Ajab Gajab News/ 15 કિલોનું કોળું…રંગ જોઈને ચોંકી જશો! કાશ્મીરમાં 1 છોડ પર ઊગે છે 150 કિગ્રા સુધી….દિલ્હી ટ્રેડ ફેરમાં આકર્ષણનું કેન્દ્ર!

ભારત મંડપમ દિલ્હી ખાતે 45મો ઈન્ટરનેશનલ ટ્રેડ ફેર ચાલી રહ્યો છે જ્યાં એક એવું કોળું (15 kg Pumpkin Delhi India trade Fair) લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે…

Ajab Gajab News Trending
15 kg Pumpkin Delhi India trade Fair...કાશ્મીરથી આવેલા કોળાને જોઈને લોકો Shocking બની ગયા!

Ajab Gajab News: 15 kg Pumpkin Delhi India trade Fair: દિલ્હીના ટ્રેડ ફેરમાં કશ્મીરના એક ખેડૂત અખ્તર હુસૈન (Akhtar Hussain, Kashmiri Farmer) દ્વારા લાવવામાં આવેલું 15 કિલોનું અનોખું ક્રીમ રેગનું કોળું લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ કોળું પૂરી રીતે ઓર્ગેનિક (Organic Pumpkin) અને ન્યૂટિશનથી ભરપૂર છે. એના જણાવ્યાનુસાર, હરાજીમાં એની કિંમત 3000 રુપિયા આંકવામાં આવી પણ એણે એને વેચ્યું નહિં!

શું તમે ક્યારેય એવું કોળું જોયું છે કે જે 15 કિલોનું હોય અને એનો રંગ લીલો નહિં પણ ક્રીમ હોય! આ અનોખુ કોળું પૂર્ણ રીતે ઓર્ગેનિક છે જે ન્યુટ્રિશનથી ભરપૂર છે અને જેને ખરીદ્યા બાદ તમને 2-3 દિવસ શાક લાવવાની પણ જરુર નહિં પડે! આવું અજબ કોળું તમે ક્યારેય નહિં જોયું હોય! અત્રે ઉલ્લેખનીય છે કે ભારત મંડપમ દિલ્હી (Bharat Mandapam Delhi) ખાતે 45મો ઈન્ટરનેશનલ ટ્રેડ ફેર ચાલી રહ્યો છે જેના કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય પેવેલિયનમાં એક એવું કોળું લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ જોવામાં તો આર્ટિફિશિયલ લાગે છે પરંતુ વાસ્તવમાં એ તદ્દન અસલી છે.

આને કાશ્મીરી ખેડૂત અખ્તર હુસૈન વાણી લઈને આવ્યા છે. જે બાળપણથી જ ખેતીના વ્યવસાયમાં જોડાયેલા છે. એના જણાવ્યા અનુસાર, આ કોળું કેવળ કાશ્મીરમાં જ ઊગે છે જો કે, હવે દેશ ભરના ખેડૂતો આ કોળાના બીજ લઇ જઈને દેશના ણલગ-ણલગ રાજ્યોમાં એને ઉગાડવાના પ્રયાસો કરી રહ્યાં છે.

15 kg Pumpkin Delhi India trade Fair
15 kg Pumpkin Delhi India trade Fair

એપ્રિલમાં વાવ્યું હતુ આ કોળું (15 kg Pumpkin Delhi India trade Fair)

ખેડૂતે જણાવ્યા અનુસાર, આ કોળું એણે એપ્રિલ મહિનામાં વાવેલું અને ઓક્ટોબરમાં એનો પાક લેવામાં આવે છે. આ કોળું લીલું નથી હોતુ પરંતુ ક્રીમ કલર (Cream Coloured Pumpkin)નું હોય છે. જોનારાને આ આર્ટિફિશિયલ લાગે છે પણ વાસ્તવમાં આ તદ્દન ઓર્ગેનિક કોળું છે. ભારતના ખેડૂતો એને મહેનત કરીને ઉગાડે છે અને આ ખેડૂતના જણાવ્યા મુજબ એ પોતે કાશ્મીરથી આવેલા છે.

આ ખેડૂતે જણાવ્યું કે કાશ્મીરના બારામૂલા અને હંજીવેરા (Baramulla and Hanjiwera) ગામોમાં આ કોળું વધારે ઊગે છે. ત્યાંના ખેડૂતો એની સૌથી વધુ ખેતી કરે છે. આ કોળાનું વજન 15 કિલો છે પણ અહિં 50 કિલો સુધીના કોળા ઉગાડવામાં આવે છે. 50 કિલોના કોળાને કાશ્મીરથી દિલ્હી ટ્રેડ ફેરમાં લાવવાનું થોડું કઠિન હતું એટલે એ કેવળ 15 કિલોનું કોળું જ લઈને આવ્યા છે. અહિં દેશ-વિદેશના પર્યટકો આ કોળાને જોઈને નવાઈ પામી ગયા છે! ખેડૂતના દાવા અનુસાર ત્યાં એક પ્લાન્ટમાં તો આ 150 કિલો સુધી ઉગે છે!!

15 kg Pumpkin Delhi India trade Fair.
15 kg Pumpkin Delhi India trade Fair.

વિદેશોમાં આની સૌથી વધુ માગ છે 

ખેડૂત અખ્તર હુસૈનના જણાવ્યા અનુસાર, 15 કિલોનું આ કોળું 150 રુપિયા પ્રતિ કિલોના હિસાબે વેચાય છે. આ કિંમત કેવળ કાશ્મીરમાં છે. જ્યારે એ અન્ય રાજ્યોમાં જાય છે તો એની કિંમત વધી જાય છે. વિદેશોમાં એની સૌથી વધઆરે ડિમાન્ડ છે. વિદેશોમાં આ હજાર રુપિયાથી પણ વધારે મૂલ્યમાં વેચાય છે. આ ઉપરાંત એણે એમ પણ કહ્યું કે 3000 રુપિયામાં આ કોળાની હરાજી થવાની હતી પણ એણે એને વેચ્યું નહિં!

ખેડૂતના જણાવ્યા અનુસાર આવું કોળું કાશ્મીરના લોકો માટે ઘણું જ સામાન્ય છે પણ જ્યારે એ અન્ય રાજ્યોમાં જાય છે ત્યારે લોકો એને જોઇને આશ્ચર્યચકિત્ થઈ જાય છે. વાસ્તવમાં આ કોળાને ઉગાડવામાં કોઈ પણ જાતનું કેમિકલ વાપરવામાં નથી આવ્યું અને એ પૂર્ણ રીતે ઓર્ગેનિક

. એને અલગ -અલગ ભાગોમાં વાપરી શકાય છે આથી લોકો એને ઘણું જ પસંદ કરે છે.


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :