Natural Drink/ ઘરે બનાવો ABC જ્યૂસ…શિયાળામાં વરદાનથી કમ નથી! જાણો પીવાનો યોગ્ય સમય…

તમે ઘરે પણ ABC Juice Recipe બનાવીને પી શકો છો. આનાથી શરીરમાં તરત જ એનર્જી મળશે. મિક્સરમાં આ જ્યૂસને ફટાફટ કાઢીને તૈયાર કરી શકાય છે….

Trending Food Lifestyle
ABC Juice Recipe...આ Healthy પીણાને બનાવો ફક્ત 3 વસ્તુઓથી!

Natural Drink: શિયાળામાં લોકો શાકભાજીનો જ્યૂસ પીવાનો પસંદ કરે છે. આ દિવસોમાં ABC જ્યૂસ (ABC Juice Recipe) ઘણો જ પસંદ કરવામાં આવે છે. ઋતુ અનુસાર જોઇએ તો આ જ્યૂસ શરીર માટે કોઈ વરદાનથી કમ નથી! એમાં ભરપૂર એન્ટીઑક્સિડન્ટ્સ પ્રાપ્ત થાય છે. ABC જ્યૂસને વિટામિન સી, વિટામિન એ અને આયર્નનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. તમે ઘરે પણ આ જ્યૂસ બનાવીને પી શકો છો. આનાથી શરીરમાં તરત જ એનર્જી મળશે. મિક્સરમાં આ જ્યૂસને ફટાફટ કાઢીને તૈયાર કરી શકાય છે. તો ચાલો જાણીએ ઘરમાં ABC જ્યૂસ બનાવવાની સરળ રેસિપી અને એને પીવાનો ઉચિત સમય કયો છે?

શિયાળો (Winter) આવતા જ બજારમાં સરસ તાજા લાલ-લાલ ગાજરનું આગમન થાય છે. બીટરુટ અને સફરજનની પણ આ સિઝન છે. આ સંજોગોમાં આ હૅલ્ધી ફળ અને શાકભાજી (Fruits and Vegetables) તમારા અને તમારા બાળકોએ અવશ્ય ખાવા જોઈએ. જો બાળકો આ હૅલ્ધી શાકભાજી અને ફળ ખાવાનું ટાળતા હોય તો તમે આ ત્રણેય વસ્તુઓથી ABC જ્યૂસ બનાવી શકો છો. અત્યાર સુધી તમે બહાર ABC Juice તો પીધો જ હશે પરંતુ જો આ ઘરે ન બનાવ્યો હોય તો એક વાર એ બનાવીને જુઓ. આ હૅલ્ધી હોય છે અને બાળકો એને પસંદ કરશે! ઓછી મહેનતમાં શિયાળુ જ્યૂસ બનાવીને તમે પી શકો છો. તો ચાલો જાણીએ ABC જ્યૂસ (ABC Juice Recipe) બનાવવાની રેસિપી વિશે…

શી રીતે બનાવશો ABC જ્યૂસ? (ABC Juice Recipe)

1. સૌપ્રથમ તમારે જો લગભગ 2 ગ્લાસ જેટલો જ્યૂસ કાઢવો હોય તો એ માટે 4 મધ્યમ કદના ગાજર, 1 મધ્યમ બીટ અને 2 સફરજન (Carrot, Beet Root and Apple) લેવા. એમાં તમે થોડા આમળા (Indian Gooseberry) પણ ઉમેરી શકો છો. આ તમામ વસ્તુઓને સીરી રીતે ધોઈ લો અને છોલીને બારીક ટુકડામાં સમારી લો.

2. હવે જ્યૂસ બનાવવા માટે મિક્સરનો જ્યૂસ વાળો જાર લેવો અને એમાં 1 કપ પાણી ઉમેરીને બારીક પીસી લો. જેટલું બારીક પીસશો એટલો જ જ્યૂસ વધારે નીકળશે.

3. કોઈ સુતરાઉ કપડા અથવા સૂપની ચાળણીમાં આખું મિશ્રણ ઉમેરી લેવું અને દબાવીને જ્યૂસ કાઢી લેવો. પરંતુ ચાળણીમાં બધો જ જ્યૂસ નહિં નીકળે તો સુતરાઉ કપડું જ બહેતર રહેશે.

4. કપડાને ટાઈટ કરીને નીચોવવાથી તમામ જ્યૂસ નીકળી જશે. જો તમને બાકીના પલ્પમાં હજુ પણ જ્યૂસ નીકળી શકે એમ લાગતું હોય તો થોડું પાણી એમાં મિક્સ કરીને ફરીથી પીસી લો. ફરીથી આ મિશ્રણને કપડામાં નીચોવીને કાઢી લો.

5. આમ કરવાથી તમામ જ્યૂસ નીકળઈ જશે. બચેલા મિશ્રણને લોટમાં નાખીને તમે પરોઠા પણ બનાવી શકો છો.

6. આમ તો જ્યૂસને ખાંડ કે મીઠા વિના જ પીવો જોઈએ પરંતુ જો તમે સ્વાદ વધારવા માગતા હો તો એમાં 1 ચપટી કાળા મરીનો પાવડર અને થોડું સંચળ મિક્સ કરી શકો છો. દરરોજ 1 ગ્લાસ જ્યૂસ પીવાથી તમારું સ્વાસ્થ્ય બહેતર બનશે.

ક્યારે પીવો જોઇએ ABC જ્યૂસ?

તમે આ જ્યૂસને નાસ્તા અગાઉ પણ પી શકો છો. જો સવારે નરણા કોઠે આ તમને સૂટ ન કરતો હોય તો નાસ્તાના અડધા કલાક પછી લેવો. વર્કઆઉટ કરતા હો તો અડધા કલાક પહેલા પણ આ જ્યૂસ પી શકો છો. એક અઠવાડિયામાં 2-3 વાર તમે આ જ્યૂસ પી શકો છો.

ABC Juice Benefits
ABC Juice Benefits

ABC જ્યૂસના ફાયદા

1. એમાંથી વિટામિન એ, વિટામિન સી અને બીટા-કેરોટીન જેવા એન્ટીઑક્સિડન્ટ્સ (Vitamin A, Vitamin C and Beta-carotene) પણ પ્રાપ્ત થાય છે.

2. આ જ્યૂસ પીવાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતામાં વૃદ્ધિ થાય છે.

3. વિટામિન અને કોલેજન ઉત્પાદક તત્વ ત્વચાને કુદરતી ચમક આપે છે.

4. આ જ્યૂસ પીવાથી શારીરિક વિકાસ સારો થાય છે.

5. ABC જ્યૂસ (Energy Drink) પીવાથી શરીરને સત્વરે એનર્જી મળે છે.

6. લોહીની ઉણપને દૂર કરવા માટે અને પેટને સ્વસ્થ રાખવામાં આ જ્યૂસ મદદ કરે છે.

7. આંખોને સ્વસ્થ રાખવામાં આ જ્યૂસ ફાયદાકારક સિદ્ધ થાય છે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો: લીલા અને લાલ પરોઠા બનાવવાની સરળ રેસિપી….રંગ જોઈને બાળકો ડાઇનિંગ ટેબલ સુધી દોડી આવશે..!

આ પણ વાંચો: ઘરે બનાવો બજાર જેવું સ્પાઇસી ચિલી ઓઇલ…1 ચમચી ઉમેરતાં જ બાળકોના મનપસંદ મોમોઝનો સ્વાદ વધી જશે!

આ પણ વાંચો: ગળ્યું અને હળવું ખાવાનું મન થાય તો બનાવો સોજીની ખીર…બાળકોને ખૂબ પસંદ પડશે…સરળ રેસિપી!