Ahmedabad News/ અમદાવાદના ચાંદખેડામાં જુગારધામ પર PCBનો દરોડો, 12 જુગારીઓ ઝડપાયા; મુખ્ય સૂત્રધાર ફરાર

Chandkheda Gambling Raid: અમદાવાદના ચાંદખેડામાં PCBએ જુગારધામ પર દરોડો પાડીને 12 લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂ. 1.94 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે જુગાર રમાડવાનો આરોપ ધરાવતો મુખ્ય સૂત્રધાર ફરાર છે.

Top Stories Ahmedabad Gujarat
Chandkheda Gambling Raid: ચાંદખેડામાં જુગારધામ પર PCBનો દરોડો, 12 આરોપી ઝડપાયા

Ahmedabad News: અમદાવાદના ચાંદખેડામાં ગુજરાત હાઉસિંગ શાકમાર્કેટ પાસે આવેલા બગીચાની ઝાડીઓમાં ચાલતા જુગારધામ પર પોલીસ કંટ્રોલ બોર્ડ (PCB)ની ટીમે દરોડો (Chandkheda Gambling Raid) પાડ્યો હતો. 15 ઓક્ટોબરે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે નાસભાગ વચ્ચે 12 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જોકે, જુગાર રમાડવાનો આરોપ ધરાવતો મુખ્ય સૂત્રધાર હર્ષદ બળદેવભાઈ રાવત તેના સાગરીતો સાથે ફરાર થઈ ગયો હતો.

Chandkheda Gambling Raid: બાતમીના આધારે PCBની કાર્યવાહી

PCBની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બપોરે બાતમી મળી હતી કે ચાંદખેડાના ગુજરાત હાઉસિંગ શાકમાર્કેટ (Gujarat Housing Market) પાસે આવેલા બગીચાની ઝાડીઓમાં કેટલાક લોકો ભેગા થઈને જુગાર રમી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે બે પંચોને સાથે રાખીને સ્થળ પર દરોડો પાડ્યો હતો.

પોલીસને જોઈ જુગારીઓમાં નાસભાગ

પોલીસની ટીમ સ્થળ પર પહોંચતાં જ એક શખ્સે બૂમ પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે પીછો કરીને 12 લોકોને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય કેટલાક શખ્સો ભાગી છૂટ્યા હતા.

પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન હર્ષદ બળદેવભાઈ રાવત જુગાર રમાડતો હોવાની કબૂલાત કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, દરોડા દરમિયાન હર્ષદ પોતાનો એક મોબાઇલ ફોન સ્થળ પર મૂકીને સાગરીતો સાથે ફરાર થઈ ગયો (Ahmedabad Crime News) હતો.

1.94 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે સ્થળ પરથી રૂ. 63,700 રોકડા, 14 મોબાઇલ ફોન, 65 પત્તાં અને પ્લાસ્ટિકના મેણિયાં સહિત કુલ રૂ. 1,94,700નો મુદ્દામાલ જપ્ત કર્યો (Police Raid) હતો. ફરાર મુખ્ય આરોપી અને તેના સાગરીતોને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: જામનગરના ધૂડશિયામાં પોલીસનો દરોડો, વિદેશી દારૂની 8 બોટલ સાથે મધ્યપ્રદેશનો શ્રમિક પકડાયો

આ પણ વાંચો: સુરતમાં શંકાસ્પદ મીઠાઈ બનાવતી ફેક્ટરી પર દરોડો, ₹36.69 લાખનો જથ્થો સીઝ

આ પણ વાંચો: અમદાવાદના ચાંદખેડામાં કાફે પર SMCનો દરોડો, ચેરીસ કાફેમાંથી 10 હુક્કા કબજે