મળી રહ્યો છે..આ બ્રિજ ચાર વર્ષ પહેલા બનેલા આ બ્રિજ ની પર પસાર થતા એક વાર વિચારવું પડે છે..હાટકેશ્વર અને ગંભીરા બ્રિજ જેવો જ બ્રિજ નું નિર્માણ થયું હોવાની શક્યતા છે..ચાર વર્ષ પહેલા બનેલા અને હજારોની સંખ્યામાં પસાર થતા વાહનો પર મોત ભમી રહ્યું છે..નાના ચિલોડા પાસે બનેલા બ્રિજ ની હાલત કથળી રહી છે.આ બ્રિજ નો ઘણો બધો ભાગ બેસી ગયો છે.આ રોડ એટલી ગંભીર રીતે જર્જરિત છે કે તેની આસપાસ ડિવાઈડર પણ તૂટી ગયા છે.

ચિલોડા અને હિંમતનગર ને જોડાતા આ નેશનલ હાઇવે 48 હાડપિંજર જેવી હાલત જોવા મળે છે. મુખ્ય માર્ગ પર જ આવી પરિસ્થિતિ પણ ગંભીરા બ્રિજની જેમ મોટા અકસ્માત ની રાહ જોઈ રહ્યા છે..એક તરફ રાજ્ય સરકારે બ્રિજના નિરીક્ષણ નું કામ સોંપ્યું છે તો બીજી તરફ નિરીક્ષણ વગર જ કામ થયું હોય તેવી પણ શક્યતા જોવા મળે છે..આ બ્રિજ માં જો તપાસ કરવામાં આવે તો એક મોટો ભ્રષ્ટાચાર સામે આવી શકે તેમ છે.

રાજ્યમાં ટેક્સ પેયરને પ્રાથમિક સુવિધાઓ આપવાની જવાબદારી સરકારની રહેલી છે..રોડ રસ્તાની સમારકામ ની કામગીરી કેવી થતી હશે તેને લઈને મંતવ્ય ન્યુઝ કેમેરા પર ખતરનાક દ્રશ્યો સામે આવ્યા છે..હોટ મિક્સના નામે લોકોને છેતરવામાં આવતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે..હોટ મિક્સના નામે પર માટી,કપચી નાખીને જ રોડ પર પાથરી દેવામાં આવે છે.અને ખાડા પૂરવાની આ પદ્ધતિને કોન્ટ્રાકટરો હોટમિક્સ નું નવું નામ આપીને લોકોની સાથે રમત કરે છે..આવા હોટમિક્સ અને કોલ્ડ મિક્સમાં ડામર તો નામ સુદ્ધાં પણ જોવા મળતો નથી.
આ પણ વાંચો:દાહોદમાં બાળ તસ્કરીના આંતર રાજ્ય ગેંગનો પર્દાફાશ, બાળકોને ઉઠાવી મંગાવતા હતા ભીખ
આ પણ વાંચો:અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરીના રેકેટનો કર્યો પર્દાફાશ
આ પણ વાંચો:દિલ્હીમાં બાળ તસ્કરી કેસમાં CBIના દરોડા, હોસ્પિટલમાંથી બાળકો ગુમ થવાની ઘટનાઓ વધતા હાથ ધરી તપાસ
